Connect with us

Vadodara

વડોદરા: જાંબુઆ બ્રિજ પાસે કાળમુખો અકસ્માત; નવી રિક્ષા છોડાવીને આવતા બે ભાઈઓને આઈસરે ફંગોળ્યા

Published

on

  • ખુશી માતમમાં ફેરવાઈ: ગઈકાલે જ કરજણથી નવી રિક્ષા લીધી ને આજે પાસિંગ કરાવીને આવતા નડ્યો અકસ્માત.
  • ભીષણ ટક્કર: પૂરપાટ ઝડપે આવતી આઈસરે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા પલટી ખાઈ ગઈ; આઈસર ચાલકની બ્રેક ફેઈલ હોવાનો દાવો.
  • લોહીલુહાણ હાલત: રિક્ષામાં સવાર બે ભાઈઓ ઇજાગ્રસ્ત; પાછળ બેઠેલા યુવકને માથામાં ગંભીર ઇજા થતા SSGમાં ખસેડાયા.
  • ડ્રાઈવર પણ ઇજાગ્રસ્ત: અકસ્માતમાં આઈસરના ડ્રાઈવરને પણ પગમાં પહોંચી ઇજા.

વડોદરા: શહેરના જાંબુઆ બ્રિજ પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં નવી રિક્ષા છોડાવીને ઘરે પરત ફરી રહેલા બે ભાઈઓને કાળમુખી આઈસરે અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભીષણ હતો કે રિક્ષા રસ્તા પર જ પલટી મારી ગઈ હતી અને તેમાં સવાર બંને ભાઈઓ લોહીલુહાણ થયા હતા.

ઘટનાની વિગત:

મળતી માહિતી મુજબ, ભોગ બનનાર પરિવારે ગઈકાલે જ કરજણથી નવી રિક્ષા ખરીદી હતી. આજે દરજીપુરા ખાતે રિક્ષાનું પાસિંગ કરાવીને બંને ભાઈઓ પરત ફરી રહ્યા હતા ત્યારે જાંબુઆ બ્રિજ પાસે પાછળથી પૂરપાટ ઝડપે આવતી એક આઈસર ગાડીએ રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ નવી નકોર રિક્ષા પલટી ખાઈ ગઈ હતી.

🛺ઇજાગ્રસ્તોની સ્થિતિ:

રિક્ષામાં આગળ બેઠેલા ભાઈને પગમાં ઇજા પહોંચી છે, જ્યારે પાછળ બેઠેલા ભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેમને વધુ ઇજા હોવાનું જાણવા મળી રહ્યું છે.

🚚આઈસર ચાલકનો દાવો:

આ અકસ્માતમાં આઈસર ગાડીને પણ નુકસાન થયું છે અને તેના ચાલકને પણ પગમાં ઇજા પહોંચી છે. આઈસર ચાલકના જણાવ્યા અનુસાર, તેની ગાડીની સ્પીડ 50-55 ની હતી અને અચાનક બ્રેક ન વાગવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

🧐સ્થાનિકો નું કહેવું છે અમે વારવાર સ્પીડબ્રેકર ની માગ કરી છે. છતાં તંત્ર ઉંઘ માં જ છે.નવી રિક્ષાની ખુશી ક્ષણભરમાં ચિંતામાં ફેરવાઈ ગઈ છે. રસ્તા પર દોડતા ભારે વાહનોની સ્પીડ અને બ્રેકની ખામી નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે.

Continue Reading
Vadodara10 hours ago

વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગાંજાના 1.715 કિલોગ્રામ જથ્થા સાથે એક કુખ્યાત શખ્સની ધરપકડ

Vadodara13 hours ago

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: શિક્ષિકા બહાર જતાં જ 17 વર્ષના સગીર ભાઈએ રૂમ બંધ કરી 10 વર્ષની બાળકીની કરી છેડતી

Vadodara14 hours ago

વડોદરામાં જનતાનો રોષ સાતમા આસમાને પ્રિ-મોન્સુન કામગીરીની પોલ: પાલિકાએ “સાવધાન વડોદરા”ના બોર્ડ લગાવી સંતોષ માન્યો

Vadodara15 hours ago

તરસાલીમાં ઉગ્ર વિરોધ: મૂળભૂત સુવિધાઓના અભાવે 200 થી 300 રહેવાસીઓએ બિલ્ડરની ઓફિસનો કર્યો ઘેરાવ

Vadodara15 hours ago

વડોદરામાં અચાનક મોત: ગોરવા-સમતાની સોસાયટીમાં એકલા રહેતા વડીલનું જમ્યા બાદ શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ

Waghodia17 hours ago

વિકસિત ગુજરાતની વાસ્તવિકતા: વાઘોડિયાના ખોયા ગામમાં કાદવ-કીચડ અને ભરાયેલા પાણીમાંથી કાઢવી પડી અંતિમયાત્રા

Vadodara22 hours ago

શહેરના શરાબના નશામાં અકસ્માત કરતા નબીરાઓ પર ક્યારે લગામ લાગશે?,આજવા રોડ પર સર્જાયેલા અકસ્માતે વધુ સવાલો ઉભા કર્યા

International1 day ago

સતત બીજી ઘટના : યુક્રેનમાં ભારતીય જહાજ પર હુમલો: 2 નાવિકો સુરક્ષિત, 2 ગુમ નાગરિકોની શોધખોળ ચાલુ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara5 days ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi6 days ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara2 weeks ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara2 weeks ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor2 weeks ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara2 weeks ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara2 weeks ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra2 weeks ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Trending