Vadodara

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Published

on

  • વડોદરા પોલીસની મોટી સફળતા: માદક પદાર્થ ગાંજાના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ સપ્લાયરની રતલામથી ધરપકડ.
  • ગોરવા અને ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ગંભીર ગુનાઓમાં આરોપી હતો ફરાર.
  • મધ્યપ્રદેશનો શાંતિલાલ નિનામા વડોદરામાં ડ્રગ્સ સપ્લાય કરવાના રેકેટમાં મુખ્ય કડી સાબિત થયો.

વડોદરા શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ પોલીસ કમિશનરની સૂચનાથી માદક પદાર્થોની હેરાફેરી કરનારા તત્વો પર પોલીસ તવાઈ બોલાવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત વડોદરા પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં શહેરના બે અલગ-અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા ગાંજાના કેસમાં મુખ્ય સપ્લાયર તરીકે વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

🧐ધરપકડ અને ઓળખ:

ઝડપાયેલ આરોપી શાંતિલાલ બાબુલાલ નિનામા મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના બિલપાંક પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ ખારીનો રહેવાસી છે. વડોદરા એસ.ઓ.જી. (SOG) અને એલ.સી.બી. (LCB) ની તપાસમાં આ શખ્સનું નામ ગાંજાના સપ્લાયર તરીકે બહાર આવ્યું હતું, ત્યારથી તે પોલીસ ધરપકડ ટાળવા નાસતો-ફરતો હતો.

🚨આરોપીનો ગુનાહિત ઇતિહાસ:

આરોપી શાંતિલાલ સામે વડોદરામાં બે મુખ્ય ગુનાઓ નોંધાયેલા છે:

1. ગોરવા પોલીસ સ્ટેશન: ડિસેમ્બર 2025થીમાં એસ.ઓ.જી. દ્વારા 459 ગ્રામ ગાંજો અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹1.19 લાખનો કેસ નોંધાયો હતો, જેમાં તે મુખ્ય સપ્લાયર હતો.

2. ફતેહગંજ પોલીસ સ્ટેશન: ઝોન-1 એલ.સી.બી.ની ટીમ દ્વારા ૫૫૭ ગ્રામ ગાંજો અને મુદ્દામાલ મળી કુલ ₹85,980નો કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં પણ આ આરોપીની સંડોવણી સામે આવી હતી.

👮પોલીસ કાર્યવાહી:

વડોદરા પોલીસની ટીમે બાતમીના આધારે મધ્યપ્રદેશના રતલામ ખાતે દરોડો પાડી આરોપીને દબોચી લીધો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ સપ્લાયર મધ્યપ્રદેશથી વડોદરાના છૂટક વિક્રેતાઓ સુધી નશીલા પદાર્થો પહોંચાડતો હતો. હાલમાં પોલીસે આરોપીની અટકાયત કરી છે અને આ નેટવર્કમાં અન્ય કયા લોકો સામેલ છે તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે.

Trending

Exit mobile version