Connect with us

Vadodara

વડોદરા: 10 મહિનાથી નાસતા-ફરતા છેતરપિંડીના આરોપીઓને વારસીયા પોલીસે દબોચ્યા

Published

on

વડોદરા શહેરના વારસીયા પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવી છે. અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા ૧૦ મહિનાથી નાસતા-ફરતા બે વોન્ટેડ આરોપીઓને બાતમીના આધારે પંચશીલ ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડવામાં આવ્યા છે.

શું હતો સમગ્ર મામલો?

અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૨) અને ૫૪ મુજબ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં સાબરકાંઠાના બે શખ્સો પોલીસ પકડથી બચવા માટે નાસતા-ફરતા હતા. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને JCP ડૉ. લીના પાટીલની સૂચના હેઠળ, વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

🚨બાતમી અને ધરપકડ

વારસીયા પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એમ. વસાવા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે અ.પો.કો. મહેશભાઈ કાળુભાઈ અને અ.લો.ર. ચેતનભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે રામોલ પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપીઓ વારસીયા વિસ્તારમાં નાથીબાનગર સોસાયટીના નાકા પાસે ઉભેલા છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હ્યુમન સોર્સની મદદથી નીચે મુજબના બે આરોપીઓની ધરપકડ કરી હતી:

  • સાહિલ જાનમહંમદ મેમણ (ઉ.વ. ૨૮) – રહે. વડાલી, જિ. સાબરકાંઠા.
  • અર્જુન ગોપાલભાઈ વણઝારા (ઉ.વ. ૩૧) – રહે. ઈડર, જિ. સાબરકાંઠા.

📌કબ્જે કરેલો મુદ્દામાલ

પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ૩૦,૦૦૦ ની કિંમતના ૩ મોબાઈલ ફોન કબ્જે કર્યા છે:

  • એક વિવો મોબાઈલ (સાહિલ મેમણ પાસેથી)
  • એક આઈફોન ૧૫ પ્રો અને એક વિવો મોબાઈલ (અર્જુન વણઝારા પાસેથી)

🧐 ગુનાહિત ઈતિહાસ

પકડાયેલા આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. સાહિલ મેમણ વિરુદ્ધ સતલાસણા પોલીસ સ્ટેશનમાં ધમકીનો ગુનો નોંધાયેલ છે, જ્યારે અર્જુન વણઝારા વિરુદ્ધ સોલા હાઈકોર્ટ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન (દારૂ) અને અન્ય કાયદાઓ હેઠળ અગાઉ ૦૩ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

વારસીયા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૩૫(૧)(જે) મુજબ આરોપીઓની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી માટે અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનને કબ્જો સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Continue Reading
Vadodara7 hours ago

ગંદકી કરનારા સાવધાન! સયાજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ‘વન પેશન્ટ, વન રિલેટિવ’નો કડક અમલ

Vadodara7 hours ago

પાડોશી જ નીકળ્યો વાહનચોર! અકોટામાં પોતાના જ એપાર્ટમેન્ટમાંથી મોપેડ ચોરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો

Padra8 hours ago

માનવતાના રંગે રંગાયું વડોદરા: ‘અપંગ ના ઓજસ’ સંકુલમાં દિવ્યાંગ બાળકો સાથે હોળી-ધુળેટીની ભવ્ય ઉજવણી

Vadodara8 hours ago

નેતાજીનું ‘મૌન વ્રત’ અને તળાવની ‘દુર્ગંધ’:કરોડોના બજેટ ક્યાં ગયા? ગોત્રી તળાવમાં લીલી ચાદર પથરાઈ, તંત્ર ઘોર નિદ્રામાં!

Vadodara9 hours ago

જાંબુઆની નદી બની ‘ડેન્જર ઝોન’: મેડિકલ વેસ્ટના ગંજ ખડકાતા ગ્રામજનોમાં ભારે રોષ અને ફફડાટ

Vadodara9 hours ago

વડોદરા ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા: સુરત અને રાજસ્થાનના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો રીઢો ગુનેગાર ઝડપાયો

Vadodara10 hours ago

વડોદરા: મકરપુરામાં MGVCL ની લાલિયાવાડી!સાંઈબાબા મંદિર પાસે જર્જરિત વીજ થાંભલો બની શકે છે ‘મોતનો થાંભલો’.

Savli10 hours ago

મંજુસર ગામ પાસે રિક્ષા અને બાઈક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor1 day ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara1 day ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli1 week ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara3 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara4 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending