Connect with us

Vadodara

SSG ની શરમજનક બેદરકારી: કોલ્ડ રૂમમાં કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ; મૃતદેહની અદલાબદલી થતાં પરિવારનો આક્રોશ

Published

on

  • માનવતા શરમાઈ: SSG હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રખાયેલ મહિલાનો મૃતદેહ કોહવાય ગયો; પરિવારના અંતિમ દર્શન સમયે આઘાતજનક દ્રશ્યો.
  • મૃતદેહની અદલાબદલી: ડ્રોઅરમાંથી પુરુષનો મૃતદેહ નીકળતા પરિવાર સ્તબ્ધ; શોધખોળ બાદ રંજનબેનનો મૃતદેહ અત્યંત ખરાબ હાલતમાં મળ્યો.
  • તંત્રનો બચાવ: SSG ની શરમજનક બેદરકારી: કોલ્ડ રૂમમાં કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ; મૃતદેહની અદલાબદલી થતાં પરિવારનો આક્રોશ
  • ઘર્ષણના એંધાણ: હોસ્પિટલ સ્ટાફ અને પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી; તબીબોએ હુમલાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી.

વડોદરા: વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી એકવાર ગંભીર વિવાદમાં સપડાઈ છે. અમેરિકાથી માતાના અંતિમ દર્શન માટે આવેલા પુત્ર માટે તે સમય કોઈ દુઃસ્વપ્નથી ઓછો નહોતો. હોસ્પિટલના કોલ્ડ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવેલો રંજનબેન વ્યાસનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળતા પરિવારનો આક્રોશ ફાટી નીકળ્યો હતો.

https://www.instagram.com/reel/DXtOBpYDcd3/?igsh=MW84ZGE1aXhrOXYzbw==

🧐ઘટનાનો ચોંકાવનારો વળાંક:

પરિવાર જ્યારે 27 તારીખે રાખેલ મૃતદેહ લેવા પહોંચ્યો, ત્યારે ડ્રોઅર નંબર-1 માંથી રંજનબેનને બદલે કોઈ અજાણ્યા પુરુષનો મૃતદેહ નીકળ્યો હતો. ભારે શોધખોળ બાદ તેમનો મૃતદેહ ડ્રોઅર નંબર-3 માંથી મળ્યો, જે પણ અત્યંત દુર્ગંધ મારતી અને ડી-કમ્પોઝ (કોહવાયેલી) હાલતમાં હતો. પરિવારે આક્ષેપ કર્યો છે કે, તંત્રની મંજૂરી વિના અને જાણ બહાર મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો.

🏥હોસ્પિટલ તંત્રનું વલણ:

https://www.instagram.com/reel/DXtZW1ej3c5/?igsh=MXgzb2l5bHFmMDU4bw==

આ મામલે સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રંજન ઐયરે જણાવ્યું હતું કે, “આ ઘટના ટેકનિકલ ખામીને કારણે બની છે. અમે આ મામલે તપાસ માટે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવીશું.” બીજી તરફ, ફરજ પરના તબીબોએ પણ પરિવારે તેમના પર હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ડૉ. ઐયરે ઉમેર્યું કે, હોસ્પિટલ મૃતદેહો મામલે સંવેદનશીલ છે અને કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા વધારવા માટે અગાઉથી માંગણી કરવામાં આવી હતી.

👉એક પુત્ર વિદેશથી પોતાની માતાને છેલ્લી વાર જોવા માટે આશાઓ લઈને આવ્યો હતો, પરંતુ સયાજી હોસ્પિટલની વહીવટી નિષ્ફળતાએ તે અંતિમ ક્ષણોને કાયમ માટે કડવી બનાવી દીધી છે. ટેકનિકલ ખામી કે માનવીય ભૂલ, જવાબદારી કોની? તે હવે તપાસનો વિષય છે.

Continue Reading
International4 hours ago

ફ્રાંસમાં પ્લેન ક્રેશ : સ્કાઈડાઈવિંગનો પહેલો અનુભવ અંતિમ સાબિત થયો, નર્સિંગના વિદ્યાર્થીઓ અને ઈન્સ્ટ્રક્ટર્સ સહિત 11 ના મોત

Vadodara4 hours ago

કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી: વીજ થાંભલા પર કામ કરતા શ્રમિકને જોરદાર વીજ કરંટ, જીવ અધ્ધરતાલ

Savli5 hours ago

સાવલીમાં આગનું તાંડવ: લામડાપુરા નજીક ઔદ્યોગિક કચરામાં લાગેલી આગથી આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા

Vadodara8 hours ago

કાગળ પર વિકાસ, રસ્તા પર ખાડા: દોઢ વર્ષથી બંધ રોડ અને ચોમાસા પૂર્વેની અધૂરી કામગીરીથી શહેરીજનો ત્રાહિમામ

Dabhoi9 hours ago

ડભોઇ: વિદેશી દારૂનો 4.42 લાખનો જથ્થો ઝડપાયો, પાયલોટિંગ કરતી ઈકો સાથે બે શખ્સો જેલભેગા

Gujarat1 day ago

બાળ સુરક્ષા સામે સવાલ: ઇન્ટરનેશનલ સ્કૂલમાં સફાઈ કામદાર દ્વારા બાળકીને ધમકી અને શારીરિક અડપલાંની ગંભીર ઘટના

Vadodara1 day ago

હાઈવે પર ચક્કાજામ: 200થી વધુ સોસાયટીના રહીશો રસ્તા પર ઉતર્યા, “વૈકલ્પિક રસ્તો આપો, પછી કટ બંધ કરો”ની માંગ

Vadodara1 day ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara2 days ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Vadodara5 days ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Vadodara1 week ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Vadodara1 week ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara1 week ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Vadodara2 weeks ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara2 weeks ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Trending