Connect with us

Vadodara

મંજુસર GIDCમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં ભીષણ આગ, કરોડોના નુક્શાનનું અનુમાન

Published

on

વડોદરા જીલ્લાની મંજુસર GIDCમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે જેમાં ગત રાત્રીના સમયે પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેકટરીમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. સાવલી તેમજ મંજુસર GIDCના 4 જેટલા ફાયર ફાઈટરો આગ પર કાબુ મેળવવા માટે કામે લાગ્યા હતા.



પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાની મંજુસર GIDCમાં  કે.બી પ્લાસ્ટિક નામક ફેકટરી આવેલી છે જ્યાં પ્લાસ્ટિકના ભંગાર માંથી પ્રોસેસિંગ દ્વારા પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવે છે. ગત રાત્રીના સમયે કંપની પરિસરમાં પડેલા પ્લાસ્ટીલના ભંગારમાં અચાનક આગ લાગવા પામી હતી. જેની જાણ ફાયરબ્રિગેડને થતા તાબડતોબ 4 જેટલા ફાયરફાઈટર વાહનો સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા.

Advertisement



મહત્વની વાત એ છે કે,મંજુસર GIDCમાં જ્યારે જ્યારે આગની ઘટના બને છે ત્યારે ફાયરબ્રિગેડને પાણી મળી રહે તેવો કોઈ નિયત સ્ત્રોત નથી. જેના કારણે આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં ભારે વિલંબ થાય છે. 5 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. જોકે ત્યાં સુધી સમગ્ર કંપનીનો શેડ આગમાં સ્વાહા થઈ ગયો હતો.

Advertisement
Continue Reading
Advertisement

Vadodara

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં બંધ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ, ગોડાઉનનો શેડ તથા દીવાલો ધરાસાઈ થઇ ગઈ

Published

on


વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં બંધ કંપનીના મોટા ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગ એટલી વિકરાળ હતી કે તેના કારણે ગોડાઉનનો સ્લેબ પણ બેસી ગયો હતો. જોકે, ફાયર વિભાગની સાત ટીમો દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના નવાયાર્ડ વિસ્તારમાં ફૂલવાડી ચોકડી નજીક છેલ્લા 25 વર્ષથી બંધ પડેલ અપાર કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં બેડ સીટ ફોર્મ મટિરિયલ હતું. જેના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બંધ કંપનીમાં લાગેલ વિકરાળ આગમાં બ્લાસ્ટ પણ થયા હતા.જેના કારણે ગોડાઉનનો શેડ તથા દીવાલો ધરાસાઈ થઇ ગઈ હતી.

Advertisement

આ અંગેની જાણ થતા જ વડીવાડી, છાણી ટીપી 13 ફાયર સ્ટેશનના ફાયર લાશ્કરો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા કામે લાગ્યા હતા. ફાયર ટેન્કર, ફાયર બાહુબલી સહીતની 15 થી વધુ ફાયર ગાડીઓ આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા હતા. આગ પર કાબુ મેળવવા ફાયર રોબર્ટ ની મદદ થી આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને આખરે ભારે જહેમત બાદ ફાયર લાશ્કરોએ આગ પર કાબુ મેળવ્યો. જેના બાદમાં આગ ફરીથી ફાટીના નીકળે તે માટે હાલ ફાયર લાશ્કરો દ્ધારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની સામે આવી નથી.

Advertisement
Continue Reading

Vadodara

વારંવાર વીજળી ડૂલ થતા ત્રાસેલા લોકોની અકોટા વીજ કંપનીએ તોડફોડ

Published

on


શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી જુદા જુદા વિસ્તારોમાં એમજીવીસીએલ સામે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગત રાત્રીએ અકોટા વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી ખાતે વીજળી ડૂલ થવાની સમસ્યાને લઈ રજૂઆત માટે પહોંચેલા સન ફાર્મા રોડ ઉપર આવેલી અનેક સોસાયટીના લોકોએ વીજ વાયરો સળગાવી તોડફોડ કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

Advertisement

શહેરમાં સ્માર્ટ મીટરોના વિરોધ બાદ હવે લોકોના ઘરોમાં વીજળી ગુલ થતા વિવિધ વીજ કચેરીએ લોકોના મોરચા અડધી રાત્રે પહોંચી રહ્યા છે. લોકોના મગજનો પારો હવે સાતમા આસમાને પહોંચ્યો છે. અધિકારીઓ ફોન નથી ઉપાડતા તેવા આક્ષેપો થઈ રહ્યા છે. ગત રાત્રે અકોટા વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી ખાતે વીજળી ડૂલ થવાની સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત લઈ પહોંચેલા સનફાર્મા રોડ પર આવેલી જેનબ રેસિડેન્સી, આસ્થા ફ્લેટસ, સામ્યા ફ્લેટ, ગોલ્ડન હાઈટ્સ, અજિત નગર સહિત સમગ્ર સનફાર્મા રોડ વિસ્તારના લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી.

Advertisement

લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા આઠ દિવસથી દર રોજ રાત્રે લાઇટો ડુલ થઈ રહી છે જે સવારે ચાર ચાર વાગે આવે છે. અમારા ઘરે નાના બાળકો, વૃદ્ધો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. અન્ય એક વીજ ગ્રાહકે જણાવ્યું હતું કે, મારી દીકરી ગર્ભવતી છે એને આઠમો મહિનો ચાલી રહ્યો છે. આ કાળજાળ ગરમીમાં હું એને નીચે ગાર્ડનમાં બેસાડીને આવ્યો છું.

કાલ ઊઠીને કોઈ ઘટના બનશે તો જીઇબી વાળા જવાબદારી લેશે? જ્યારે અન્ય એક વીજ ગ્રાહકે જણાવ્યું હતું કે, મારા ઘરે હાર્ટ પેશન્ટ છે. વીજ બીલ ભરવા છતાં પણ લાઈટો કટ થઈ રહી છે કારણ જણાવતા નથી કે શું ફોલ્ટ છે? અધિકારીઓ ફોન ઉપાડતા નથી. નહિ સાંભળે તો હવે તોડફોડ વાળી શરૂ થઈ ગઈ છે. ના છૂટકે હવે અમારે આ પગલું ભરવું જ પડશે.

લોકોના ઘરોમાં કનેક્શન કટ કરવા આવે છે. ત્યારે એક મિનિટનો સમય નથી લગાવતા, પૂછ્યા વગર કટ કરી જાય છે અને અત્યારે જ્યારે લોકો બિલ ભરી રહ્યા છે, તેવા લોકોના ઘરોમાં પણ વીજળી કટ થઈ રહી છે.

Advertisement

અન્ય એક ગ્રાહકે જણાવ્યું હતું કે, સરકારે જે જીઇબીનું ખાનગીકરણ કર્યું એમજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ એ ખૂબ જ ખોટું પગલું ભર્યું છે. ખાનગી કંપનીઓના હવાલે કરી દીધું છે. જે ફક્ત અને ફક્ત રૂપિયા ઉઘરાવવામાં ઇચ્છે છે અને હવે આ લોકો પ્રિપેડ મીટરને લાવ્યા, આ બધા નાટકો અલગ અલગ લાવી રહ્યા છે. આટલી બધી કાળઝાળ ગરમીમાં અડધી રાત્રે નાના નાના બાળકો વૃદ્ધો હાર્ટ પેશન્ટો જાય ક્યાં બધા રોડ ઉપર આવી ગયા છે. હાલમાં તો ઘરે ઘરે વીજળી ઉત્પન્ન થઈ રહી છે તેવું સરકાર કરી રહી છે. તો વીજળી જાય છે ક્યાં? પાંચ રાજ્યોને આપણે વીજળી પૂરી પાડીએ છીએ પણ ગુજરાતના વડોદરાની હાલત બદતર થઈ ગઈ છે.

Advertisement
Continue Reading

Vadodara

ગંદા પાણીની ફરિયાદના પગલે પાલિકા તંત્રએ કૉમ્પ્લેક્ષની જ પાણીની લાઈન કાપી નાખતા ભર ઉનાળે 300 પરિવારોને હાલાકી

Published

on

શહેરના આજવા રોડ પર ખાતે આવેલ ફાતિમા કૉમ્પ્લેક્ષમાં છેલ્લા કેટલાક દિવસોથી ગંદુ પાણી આવતું હોવાના કારણે અહીંના રહીશોએ આ અંગે તંત્ર સમક્ષ ફરિયાદ કરી હતી. ત્યારે પાલિકાના કર્મચારીઓ અહીં આવીને પાણીની લાઈને કાપીને જતા રહેતા અંદાજે 300 જેટલા મકાનના રહીશોએ ભર ઉનાળે પાણી વિના ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

https://www.instagram.com/reel/C7Lsk_HIb8P/?igsh=MWtmNHNlcnB4Y2lkYw==

શહેરના આજવા રોડ ખાતે આવેલ ફાતિમા કોમ્પ્લેક્સમાં હાલ પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. અહીંના રહીશોનું કહેવું છે કે, અમારે ત્યાં ગંદુ પાણી આવતું હતું જેથી અમે આ અંગે તંત્રને જાણ કરી હતી. ત્યારબાદ તંત્રએ અહીં આવી લાઈન ખરાબ હોવાનું જણાવી તે પાણીની લાઈન કાપી કાઢી છે અને ત્યારબાદ પાણી અપાતું બંધ થઈ ગયું છે. ભર ઉનાળે ત્રણ દિવસથી લોકોને પૂરતું પાણી મળતું નથી.

Advertisement

હાલ માત્ર અડધો કલાક પાણી આવે છે તે 300 જેટલા પરિવારોને પૂરું પાડી શકે તેમ નથી. અમારી માંગ છે કે, જ્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ ના આવે ત્યાં સુધી રોજ કોર્પોરેશન પાણીનો બંબો મોકલી અમને તેનો પુરવઠો ઉપલબ્ધ કરાવે. અધિકારીઓએ એપાર્ટમેન્ટ તરફ આવતી મુખ્ય લાઈન તપાસવાના બદલે અમારા એપાર્ટમેન્ટની લાઈન કાપી નાખી છે તે ખોટું કર્યું છે.

Advertisement
Continue Reading
Advertisement

Trending