પીઆઇએ કહ્યું હતું કે તમારા એકાઉન્ટ દ્વારા માની લોન્ડરિંગનો કેસ થયો છે જેમાં એક પોલીસ અધિકારી રાજવીર સિંહ અને સ્ટેટ બેંકના લોબી મેનેજર પણ સામેલ છે
- વિશાલ શર્મા નામના ટેલીફોન ડિપાર્ટમેન્ટના અધિકારી તરીકે ફોન આવ્યો હતો અને નવ નંબરનું બટન દબાવવા કહ્યું
- પોલીસ ઇન્સ્પેકટર ગોપેશ કુમારના નામે ફોન આવ્યો હતો અને તેમણે એફઆઇઆરની વાત કરી કુલદીપસિંહ નામના અધિકારી તપાસ કરી રહ્યા છે
વડોદરામાં સુભાનપુરા વિસ્તારમાં રહેતા એલઆઇસીના નિવૃત્ત 73 વર્ષીય અધિકારીને ડિજિટલ એરેસ્ટના નામે દમદાટી આપી ઠગોએ 13 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું બનાવો બનતા તેમણે પોલીસને જાણ કરી છે.
પછી નિવૃત્ત અધિકારીએ પોલીસને કહ્યું છે કે, ગીતા 23મી એ બપોરે મને વિશાલ શર્મા નામના ટેલીફોન ડિપાર્ટમેન્ટના અધિકારી તરીકે ફોન આવ્યો હતો અને નવ નંબરનું બટન દબાવવા કહ્યું હતું. જે બટન દબાવતા મને સામેથી કહેવાય હતું કે તમારી સામે એફઆઇઆર થઈ છે અને દિલ્હીથી ખરીદેલા આ સીમ કાર્ડ ઉપરથી તમારા દ્વારા બરોડા બેંક દિલ્હીમાં એક સેવિંગ એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું છે. જેથી મેં આ બાબતનો ઇન્કાર કર્યો હતો.
જ્યારે એના પછી મારા ઉપર પોલીસ ઇન્સ્પેકટર ગોપેશ કુમારના નામે ફોન આવ્યો હતો અને તેમણે એફઆઇઆરની વાત કરી કુલદીપસિંહ નામના અધિકારી તપાસ કરી રહ્યા છે તેમ કહી એક લેટર મોકલ્યો હતો. જે લેટરમાં પોલીસ સ્ટેશનનું સ્ટેમ્પ પણ દેખાતો હતો. પીઆઇએ કહ્યું હતું કે તમારા એકાઉન્ટ દ્વારા માની લોન્ડરિંગનો કેસ થયો છે જેમાં એક પોલીસ અધિકારી રાજવીર સિંહ અને સ્ટેટ બેંકના લોબી મેનેજર પણ સામેલ છે પરંતુ તેમને એરેસ્ટ કર્યા નથી. બીજા લોકોને એરેસ્ટ કર્યા તેનો ફોટો જીપમાં લઈ જતા હોય તેવો મોકલ્યો હતો.