Vadodara

વડોદરા: ‘વોટ ચોરી’ના ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસ આક્રમક, ભાજપ અને ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન

Published

on

વડોદરામાં રાજકીય માહોલ ગરમાયો છે. આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજીને સત્તાધારી ભાજપ અને ઇલેક્શન કમિશન પર લોકશાહીના ચીરહરણનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે વડોદરામાં મોટા પાયે ‘વોટ ચોરી’નું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.

🧐ડિજિટલ પ્રેઝન્ટેશન દ્વારા કૌભાંડનો પર્દાફાશ

​કોંગ્રેસના નેતાઓએ પત્રકાર પરિષદમાં ડિજિટલ પ્રેઝન્ટેશન રજૂ કરીને જણાવ્યું હતું કે, શહેરના સાચા અને જીવંત મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે ફોર્મ-7નો હથિયાર તરીકે દુરુપયોગ થઈ રહ્યો છે.

👇મુખ્ય આક્ષેપો અને આંકડા:

  • 46,000થી વધુ મતદારો નિશાના પર: વડોદરાની પાંચ વિધાનસભા બેઠકોમાં અંદાજે 46,266 જેટલા સાચા મતદારોના નામ કાઢી નાખવાનું વ્યવસ્થિત કાવતરું ઘડાઈ રહ્યું છે.
  • ભાજપ કાઉન્સિલરની ભૂમિકા: કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે વોર્ડ નંબર-4ના ભાજપના કાઉન્સિલર અજીત દધીચે 122 જેટલા વાંધા અરજીઓ (Form-7) આપી છે, જે વાસ્તવમાં સાચા મતદારો વિરુદ્ધ છે.
  • ડેટા છુપાવવાનો આરોપ: SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) હેઠળ થઈ રહેલી આ પ્રક્રિયાનો ડેટા ઓનલાઇન મૂકવામાં આવ્યો નથી, જેથી આ ગોટાળો લોકોની નજરમાં ન આવે.

✓ખોટા વાંધા રજૂ કરી ચૂંટણી પ્રક્રિયામાં દખલ કરનારાઓ સામે દેશદ્રોહનો ગુનો નોંધવામાં આવે.

✓કોઈપણ મતદારનું નામ પૂરતી તપાસ અને પુરાવા વગર યાદીમાંથી હટાવવું જોઈએ નહીં.

✓સમગ્ર મતદાર સુધારણા પ્રક્રિયાને પારદર્શક બનાવી ડેટા તાત્કાલિક ઓનલાઇન કરવામાં આવે.

Trending

Exit mobile version