વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં આજે આગામી નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરના ડ્રાફ્ટ બજેટને મંજૂરી આપતા સ્થાયી સમિતિના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીએ શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વકાંક્ષી યોજનાઓની જાહેરાત કરી છે. આ બજેટમાં વડોદરાને ‘ઝૂંપડપટ્ટી મુક્ત’ અને ‘પ્રદૂષણ મુક્ત’ બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
✍️બજેટની મુખ્ય વિશેષતાઓ:
કરવેરામાં રાહ: શહેરીજનો પર કોઈપણ પ્રકારનો નવો કરવેરો લાદ્યા વિના વિકાસલક્ષી બજેટ રજૂ કરાયું છે.
વિકાસ માટે ફાળવણી: વિકાસના કામો માટે કુલ ₹2455 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ઇકો-ફ્રેન્ડલી વડોદરા: શહેરને પ્રદૂષણ મુક્ત કરવા માટે નવી ઈ-બસ સુવિધા શરૂ કરાશે અને 14 મેગાવોટના સોલાર પ્રોજેક્ટથી વીજ ખર્ચ ઘટાડાશે.
મ્યુનિસિપલ બોન્ડ: પાલિકાની આવક વધારવા માટે ₹200 કરોડના ‘બ્લ્યુ મ્યુનિસિપલ બોન્ડ’ બહાર પાડવામાં આવશે.
🧐નવા પ્રોજેક્ટ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર:
એલીવેટેડ કોરિડોર: લાલબાગથી જેલ રોડ સુધી ટ્રાફિકની સમસ્યા નિવારવા એલીવેટેડ કોરિડોરનો સર્વે અને DPR તૈયાર કરાશે.
નવા એન્ટ્રી ગેટ: વડોદરામાં પ્રવેશતા ચાર મુખ્ય માર્ગો પર આકર્ષક પ્રવેશદ્વારો અને ગૌરવ પથો બનાવવામાં આવશે.
મહિલા અને યુવા સુરક્ષા: શહેરમાં પિંક ટોયલેટ, ફીડિંગ રૂમ અને મહિલાઓ માટે ખાસ વુમન-યુથ હોસ્ટેલનું નિર્માણ થશે.
પર્યટન અને મનોરંજન: વિશ્વામિત્રીના મગર જોવા માટે ‘ક્રોકોડાઇલ ઓબ્ઝર્વેશન ઝોન’ અને સેવાસી-ભાયલી-છાણી ખાતે કેનાલ ફ્રન્ટ પાર્ક બનશે.
👉વહીવટી સુધારા અને ટેકનોલોજી:
QR કોડ પેમેન્ટ: હવે ટેક્સના બિલમાં QR કોડની સુવિધા મળશે, જેનાથી નાગરિકો ઘરે બેઠા સરળતાથી વેરો ભરી શકશે.
નવી પોલિસીઓ: પાર્કિંગ, સ્ટ્રીટ વેન્ડિંગ, એનિમલ બર્થ કંટ્રોલ અને ગ્રીન સીટી જેવી કુલ 15થી વધુ નવી પોલિસીઓ દ્વારા શાસન મજબૂત કરાશે.