Connect with us

Vadodara

ભીમનાથ મહાદેવ મંદિર પરિસરની કુટિરમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

Published

on

  • આજે સવારે તેમના કુટિરમાંથી એકાએક માથુ ફાડી નાંખે તેવી દુર્ગંધ આવતા સ્થાનિકોને કંઇક અજુગતું થયું હોવાની આશંકા ગઇ હતી
  • મંદિર પરિસરની કુટિરમાંથી માથુ ફાડી નાંખે તેવી દુર્ગંધ આવી
  • સ્થાનિકોએ તુરંત પોલીસને જાણ કરતા જવાનો દોડી આવ્યા
  • પોલીસ જવાનોએ દુર્ગંધથી બચવા માથુ ઢાંકીને તપાસ આરંભી

વડોદરા ના જેતલપુર બ્રિજના એક છેડે આવેલા પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર  ના પરિસરમાં આવેલા કુટિરમાં 57 વર્ષિય વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો છે. મહિલાના ઘરમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોને શંકા ગઇ હતી. તે બાદ પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ મથકના જવાનો દોડી આવ્યા છે. મહિલાનો મૃતદેહ આશરે 6 દિવસથી ઘરમાં જ પડી રહ્યો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, ભારે દુર્ગંધને પગલે સ્થાનિકો અને પોલીસ જવાનોએ પોતાનું મોઢું ઢાંકવાની ફરજ પડી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા જેતલપુરા બ્રિજના એક છેડે નવનાથ પૈકીનું ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરમાં પરિવારો વસી શકે તે માટે રહેણાંક કુટિર આવેલા છે. આ કુટિરમાં દિપાબેન ભટ્ટ નામના 57 વર્ષિય મહિલા રહેતા હતા. છેલ્લા કેટલાય દિવસોથી આસપડોશના લોકોએ તેમને જોયા ન્હતા. આજે સવારે તેમના કુટિરમાંથી એકાએક માથુ ફાડી નાંખે તેવી દુર્ગંધ આવતા સ્થાનિકોને કંઇક અજુગતું થયું હોવાની આશંકા ગઇ હતી. જેથી તેમણે તુરંત સયાજીગંજ પોલીસને જાણ કરી હતી. જાણ થતાની સાથે જ પોલીસ જવાનો દોડી આવ્યા હતા. અને વધુ તપાસ હાથ ધરી હતી.

ઉપરોક્ત મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરવા માટે વડોદરા પોલીસ વિભાગના ફોરેન્સીક ક્રાઇમ સીન મેનેજર પણ સ્થળ પર દોડી આવ્યા હતા. અને વૈજ્ઞાનિક ઢબે તપાસ આરંભી હતી. આ ઘટના સમયે મૃતકના પરિજન પણ દોડી આવ્યા હતા. પરિચીતે મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, મહિલા ઘરમાં જ હતા. તેઓ સંબંધે અમારા સાળી થાય છે. અમે અમદાવાદ રહીએ છીએ. તેઓ અહિંયા એકલા રહેતા હતા. તેઓ લાંબા સમયથી એકલવાયું જીવન જીવતા હતા.

Vadodara19 hours ago

વડોદરા પાલિકાના ‘આંગણે’ જ દારૂની મહેફિલ? સ્વચ્છતા અને દારૂબંધીના દાવાઓનો નીકળ્યો કચરો!

Vadodara20 hours ago

વડોદરામાં પ્રોહિબિશન ડ્રાઈવ: મિની બસમાંથી ઉતરેલી 3 મહિલાઓ સહિત 6 શખ્સો દારૂના જથ્થા સાથે પકડાયા

Vadodara22 hours ago

માસૂમ બાળકોના હાથમાં પુસ્તક આપો, કટોરો નહીં; વડોદરામાં ભીખ મંગાવતી મહિલા સામે પોલીસની ઐતિહાસિક કાર્યવાહી.

Vadodara22 hours ago

વડોદરામાં રવિવારે ભક્તિ, શક્તિ અને ક્રિકેટનો ત્રિવેણી સંગમ: 5,000 પોલીસ જવાનો તૈનાત

Gujarat23 hours ago

અમદાવાદમાં ભાજપનું નવું સંગઠન જાહેર: જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં પાયાના કાર્યકરોને મળી મોટી જવાબદારી

Vadodara1 day ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara2 days ago

વડોદરા: ઝોન-4 LCBની મોટી કાર્યવાહી, વાહન ચોરીના 06 ગુના ઉકેલી 2 આરોપીઓની ધરપકડ

Vadodara2 days ago

વડોદરામાં ‘શિવજી કી સવારી’ પૂર્વે દબાણ શાખાની કડક કાર્યવાહી; VIP રૂટ પરથી લારી-ગલ્લાનો સફાયો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Vadodara1 day ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara2 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara3 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Vadodara3 months ago

વડોદરા નજીક બુલેટ ટ્રેન સાઇટે 9.5 ફૂટનો મગર ફસાયો, ક્રેઈનથી થયું રેસ્ક્યુ ઓપરેશન

National3 months ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Savli4 months ago

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Trending