ઉચ્ચ અધિકારીઓની હાજરી:ઝોન-2 DCP, ACP અને SDM ની હાજરીમાં કાયદેસરની પ્રક્રિયા હાથ ધરાઈ.
બુલડોઝરની ગર્જના:હજારો દારૂની બોટલો પર રોલર ફેરવી દેવામાં આવ્યું.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં પોલીસ દ્વારા અલગ-અલગ દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો આજે જાહેર નાશ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરના ઝોન-2 વિસ્તારમાં આવતા 6 પોલીસ સ્ટેશનોના મુદ્દામાલને કોયલી ચેકપોસ્ટ પાસેના ખુલ્લા મેદાનમાં એકત્રિત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો.
🚨કાયદેસરની પ્રક્રિયા:
રાજ્ય સરકારના નિયમોનુસાર, પોલીસ દ્વારા પકડાયેલા કેફી પીણાંના જથ્થાનો નિકાલ કરવા માટે આજે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન ઝોન-2 ના ડીસીપી (DCP), એસીપી (ACP), સંબંધિત પોલીસ સ્ટેશનોના પીઆઈ (PI) તેમજ એસડીએમ (SDM) ની ખાસ હાજરી રહી હતી. અધિકારીઓની દેખરેખ હેઠળ તમામ બોટલોની ગણતરી અને પંચનામું કર્યા બાદ નાશ કરવાની મંજૂરી અપાઈ હતી.
👮કયા પોલીસ સ્ટેશનોનો સમાવેશ?
ઝોન-2 હેઠળ આવતા મહત્વના પોલીસ મથકો જેવા કે:
૧. રાવપુરા પોલીસ સ્ટેશન
૨. ગોત્રી પોલીસ સ્ટેશન
૩. નવાપુરા પોલીસ સ્ટેશન
૪. જે.પી. રોડ પોલીસ સ્ટેશન
૫. અકોટા પોલીસ સ્ટેશન
૬. અટલાદરા પોલીસ સ્ટેશન
👉આ તમામ 6 પોલીસ સ્ટેશનો દ્વારા છેલ્લા કેટલાક સમયમાં પ્રોહિબિશનના ગુના હેઠળ પકડાયેલી નાની-મોટી હજારો બોટલોનો આજે નિકાલ કરાયો હતો.
🚜બુલડોઝર ફેરવી દેવાયું:
ખુલ્લા મેદાનમાં દારૂની બોટલોના ઢગલા કરી તેના પર રોલર અને બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ કાર્યવાહીથી લાખો રૂપિયાની કિંમતનો દારૂ ગટર ભેગો થયો હતો. પોલીસ દ્વારા સમયાંતરે કરવામાં આવતી આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
🧐દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસની આ મોટી કાર્યવાહી અત્યારે ચર્ચાનો વિષય બની છે.