સીસીટીવી અને હ્યુમન સોર્સની મદદ:બાતમીના આધારે ભાથુજીનગરથી આરોપીની ધરપકડ, અન્ય એક સાગરીત રવિ દંતાણી વોન્ટેડ.
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી અનમોલ સોસાયટીમાં ગત તા. 09/05/2026 થી 11/05/2026 દરમિયાન એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ ₹1.35 લાખથી વધુની મત્તાની ચોરી કરી હતી. આ અનડીટેક્ટ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવા પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમારની સૂચના હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમો કાર્યરત હતી.
📌ઘટનાની વિગત:
તસ્કરોએ મકાનનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને પહેલા માળે આવેલા બેડરૂમમાંથી સોના-ચાંદીની ઈમીટેશન જ્વેલેરી, કાંડા ઘડિયાળ અને રોકડા ₹35,000ની ચોરી કરી હતી. આ અંગે સમા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ-305(એ) અને 331(4) મુજબ ગુનો નોંધાયો હતો.
🧐તપાસ અને ધરપકડ:
ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા બાતમી મળી હતી કે અગાઉ ચોરીમાં પકડાયેલ આરોપી કરણ સોલંકી અને રવિ દંતાણીએ આ ચોરી કરી છે. પોલીસે ભાથુજીનગર ખાતે રવિ દંતાણીના મકાનમાં દરોડો પાડી કરણ કૌશિકભાઈ સોલંકી (રહે. ખોડીયારનગર તળાવ પાસે, વડોદરા) ને ઝડપી પાડ્યો હતો.
🚨કબજે કરેલ મુદ્દામાલ:
પોલીસે આરોપી પાસેથી અને મકાનમાં છુપાવેલી થેલીમાંથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે:
રોકડ રકમ: ₹7,500
ઈમીટેશન જ્વેલેરી: મોતીહાર, નેકલેસ, મંગળસૂત્ર, બુટ્ટીઓ વગેરે (કિંમત ₹23,950)
પકડાયેલ આરોપી કરણ સોલંકી રીઢો તસ્કર છે અને તે અગાઉ વર્ષ 2025માં જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં પણ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. પોલીસે હાલ એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે તેનો સાગરીત રવિ દંતાણી હાલ વોન્ટેડ છે, જેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.