Connect with us

Vadodara

ગોરવામાં ‘ટાઈગર ગેંગ’નો આતંક: જૂની અદાવત રાખી યુવક પર લાકડા અને ધારદાર હથિયારથી જીવલેણ હુમલો

Published

on

  • ઘાતક હુમલો: જૂની અદાવતનું વેર વાળી ટાઈગર ગેંગના બે સભ્યોએ યુવકને લાકડા અને ધારદાર હથિયારથી માર માર્યો.
  • ઈજાગ્રસ્ત યુવક: સોહીલ રાજેને પીઠ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયા.
  • પોલીસ પર આક્ષેપ: ગેંગનો આતંક હોવા છતાં પોલીસ દ્વારા અગાઉના કિસ્સાઓમાં કાર્યવાહી ન કરાઈ હોવાનો પરિવારનો દાવો.
  • કાર્યવાહી: પોલીસે બંને આરોપીઓ મિન્હાજ અને આફતાબ સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા.

વડોદરા: વડોદરાના ગોરવા વિસ્તારમાં ફરી એકવાર ગુનાખોરી અને ગેંગવોરનો ભયાનક ચહેરો સામે આવ્યો છે. બોરિયા-02 વિસ્તારમાં 20 દિવસ જૂની અદાવતનું વેર વાળીને ‘ટાઈગર ગેંગ’ ના બે સભ્યોએ એક યુવક પર ઘાતક હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.

❓શું બની ઘટના?

નુરાની પાર્કના રહેવાસી 29 વર્ષીય સોહીલ હિંમતભાઈ રાજે 18 જુલાઈની રાત્રે પોતાના મિત્રને ઘરે મૂકીને પરત ફરી રહ્યા હતા. ત્યારે બોરિયા-02ની ગલી પાસે ‘ટાઈગર ગેંગ’ ના મિન્હાજ અને તેના ભાઈ આફતાબે સોહીલને આંતર્યો હતો. ફરિયાદ મુજબ, મિન્હાજે પાછળથી આવીને સોહીલ પર લાકડાના ફટકાનો વરસાદ કર્યો હતો, જ્યારે આફતાબે સોહીલના હાથ પકડી રાખી તેને ધારદાર હથિયારથી મારવાનો પ્રયાસ કર્યો હતો. સોહીલે બચાવ કરવાનો પ્રયત્ન કરતા તેને ગડદાપાટુનો માર પણ મારવામાં આવ્યો હતો. આસપાસના લોકો દોડી આવતા હુમલાખોરો ‘ફરી મળીશ તો જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા.

🧐પીડિત પરિવારના ગંભીર આક્ષેપો:

હુમલામાં ઘવાયેલા સોહીલને તાત્કાલિક 108 મારફતે ગોત્રી જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, પીડિતની બહેને ગોરવા પોલીસ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે આ ગેંગનો આતંક સતત વધી રહ્યો છે. અગાઉ પણ પોલીસ સ્ટેશનની બહાર ગાળો બોલી ધમકી આપવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા આ ગેંગના સભ્યોના મનોબળ વધી ગયા છે.

👮પોલીસ કાર્યવાહી:

ગોરવા પોલીસે સોહીલ રાજેની ફરિયાદના આધારે મિન્હાજ અને આફતાબ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ગેંગ દ્વારા વિસ્તારમાં ફેલાવવામાં આવેલા ભય અને પોલીસ પર થયેલા આક્ષેપો બાદ હવે તંત્ર દ્વારા કેવી કડક કાર્યવાહી થાય છે, તે જોવું રહ્યું.

Continue Reading
Savli1 day ago

વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ

Dabhoi1 day ago

“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા

Vadodara2 days ago

જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા

Vadodara2 days ago

વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર

Vadodara2 days ago

શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી

Vadodara3 days ago

વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ: ભાજપ નેતાના પુત્ર અને તેની ટોળકીએ દુકાન અપાવવાના નામે આચરી રૂ. 9.05 લાખની ઠગાઈ

Vadodara3 days ago

વડોદરા પાલિકામાં 5 વર્ષ જૂના પ્રોજેક્ટ્સ પર ફેરવાશે કલમ! બજેટમાંથી બિનજરૂરી ખર્ચ ઘટાડવા તંત્ર સક્રિય

Vadodara3 days ago

એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech1 year ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

Gujarat1 month ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat1 month ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara2 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur3 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Trending