Connect with us

Savli

સાવલીમાં મોતનું નેટવર્ક: ગેસ ટેન્કર બનાવવામાં મોટું કૌભાંડ; શ્રીધર ઇન્ડસ્ટ્રિઝ અને કોલકત્તાની એજન્સી સામે પોલીસ ફરિયાદ

Published

on

  • જીવ સાથે ચેડાં: સાવલીના મોક્સી ગામે આવેલી કંપનીમાં એલપીજી ટેન્કર બનાવવામાં ગંભીર ગેરરીતિ; સુરક્ષાના માપદંડો નેવે મુકાયા.
  • પોલીસ ફરિયાદ દાખલ: પેસો (PESO) ના જોઈન્ટ ચીફ કન્ટ્રોલરે કોલકત્તાની થર્ડ પાર્ટી એજન્સીના બે ઇન્સ્પેક્ટરો અને શ્રીધર ઇન્ડસ્ટ્રિઝ સામે નોંધાવી ફરિયાદ.
  • ટેન્કરની જાડાઈમાં ગોટાળા: નિયત 18 એમએમને બદલે 16.92 એમએમથી પણ ઓછી જાડાઈના ટેન્કર બનાવી લોકોના જીવ જોખમમાં મૂક્યા.
  • ખોટા સર્ટિફિકેટનું કારસ્તાન: કોલકત્તાની કંપનીએ નિયમોનું ઉલ્લંઘન કરી બનાવટી માહિતીના આધારે સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા હોવાનો ઘટસ્ફોટ.

વડોદરા: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્સી ગામે આવેલી ‘શ્રીધર ઇન્ડસ્ટ્રિઝ’ કંપની દ્વારા પેટ્રોલિયમ અને એલપીજી ગેસના ટેન્કર (વેસલ્સ) બનાવવામાં ગંભીર બેદરકારી અને ગેરરીતિ આચરવામાં આવતી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે આખરે ‘પેસો’ (Petroleum and Explosives Safety Organization) દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

શું છે સમગ્ર કૌભાંડ?

વડસર સ્થિત કન્ટ્રોલર ઓફ એક્સપ્લોઝિવની કચેરીના જોઈન્ટ ચીફ કન્ટ્રોલર અશોકકુમાર પુરુષોત્તમ કુમારે કોલકત્તાની ‘મેસર્સ ઇન્ડસ્ટ્રિયલ મેનેજમેન્ટ કાઉન્સિલ’ અને ‘શ્રીધર ઇન્ડસ્ટ્રિઝ’ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મે-2024માં મળેલી ફરિયાદ બાદ, જાન્યુઆરી-2025માં હાથ ધરવામાં આવેલા તપાસમાં ટેન્કરની બનાવટમાં મોટી ક્ષતિઓ મળી આવી હતી.

તપાસમાં જાણવા મળ્યું કે, ટેન્કરની પ્લેટની નિર્ધારિત જાડાઈ 18 એમએમ હોવી જોઈએ, જેની જગ્યાએ તે 16.92 એમએમથી પણ ઓછી હતી. આટલું ઓછું હોય તેમ, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સીના ઇન્સ્પેક્ટરો એ. ભટ્ટાચાર્ય અને જે. ચૌધરીએ ટેન્કર બનાવવાની કામગીરીનું સ્ટેપ-બાય-સ્ટેપ નિરીક્ષણ કર્યા વગર જ ખોટી વિગતો લખી સર્ટિફિકેટ ઇસ્યુ કરી દીધા હતા.

🧐લોકોના જીવન સાથે ખેલ:

આ પ્રકારના હલકી કક્ષાના ગેસ ટેન્કર રસ્તા પર દોડતા હોય ત્યારે તે ગમે ત્યારે મોટા અકસ્માત કે વિસ્ફોટનું કારણ બની શકે છે. કંપનીની આ બેદરકારી સીધી રીતે જ સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય અને જીવન સાથેનો ખેલ છે. તંત્ર દ્વારા હવે આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોની પણ તપાસ હાથ ધરવામાં આવશે.

🫵ગેસ ટેન્કર જેવા સંવેદનશીલ વ્યવસાયમાં આ પ્રકારની ગંભીર બેદરકારી માફીને પાત્ર નથી. પોલીસ તપાસમાં હવે એ સ્પષ્ટ થશે કે આ કૌભાંડ પાછળ કેટલા મોટા માથાઓનો હાથ છે.

Continue Reading
Vadodara27 minutes ago

વડોદરા: મકરપુરા વિસ્તારમાં વિદેશી દારૂના વેચાણ પર પોલીસનો સપાટો; બે શખ્સો ઝડપાયા, ચાર વોન્ટેડ

Gujarat11 hours ago

આણંદ: ચિખોદરામાં ગેસ લાઈનમાં ભભૂકી આગ; ફાયર વિભાગની સમયસૂચકતાથી મોટો અકસ્માત ટળ્યો

Vadodara23 hours ago

અકોટા જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો: દાહોદ ભાગવાની તૈયારીમાં રહેલા ત્રણ તસ્કરો ક્રાઈમ બ્રાન્ચની ઝપટે

Editor's Exclusive24 hours ago

ધારાસભ્યોની વાત સાચી પડી, સરકારી તંત્ર પાસે કામ કરાવવું યુદ્ધ લડવા સમાન અઘરું!, વરણામા ગ્રામ પંચાયતને થયો કડવો અનુભવ!

Savli1 day ago

વડોદરા: એક તરફ ગામડાઓ પાણી માટે વલખા મારે છે, બીજી તરફ સાવલી-જરોદ રોડ પર હજારો લીટર પાણીનો બગાડ!

Vadodara1 day ago

વડોદરા: પ્રી-મોન્સૂન કામગીરીનો ફિયાસ્કો! વરસાદ વગર જ જેતલપુર રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ; તંત્રની પોલ ખુલ્લી

Karjan-Shinor1 day ago

નર્મદા નદીમાં સ્નાન કરવા ગયેલા રબારી પરિવારના બે યુવકોના ડૂબી જવાથી મોત; રેતીના ગેરકાયદે ખોદકામ સામે આક્ષેપો

Vadodara1 day ago

જનસેવકને ભાવભીની વિદાય: ધારાસભ્ય યોગેશભાઈ પટેલ પંચમહાભૂતમાં વિલીન; અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara6 days ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara1 week ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia2 weeks ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli3 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara4 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara1 month ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra1 month ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara1 month ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Trending