Connect with us

Vadodara

વડોદરામાં એલ.સી.બી. ઝોન-3 : તરસાલી બ્રિજ પાસે ફ્લેટમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ

Published

on

  • જુગારધામ પર રેડ: એલ.સી.બી. ઝોન-3 ની ટીમ દ્વારા તરસાલીના સાંત્વમ હાઈલેન્ડ ફ્લેટમાં દરોડો.
  • 8 શખસો ઝડપાયા: પત્તા-પાનાનો જુગાર રમતા મુખ્ય સંચાલક સહિત 8 આરોપીઓ પોલીસના સકંજામાં.
  • મોટી મતા જપ્ત: રૂ. 1.57 લાખ રોકડ, 8 મોબાઈલ અને 3 વાહનો મળી કુલ રૂ. 4.27 લાખનો મુદ્દામાલ કબ્જે.
  • પોલીસ કાર્યવાહી: મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અન્ય 7 વોન્ટેડ આરોપીઓની શોધખોળ તેજ કરાઈ.

વડોદરા: વડોદરા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને જુગારના દુષણને નેસ્તનાબુદ કરવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડીયા અને ડીસીપી ઝોન-3 અભિષેક ગુપ્તાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઝોન-3 ની ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન મળેલી બાતમીના આધારે તરસાલી બ્રિજ પાસે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

🧐શું હતી ઘટના?

એલ.સી.બી. ઝોન-૩ ના સ્ટાફના સંયુક્ત બાતમી મળી હતી કે, તરસાલી બ્રિજ પાસે આવેલા ‘સાંત્વમ હાઈલેન્ડ’ ફ્લેટના મકાન નંબર એચ/102 માં રહેતો પ્રજ્ઞેશ ચાંદુભાઈ પરમાર બહારથી માણસો બોલાવીને પોતાના ફ્લેટમાં પત્તા-પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાડી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી જુગાર રમી રહેલા 8 ઇસમોને પકડી પાડ્યા હતા.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ રૂ. 1,57,690/- ની રોકડ રકમ, રૂ. 90,000 ની કિંમતના 8 મોબાઈલ ફોન અને રૂ. 1,80,000 ની કિંમતના ૩ ટુ-વ્હીલર મળીને કુલ રૂ. 4,27,690/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં જહાંગીર ઉર્ફે સલીમ મેમણ, હસમુખભાઈ માળી, મોબીનભાઈ મન્સુરી, જાવીદભાઈ પટેલ, મયુર વાઘેલા, વનરાજસિંહ ગોહેલ, દીપક શર્મા અને મકાનમાલિક પ્રજ્ઞેશ પરમારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તપાસ દરમિયાન અન્ય 7 શખસોના નામ ખુલ્લા જેઓને વોન્ટેડ જાહેર કરી મકરપુરા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ-4 અને 5 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

Continue Reading
Vadodara22 minutes ago

મકરપુરા પોલીસે ઘાઘરેટીયા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 7 ઇસમો ઝડપાયા

Vadodara2 hours ago

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સની કમાણી પર ટેક્સની તલવાર: પ્રમોશન માટે મળતી ફ્રી ગિફ્ટ પર પણ ભરવો પડી શકે છે જીએસટી

Vadodara2 hours ago

વડોદરામાં એલ.સી.બી. ઝોન-3 : તરસાલી બ્રિજ પાસે ફ્લેટમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ

Vadodara1 day ago

એમ.એસ. યુનિવર્સિટીની મોટી સિદ્ધિ: મેલેરિયાની નવી દવાને માત્ર 7 મહિનામાં જ ભારત સરકાર દ્વારા પેટન્ટ એનાયત

Vadodara1 day ago

વડોદરાના ચકચારી હિટ એન્ડ રન કેસનો ભેદ ઉકેલાયો: છાણી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી કારચાલકને ઝડપી પાડ્યો

Vadodara2 days ago

વડોદરાના તરસાલી શાક માર્કેટમાં વિવાદ: ભાવતાલ બાબતે ઉશ્કેરાયેલા લારીવાળાએ મહિલાને તમાચો મારી અભદ્ર વ્યવહાર કર્યો

Gujarat2 days ago

શૌચક્રિયા માટે ગયેલી ત્રણેય દીકરીઓ તળાવમાં ડૂબી, કિનારે પડેલી કાગળની હોડીઓથી માતા-પિતાની નજર સમક્ષ ખુલી દુર્ઘટના

Vadodara2 days ago

EDની મુંબઈ ઝોનલ ઓફિસની ટીમ દ્વારા 7 સ્થળો અને 3 બેંક લોકર પર સર્ચ ઓપરેશન, મચી ચકચાર

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur2 weeks ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara4 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 month ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara1 month ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 month ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending