વડોદરા: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ કમિશનર દ્વારા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા આપેલી કડક સૂચનાના પગલે કપુરાઈ પોલીસ ટીમે મોટી સફળતા મેળવી છે. સોમાતળાવ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર રેડ કરી પોલીસે 5 શખ્સોને લાખોના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.
📌ગુનાની વિગત
કપુરાઈ પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.સી. રાઓલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એલ.એન. સાંસલા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ અને સતીષભાઈને બાતમી મળી હતી કે, સોમાતળાવ ભંગારની દુકાન વાળી ગલીમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પત્તા-પાના વડે હાર-જીતનો જુગાર રમી રહ્યા છે.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા સ્થળ પરથી પાંચ જુગારીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
🚨ઝડપાયેલા આરોપીઓના નામ:
- રાજેશભાઈ શાંતિલાલ પટેલ (રહે. ડભોઈ રોડ, વડોદરા)
- નિહરસિંહ ગનપતસિંહ જાદવ (રહે. કુંભારવાડા, વડોદરા)
- ભાવેશ વિષ્ણુભાઈ પાટણવાડીયા (રહે. કપુરાઈ ચોકડી પાસે, વડોદરા)
- ઉમેશકુમાર હસમુખભાઈ વાળંદ (રહે. ગુરુકુળ ચાર રસ્તા, વડોદરા)
- શરીફભાઈ અકબરભાઈ ગરાસીયા (રહે. સોમાતળાવ વુડાના મકાન, વડોદરા)
🧐કબ્જે કરેલો મુદ્દામાલ
પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 90,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં સમાવેશ થાય છે:
- રોકડ રકમ: રૂ. 10,200 (અંગઝડતી અને દાવ પરથી)
- મોબાઈલ ફોન: 4 નંગ (કિંમત રૂ. 40,000)
- વાહન: 1 મોપેડ (કિંમત રૂ. 40,000)
- અન્ય: પત્તા-પાનાની કેટ
👮પોલીસ કાર્યવાહી
કપુરાઈ પોલીસે તમામ પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.