Connect with us

Padra

પાદરા: ખેતરની ઓરડીમાં ચાલતું ‘મીની બાર’ ઝડપાયું; LCB એ પિતા-પુત્રની કરી ધરપકડ, ₹4.11 લાખનો મુદ્દામાલ જપ્ત

Published

on

  • ખેતરમાં દરોડો: પાદરાના બજરંગનગર પાછળ આવેલા ખેતરમાંથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો.
  • પિતા-પુત્ર જેલભેગા: દારૂનું છૂટક વેચાણ કરતા પૃથ્વી પટેલ અને રીંકીન પટેલને એલસીબીએ રંગેહાથ ઝડપ્યા.
  • મુદ્દામાલ જપ્ત: 656 નંગ દારૂની બોટલો, મોબાઈલ અને ગાડી મળી કુલ ₹4.11 લાખનો સામાન પોલીસ કબ્જે કર્યો.
  • સપ્લાયર ફરાર: વડોદરાના તરસાલીનો શંભુ માળી દારૂ સપ્લાય કરી થયો ફરાર; પોલીસ દ્વારા શોધખોળ તેજ.

પાદરા: વડોદરા જિલ્લા એલસીબી (LCB) એ પાદરા નગર વિસ્તારમાં દારૂના ગેરકાયદેસર વેચાણ પર મોટો પ્રહાર કર્યો છે. પાદરાના બજરંગનગર પાછળ આવેલા એક ખેતરમાં દારૂનો જથ્થો સંતાડીને વેચાણ કરવામાં આવતું હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

🚨પિતા-પુત્રની ધરપકડ:

પોલીસને માહિતી મળી હતી કે મતીયા મંદિરવાળા ફળીયામાં રહેતો પૃથ્વી રીંકીનભાઈ પટેલ પોતાના ખેતરની ઓરડીનો ઉપયોગ દારૂ સંતાડવા માટે કરે છે. રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી પૃથ્વી પટેલ અને તેના પિતા રીંકીનભાઈ ભોગીલાલભાઈ પટેલને ઝડપી પાડ્યા હતા. આ પિતા-પુત્રની જોડી ખેતરમાંથી દારૂનું છૂટક વેચાણ કરતી હોવાનું બહાર આવ્યું છે.

👇જપ્ત કરાયેલો મુદ્દામાલ:

પોલીસે ખેતરની ઓરડીમાં તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની કુલ 656 નંગ દારૂની બોટલો/ક્વાર્ટર મળી આવ્યા હતા, જેની કિંમત ₹2,11,120/- આંકવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસે ગુનામાં વપરાયેલી ગાડી અને મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. સમગ્ર કામગીરી દરમિયાન કુલ ₹4.11 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

🚔સપ્લાયરની શોધખોળ:

પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા શંભુભાઈ માળીએ સપ્લાય કર્યો હતો. હાલમાં શંભુ માળી પોલીસની પકડથી દૂર છે, જેને ઝડપી પાડવા માટે પાદરા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

🧐પાદરામાં ખેતરો હવે ખેતી માટે નહીં પણ દારૂના સંગ્રહ માટે વપરાતા હોય તેમ લાગે છે, ત્યારે પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Continue Reading
Padra2 minutes ago

પાદરા: ખેતરની ઓરડીમાં ચાલતું ‘મીની બાર’ ઝડપાયું; LCB એ પિતા-પુત્રની કરી ધરપકડ, ₹4.11 લાખનો મુદ્દામાલ જપ્ત

Vadodara22 minutes ago

વડોદરા: કરચિયા યાર્ડમાં ફરજ દરમિયાન કરંટ લાગતા રેલવે ખાલાસીનું મોત; પરિવારને વળતર અને નોકરીની ખાતરી

Dabhoi47 minutes ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Gujarat2 hours ago

ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર: 254 PSI ને PI તરીકે બઢતી સાથે બદલીના આદેશ; ચૂંટણી પૂર્વે ગૃહ વિભાગનો મોટો નિર્ણય

International2 hours ago

મોંઘવારીનો ડબલ ડોઝ: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે રશિયાએ ભારત માટે તેલ અને ખાતરના દરવાજા કર્યા બંધ

Vadodara22 hours ago

વડોદરા: રામનવમી પર્વે કુંભારવાડામાં પોલીસનો એક્શન પ્લાન; શોભાયાત્રાના રૂટ પર ડ્રોન ઉડાવાયા, ધાબા ચેકિંગ શરૂ

Gujarat23 hours ago

ગુજરાત ભાજપનું નવું પાર્લામેન્ટ્રી બોર્ડ જાહેર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વરિષ્ઠ નેતાઓને કમાન

Chhotaudaipur1 day ago

બોડેલી: રેતી ભરેલા ડમ્પરનો આતંક; સ્કૂટર સવાર આધેડને 100 ફૂટ સુધી રસ્તા પર ઢસડ્યા, ગંભીર હાલતમાં વડોદરા રિફર

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Dabhoi47 minutes ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Vadodara1 day ago

વડોદરા: ઝોન-2 ના 6 પોલીસ સ્ટેશનોના લાખોની કિંમતના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું; કોયલી ચેકપોસ્ટ પાસે કરાયો નાશ

Vadodara6 days ago

વડોદરા: સુસેન રોડ પર કોર્પોરેશનનું ‘વન ડે વન રોડ’ અભિયાન, નોટિસ વિનાની કાર્યવાહીથી વેપારીઓ લાલઘૂમ.

Vadodara7 days ago

વડોદરા: તુલસીવાડીમાં યુવક પર તલવાર-ગુપ્તીથી હુમલો, હોસ્પિટલમાં પણ હુમલાખોરનો આતંક!

Vadodara1 week ago

વડોદરા: ‘કાગળ પર સ્ટોક પૂરતો, પણ બજારમાં અછત’, ગેસ માટે વેપારીઓ અને સેવાભાવી સંસ્થાઓ મજબૂર

Vadodara1 week ago

વડોદરાના નાગરવાડામાં ટ્રિપલ અકસ્માત: નશામાં ધૂત રિક્ષા ચાલકે પિતા-પુત્રને ઉડાવ્યા.

Vadodara1 week ago

ગલીએ-ગલીએ ‘નવા ડોન’નો ઉદય: મકરપુરા અને બરોડા ડેરી પાસે મારામારીના દ્રશ્યોથી ભયનો માહોલ.

Vadodara1 week ago

વડોદરામાં ખાખી પર હુમલો: કારેલીબાગમાં ઝઘડો શાંત કરાવવા ગયેલી પોલીસ પર હિંસક હુમલો.

Trending