Connect with us

Waghodia

ખેતરમાં પાણી કેમ છોડ્યું તેમ કહીને ખેડૂત પર ટોળાએ જીવલેણ હુમલો કર્યો,પોલીસની શંકાસ્પદ ભૂમિકા

Published

on

  • ખેડૂત બચાવો બચાવોની બુમો પાડતો રહ્યો,જ્યારે હુમલાખોરો હથિયાર વડે હુમલો કરતા રહ્યા
  • ભોગ બનનાર ફરિયાદીએ 16 હુમલાખોરના નામો આપ્યા પોલીસે ફક્ત 4 સામે ગુન્હો નોંધ્યો.
  • વાયરલ થયેલા વીડિયોમાં ફરિયાદીને માર મારતા 7 થી 8 લોકો દેખાય છે છતાંય પોલીસે તપાસ કરવાની તસ્દી લીધી નહીં
  • ફરિયાદી અને તેના પરિવાર સાથે પોલીસે તોછડું વર્તન કર્યું, કહ્યું વારે ઘડીએ પોલીસ સ્ટેશન કેમ દોડી આવો છો?
  • આરોપીઓની ધરપકડ કરવામાં વાઘોડિયા પોલીસની ઢીલી નીતિ, પીડિત પરિવારને
    ધરમના ધક્કા?

વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકાના આકડીયાપુરા ગામના ખેડૂત પર ખેતરમાં પાણી છોડવા મામલે ટોળાએ હથિયારો વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત ખેડૂતને વાઘોડિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ફરિયાદી ખેડૂત દ્વારા હુમલાખોરોમાં 16 નામો પોલીસને લેખિતમાં આપવામાં આવ્યા હતા. હુમલા સમયનો વિડીયો પણ વાયરલ ઠૂંઓ હતો જેમા 7 થી 8 જેટલા હુમલાખોરો દેખાતા હોવા છતાંય પોલીસે ફક્ત 4 વ્યક્તિઓ સામે ગુન્હો દાખલ કરતા પોલીસની ભૂમિકા પર પીડિત પરિવારે સવાલો ઉભા કર્યા છે.

https://www.instagram.com/reel/DFu3R6nhiA9/?igsh=a3R4OHQzM3NlZzdo

પોલીસ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ પ્રમાણે ફરિયાદી મહેશભાઈ મથુરભાઈ પરમાર 5 ફેબ્રુઆરીએ ટ્રેકટરમાં નાંખવા માતેડીઝલ લઈને પોતાની ઘરે જતા હતા તે સમયે વેજલપુર ત્રણ રસ્તા પર પહોંચતા જ ગામમાં રહેતા દિનેશભાઈ પૂજાભાઈ પરમાર, ગણપતભાઈ ચીમનભાઈ પરમાર,જીતેન્દ્ર દલપતભાઈ પરમાર અને દલપતભાઈ સનાભાઈ પરમારે ફરિયાદીને ઉભો રાખીને કહેવા લાગ્યા હતા વેજલપુરમા આવેલા સર્વે નંબર 128માં તે પાણી કેમ છોડ્યું છે તેમ કહી ચારેય વ્યક્તિ ઉશેકરાઈ જઈએ ગાળાગાળી કરીને ગડદા પાટુંનો માર મારવા લાગેલ, જે બાદ ગામના અન્ય કેટલાક લોકોએ વચ્ચે પડીને ફરિયાદીને છોડાવેલ અને ત્યાર બાદ તેઓના માતા તેમજ ભાઈ તેમને સારવાર અર્થે વાઘોડિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયેલા હતા જ્યાં હાજર તબીબે છાતીના ભાગે,હાથે પગે તેમજ માથામાં મૂઢ માર માર્યો હોવાની સારવાર આપી હતી.

સમગ્ર પ્રકરણમાં ફરિયાદીએ પોલીસને આપેલી લેખિત ફરિયાદ અને પોલીસે નોંધેલી ફરિયાદમાં ભારે વિરોધાભાસ જોવા મળ્યો છે. ફરિયાદીને પરિવારનો આક્ષેપ છે કે, વાઘોડિયા પોલીસ સામાવાળા હુમલાખોરોને છાવરી રહી છે. ફરિયાદીએ પોતે સહી સાથે સમગ્ર ઘટના વર્ણવતી લેખિત ફરિયાદમાં 16 વ્યક્તિઓના નામો આપ્યા હોવા છતાંય પોલિસે ફક્ત 4 હુમલાખોરો વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. બીજી તરફ હુમલા સમયે જ્યારે ફરિયાદીને ટીંગાટોડી કરીને માર મારવામાં આવતો હતો તે સમયે કોઈ ગ્રામજને વિડીયો ઉતાર્યો હતો. જેમાં એક સાથે 7 થી 8 જેટલા હુમલાખોરો વીડિયોમાં દેખાય છે. હુમલાખોરોનો ભોગ બનનાર ફરિયાદી બચાવો બચાવોની બુમો પાડે છે. જ્યાં એક હુમલાખોરના હાથમાં દંડો તેમજ અન્ય એક હુમલાખોર કોઈ બોથડ વસ્તુ વડે ફરિયાદીને માથાના ભાગે હુમલો કરતો હોવાનું વિડીયોમાં દ્રશ્યમાન થાય છે.

તેમ છતાંય પોલીસે આવા સાધનિક પુરાવાને ધ્યાને લીધા વિના જ હથિયારોનો ઉલ્લેખ કર્યા વિના ગુન્હો દાખલ કરી દીધો છે.જીવલેણ હુમલો હોવા છતાંય સામાન્ય કલમો દાખલ કરીને પોલીસે એકતરફી કામગીરી કરી હોવાનો ફરિયાદીને પરિવારજનોનો આક્ષેપ છે.જયરે ફરિયાદીના માતા પોલીસ મથકે રજુઆત કરવા જાય તો તેઓને હડધૂત કરીને પોલીસ કાઢી મુકતી હોવાની પણ રજુઆત મીડિયા સમક્ષ કરી છે.સમગ્ર પ્રકરણમાં વાઘોડિયા પોલીસ માથાકના સ્ટાફની ભૂમિકા અંગે ફરિયાદી અને તેઓના પરિવાર દ્વારા જીલ્લા પોલીસ વડા સુધી રજુઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

Vadodara5 hours ago

વડોદરા: સરદાર ભુવનના ખાંચામાં રહેણાંક કોમ્પલેક્ષ પાસે મસમોટો ખાડો પડતા ફાળ પડી, ગેસ સપ્લાય બંધ કરાયો

Gujarat5 hours ago

પંજાબમાં RDX બ્લાસ્ટના એલર્ટ બાદ ગોધરા રેલવે સ્ટેશન પર હાઈ-એલર્ટ: પોલીસનું સઘન સર્ચ ઓપરેશન

National5 hours ago

ભારત સર્વાઈકલ કેન્સરની પણ રાજધાની: દર 7 મિનિટે એક મહિલાનું મોત, ડો. પ્રિયા અબ્રાહમની ગંભીર ચેતવણી

Vadodara6 hours ago

વડોદરામાં ગેરકાયદે પેસેન્જર હેરાફેરી કરતા વાહનો પર ત્રાટકી એસટી સુરક્ષા શાખા અને પોલીસ

Vadodara11 hours ago

શું વડોદરા પોલીસ માત્ર સામાન્ય જનતા માટે જ છે? પાણીગેટમાં અસામાજિક તત્વોનો તાંડવ.

Chhotaudaipur1 day ago

નર્મદાના પટમાં રેતી માફિયાઓ બેફામ: પોઈચા પુલ નીચે નદીના વહેણને રોકી બનાવી દીધો ગેરકાયદે રસ્તો.

Sports1 day ago

ખેલ મહાકુંભ 2026: વડોદરાના હઠીલા અર્પિતની ગોલ્ડન હેટ્રિક, રાજ્યકક્ષાએ ઝળક્યો ઊર્મિ સ્કૂલનો સિતારો

Vadodara1 day ago

વડોદરા: રખડતા ઢોર મુદ્દે પાલિકા લાલઘૂમ, નવાપુરામાં પશુ માલિક વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact4 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International1 year ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech4 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Vadodara2 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat2 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara2 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara2 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Vadodara3 months ago

વડોદરા નજીક બુલેટ ટ્રેન સાઇટે 9.5 ફૂટનો મગર ફસાયો, ક્રેઈનથી થયું રેસ્ક્યુ ઓપરેશન

National3 months ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Savli3 months ago

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Gujarat3 months ago

કાગળ પરની દારૂબંધી! અમદાવાદના પોશ વિસ્તારમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો

Trending