Connect with us

Vadodara

ભારે પડી માનવતા: વડોદરામાં અકસ્માતગ્રસ્ત યુવકને ઉભો કરવા ગયેલા ફોટોગ્રાફરની આંખ ફોડી નાખી

Published

on

  • મદદ કરનારને મળી સજા: નવાપુરામાં મોપેડ સ્લીપ થતા યુવકને ઉભો કરવા ગયેલા જયેશ ઠાકોર પર હુમલો; આંખનો પડદો ફાટી જતા આજીવન દ્રષ્ટિ ગુમાવી.
  • ઉશ્કેરાયેલો હુમલાખોર: “મને અડવું નહીં” કહી ગોયાગેટના કૌશિક રાજપુતે મદદે આવનારને માર્યો જોરદાર મુક્કો.
  • માનવતા શરમાઈ: મદદના બદલે મળી લોહીલુહાણ ઈજા; ઈજાગ્રસ્ત ફોટોગ્રાફર ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ.
  • પોલીસ કાર્યવાહી: નવાપુરા પોલીસે હુમલાખોર કૌશિક રાજપુત સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા.

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં એક તરફ ‘માનવતા’ ના ઉદાહરણો આપવામાં આવે છે, ત્યારે નવાપુરા વિસ્તારમાં બનેલી એક ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. અહીં એક મોપેડ ચાલકને અકસ્માતમાંથી બચાવવા અને તેને ઉભો કરવા દોડેલા નિર્દોષ યુવાનને પોતાની એક આંખની દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે.

📌ઘટનાની વિગત:

ગઈ તા. 8 એપ્રિલના રોજ સાંજે નવાપુરામાં રહેતા અને વ્યવસાયે ફોટોગ્રાફર એવા જયેશ ચંપકભાઈ ઠાકોર આર.વી. દેસાઈ રોડ પર દશામાના મંદિર પાસે બેઠા હતા. આ દરમિયાન ગોયાગેટ સોસાયટીમાં રહેતો કૌશિક રાજપુત તેની મોપેડ પરથી પસાર થતી વખતે અચાનક સ્લીપ ખાઈ જતા રોડ પર પટકાયો હતો. એક જાગૃત નાગરિક તરીકે જયેશ અને તેનો મિત્ર દુર્ગેશ તેને ઉભો કરવા અને મદદ કરવા માટે તુરંત દોડી ગયા હતા.

🧐મદદના બદલે મુક્કો:

જયેશ જેવો કૌશિકને ઉભો કરવા ગયો કે તરત જ કૌશિક “મને અડવું નહીં” કહીને અચાનક ઉશ્કેરાઈ ગયો હતો. તેણે જયેશ ઠાકોરને ડાબી આંખ પર અત્યંત જોરથી મુક્કો માર્યો હતો. હુમલો એટલો જોરદાર હતો કે જયેશની આંખમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી હતી. લોહીલુહાણ હાલતમાં જયેશને જોઈ લોકો એકઠા થતા આરોપી કૌશિક રાજપુત ત્યાંથી નાસી છૂટ્યો હતો.

⚠️આજીવન અંધાપો:

ઈજાગ્રસ્ત જયેશને તાત્કાલિક સયાજી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તબીબોના જણાવ્યા અનુસાર, આંખમાં ગંભીર ઈજા થવાને કારણે અંદરનો પડદો ફાટી ગયો છે અને જયેશે આજીવન માટે એક આંખની દ્રષ્ટિ ગુમાવી દીધી છે. એક ફોટોગ્રાફર માટે જે આંખ તેનું આજીવિકાનું સાધન હતી, તે ગુમાવતા પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.

🚨પોલીસ કાર્યવાહી:

આ મામલે નવાપુરા પોલીસે આરોપી કૌશિક રાજપુત વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે. માનવતા દાખવનારને મળેલી આ સજા જોઈને શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

🫵જો મદદ કરવા બદલ આવી સજા મળતી હોય, તો સમાજમાં માનવતા કેવી રીતે ટકશે? તે મોટો સવાલ છે.

Continue Reading
National6 minutes ago

મોટી હોનારત: મથુરામાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરેલી હોડી પલટી; 8 લોકો ડૂબ્યા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

Vadodara1 hour ago

ભારે પડી માનવતા: વડોદરામાં અકસ્માતગ્રસ્ત યુવકને ઉભો કરવા ગયેલા ફોટોગ્રાફરની આંખ ફોડી નાખી

Vadodara2 hours ago

વડોદરામાં દુમાડ બ્રિજ ડમ્પરે દંપતીને કચડ્યું, લોહીલુહાણ પતિનું માથું ખોળામાં લઈ પત્નીએ કર્યા આક્રંદ

Vadodara3 hours ago

વડોદરા: માંજલપુરમાં હુમલો કરી નાસી છૂટેલી ત્રિપુટીને પોલીસે ગણતરીના કલાકોમાં પકડ્યા

Vadodara3 hours ago

હચમચાવતી દુર્ઘટના: વડોદરા બસ સ્ટેન્ડ પર છત પડતા એક વ્યક્તિ મોત, ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

Vadodara4 hours ago

“₹2000 આપ, નશો કરવો છે”: વડોદરામાં પૈસા માટે યુવકને લોખંડની પાઇપથી ફટકાર્યો, ₹1500ની લૂંટ

Vadodara4 hours ago

વડોદરા: “પાણી નહીં તો વોટ નહીં” અટલાદરાના કોઠી ફળિયામાં પાલિકા સામે આક્રોશ, મહિલાઓએ ઠાલવી વેદના

Gujarat19 hours ago

દાહોદ ભાજપમાં મહા-ભૂકંપ: દિગ્ગજોના પત્તા કપાયા! 43 નવા ચહેરાઓને લોટરી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 days ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara3 days ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara3 days ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara4 days ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Gujarat4 days ago

હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

Vadodara1 week ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Vadodara2 weeks ago

સ્માર્ટ સિટી વડોદરા: ગેસ બોટલની અછત વચ્ચે પાઈપલાઈન ગેસ લેવા પડાપડી; ફોર્મ ના પૈસા માં વધારો

Vadodara2 weeks ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Trending