Vadodara

VMC નો ‘ગોકળગાય’ વિકાસ : અકોટામાં 2 વર્ષથી પ્રોજેક્ટ અધૂરો, હવે કોન્ટ્રાક્ટરની નફ્ફટાઈએ લીધો મજૂરનો જીવ

Published

on

  • 2 વર્ષથી અધૂરો પ્રોજેક્ટ, હવે લોહીલુહાણ: અકોટામાં કાચબા ગતિએ ચાલતા ડ્રેનેજના કામમાં ઘોર બેદરકારી; નિર્દોષ શ્રમિકનું કરુણ મોત.
  • ક્યારે પૂરું થશે આ કામ? બે-બે વર્ષથી રસ્તાઓ ખોદીને બેઠેલા નફ્ફટ કોન્ટ્રાક્ટરો પ્રજા અને શ્રમિકો માટે બન્યા કાળ.
  • સુરક્ષાના નામે લાલિયાવાડી: 50 ફૂટ ઊંડા ખાડામાં ઉતારવા છતાં હેલ્મેટમાં લોકીંગ બેલ્ટ પણ નહોતો; કોઈ સેફ્ટી કિટ નહીં.
  • કોન્ટ્રાક્ટર રફુચક્કર: પાપ છાપરે ચડીને પોકારતા જ કોન્ટ્રાક્ટર અને સુપરવાઈઝર સાઇટ પરથી ભાગી છૂટ્યા; પોલીસ તપાસ શરૂ.

વડોદરા: વડોદરા મહાનગરપાલિકા (VMC) ના ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટરોની ગુનાહિત નફ્ફટાઈની કિંમત હવે ગરીબ શ્રમિકોએ પોતાના જીવ આપીને ચૂકવવી પડી રહી છે. શહેરના અકોટા વિસ્તારમાં ગત રાત્રે ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન લઘુત્તમ સુરક્ષા સાધનો વિના 50 ફૂટ ઊંડા ખાડામાં ઉતારાયેલા એક શ્રમિકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

⚠️2 વર્ષથી ચાલતો ટોર્ચર પ્રોજેક્ટ:

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અકોટાનો આ ડ્રેનેજ પ્રોજેક્ટ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યો છે! બે વર્ષનો લાંબો સમય વીતી ગયો હોવા છતાં આ કામ પૂરું થવાનું નામ નથી લઈ રહ્યું. ક્યારે પૂરું થશે? તેનો જવાબ ખુદ પાલિકા પાસે નથી. રસ્તાઓ ખોદીને જનતાને હેરાન કરતા કોન્ટ્રાક્ટરો હવે શ્રમિકો માટે કાળ સાબિત થઈ રહ્યા છે.

🧐50 ફૂટ ઊંડો મોતનો કૂવો અને શૂન્ય સેફ્ટી:

મળતી માહિતી અનુસાર ગઈકાલે રાત્રિના અંધારામાં, આ હાઈ-રેટેડ જોખમી કામગીરી માટે એક મજૂરને અંદાજે 50 ડ્રેનેજ કૂવામાં નીચે ઉતારવામાં આવ્યો હતો. આટલી ગંભીર કામગીરી હોવા છતાં નફ્ફટ કોન્ટ્રાક્ટર દ્વારા શ્રમિકને કોઈ સેફ્ટી બેલ્ટ કે ઓક્સિજન કીટ આપવામાં આવી ન હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, મજૂરના માથા પર જે હેલ્મેટ હતું, તેમાં પ્રોપર લોક કરવાનો બેલ્ટ પણ હાજર નહોતો! સુરક્ષાના આવા ધજાગરા ઉડાડવાના કારણે શ્રમિક 50 ફૂટ નીચે કાળનો કોળિયો બની ગયો.

👉ઘટના બાદ પાપી કોન્ટ્રાક્ટર / સુપરવાઈઝર ફરાર:

શ્રમિકનું મોત થતાં જ પોતાની ચામડી બચાવવા માટે કોન્ટ્રાક્ટર અને તેની આખી ટીમ ઘટનાસ્થળેથી ભાગી છૂટી હતી. અકોટા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

🗣️[VMC અને શાસકો સામે જનતાના સણસણતા સવાલો]

કલેક્ટર કચેરી બહાર પડેલા ભૂવા બાદ અકોટાની આ લોહીલુહાણ દુર્ઘટનાએ પાલિકાની આબરૂના લીરેલીરા ઉડાડી દીધા છે. બીજું આજ ના એક ડ્રેનેજ નું કામ કરતા જે લોકો નજરે પડે છે એમાં પણ સેફ્ટી ક્યાં છે જનતા પૂછી રહી છે કે:

1. જે પ્રોજેક્ટ 2 વર્ષથી લટકે છે, તેના પર પાલિકાના સત્તાધીશો અને એન્જિનિયરો શું ઊંઘતા હતા?

2. 50 ફૂટ ઊંડા ખાડામાં સેફ્ટી વગર માણસ ઉતારવાની મંજૂરી કોણે આપી?

3. VMC હવે આ નફ્ફટ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરીને જેલ ભેગો કરશે કે પછી હંમેશની જેમ ભીનું સંકેલી લેવાશે?

🫵કોન્ટ્રાક્ટરોના નફાની લાલચ અને પાલિકાની ઢીલી નીતિના કારણે આજે વધુ એક ઘરનો ચિરાગ કાયમ માટે બુઝાઈ ગયો છે. અકોટા પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ વડોદરાની જનતા હવે VMC ના કમિશનર અને મેયર પાસે કડક એક્શનની માંગ કરી રહી છે.

Trending

Exit mobile version