Connect with us

Vadodara

વડોદરા: કારેલીબાગમાં ‘રજવાડી ચા’ પાસે ચાલતા જુગારધામ પર LCBનો દરોડો; આંક-ફરકનો જુગાર રમાડતા 4 શખ્સો ઝડપાયા

Published

on

  • ઝોન-૪ LCB એક્શન મોડમાં: લાલજીકુઇ ત્રણ રસ્તા પાસે જાહેર રોડ પર ચાલતા આંક-ફરકના જુગારનો પર્દાફાશ.
  • બાતમીના આધારે રેડ: .રજવાડી ચાની બાજુમાં ગ્રાહકો પાસે આંકડા લખતા માજીદ અને તેના રાઈટર મોઈન સહિત ૪ની ધરપકડ.
  • મુદ્દામાલ જપ્ત: રોકડા ₹૨૪,૮૫૦ અને ૪ મોબાઈલ ફોન મળી કુલ ₹૪૭,૮૫૦ની મત્તા પોલીસે કબજે કરી.
  • પોલીસની લાલ આંખ: પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તેનાબૂદ કરવા કમિશનર નરસિમ્હા કોમારના આદેશથી કડક કાર્યવાહી.

વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં જાહેર માર્ગ પર આંક-ફરકનો જુગાર રમાડતા તત્વો સામે ઝોન-૪ એલ.સી.બી. (LCB) એ લાલ આંખ કરી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને જેસીપી નીલેશ જાજડિયાની સૂચના હેઠળ પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે શરૂ કરાયેલી ઝુંબેશ અંતર્ગત પોલીસે સફળ દરોડો પાડી ૪ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

🚨દરોડાની વિગત:

ઝોન-૪ ડીસીપી પન્નુ સપાનના માર્ગદર્શન હેઠળ LCB ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ નટવરસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, લાલજીકુઇ ત્રણ રસ્તા પાસે આવેલી રજવાડી ચાની બાજુમાં માજીદ નામનો શખ્સ અને તેનો રાઈટર મોઈન જાહેર રોડ પર ઊભા રહી મોબાઈલ અને ચિઠ્ઠીઓમાં આંક-ફરકના આંકડા લખી જુગાર રમાડે છે. બાતમીના આધારે પોલીસે ઓચિંતો દરોડો પાડતા સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી.

🧐ઝડપાયેલા આરોપીઓ:

પોલીસે સ્થળ પરથી આંકડા લખતા અને જુગાર રમતા કુલ ૪ ઇસમોને દબોચી લીધા હતા:

૧. માજીદખાન અબ્દુલમુસ્તફા પઠાણ (રહે. નાગરવાડા)

૨. મોઈન ઇબ્રાહીમભાઈ શેખ (રહે. સલાટવાડા)

૩. હુસેનખાન મહેમૂદખાન પઠાણ (રહે. હાથીખાના)

૪. રિયાઝ સિરાજભાઈ શેખ (રહે. હાથીખાના)

👮રિકવરી અને કાર્યવાહી:

પોલીસે આરોપીઓ પાસેથી રોકડા ₹૨૪,૮૫૦, આશરે ₹૨૩,૦૦૦ની કિંમતના ૪ મોબાઈલ ફોન અને આંકડા લખેલી ચિઠ્ઠીઓ મળી કુલ ₹૪૭,૮૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ ૧૨(અ) મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાહેર રોડ પર અડ્ડો જમાવીને બેઠેલા આ જુગારીઓ સામે પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.

Continue Reading
Vadodara14 hours ago

વડોદરા : સયાજીગંજ પોલીસનો સપાટો; પ્રતાપગંજમાંથી લાખોના વિદેશી દારૂના જથ્થા સાથે કાર ઝડપાઈ

Editor's Exclusive17 hours ago

જીલ્લા ભાજપમાં નવા સિદ્ધાંતો પ્રસ્થાપિત થયા, શું પ્રમુખ હવે મહામંત્રીને રીપોર્ટ કરશે ?

Vadodara18 hours ago

વાઘોડિયા વિસ્તારમાં ગરીબીની પરાકાષ્ઠા! અંતિમ સંસ્કાર માટે પૈસા કે સગવડનો અભાવ; ઝૂંપડપટ્ટીમાં જ પત્નીએ કર્યા પતિના અંતિમ સંસ્કાર

Vadodara19 hours ago

દિવાળીપુરામાં અકસ્માત બાદ નબીરાનો ઉદ્ધત જવાબ “કોઈને કંઈ થયું તો નથી ને?”: શું કાયદો અમીરો માટે અલગ છે?

Vadodara20 hours ago

“નગ્ન વીડિયો ઉતારી ધમકી”: મોબાઈલ પાછો માંગવો યુવકને પડ્યો મોંઘો; આરોપીઓએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી

Gujarat21 hours ago

ગુજરાતની મનપામાં નવા શાસકો: અમદાવાદ, પોરબંદર અને મહેસાણા સહિત અનેક શહેરોમાં નવા સુકાનીઓની પસંદગી

Vadodara2 days ago

“ચોમાસામાં વડોદરા અંધારામાં ડૂબશે!”; MGVCL ના વહીવટ સામે કર્મચારીઓ રણમેદાનમાં, મેન્ટેનન્સના અભાવે અકસ્માતનો ખતરો

Vadodara2 days ago

“અમારા નુકસાનનું વળતર કોણ આપશે?”: હાઈ વોલ્ટેજથી ભાયલીમાં હાહાકાર; વીજ વિભાગના જવાબથી સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Waghodia4 days ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli1 week ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara3 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara3 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra3 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara3 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara3 weeks ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara4 weeks ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Trending