Vadodara

વડોદરા: પ્રોહિબિશન અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા 5 કુખ્યાત આરોપીઓ પાસા (PASA) હેઠળ જેલ હવાલે

Published

on

વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ અસામાજિક તત્વો અને બુટલેગરોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક અંકુશ મેળવવાના હેતુસર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચનાથી શહેર પોલીસે 5 કુખ્યાત આરોપીઓ વિરુદ્ધ પાસા (PASA) વોરંટ ઇશ્યુ કરી રાજ્યની અલગ-અલગ મધ્યસ્થ જેલોમાં મોકલી આપવાની સરાહનીય કાર્યવાહી કરી છે.

1. ઉત્તમ શિવપાલભાઈ જયસ્વાલ (પ્રોહિબિશન કેસ)

  • રહેઠાણ: મનસ્વી ફ્લેટ, નાયરા પેટ્રોલ પંપ પાસે, કલાદર્શન ચાર રસ્તા, વડોદરા / મૂળ ગોકુલનગર, ગાજરાવાડી, વડોદરા.
  • કાર્યવાહી: પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂ અને બીયરના મોટા પ્રમાણમાં વેચાણ તથા સંગ્રહના ગુનામાં સંડોવાયેલ હોવાથી, તેની અસામાજિક પ્રવૃત્તિઓ અંકુશમાં લાવવા પાસા વોરંટ બજાવી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
  • ગુનાહિત ઇતિહાસ: પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન, મારમારી અને ધાકધમકીના કુલ 6 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

2. નયન વિઠ્ઠલભાઈ માળી (ઘરફોડ ચોરી કેસ)

  • રહેઠાણ: મારૂતિનગર ઝૂંપડપટ્ટી, વિઠ્ઠલનગર સામે, સયાજીપુરા, વડોદરા શહેર.
  • કાર્યવાહી: ફતેગંજ, ગોરવા અને બાપોદ વિસ્તારમાં બંધ મકાનોને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરીઓ આચરવાના ગુનાઓમાં સંડોવાયેલ હોઈ, જાહેર સુલેહ-શાંતિ જાળવવા માટે પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
  • ગુનાહિત ઇતિહાસ: કડી (મહેસાણા), વારસિયા, સમા અને ગોરવા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના કુલ 4 ગુનાઓ નોંધાયેલા છે.

3.મનલેશ ઉર્ફે મનલુ ઉર્ફે નીલુ સિંધી હરેશભાઈ નાથાણી (પ્રોહિબિશન કેસ – કુખ્યાત બુટલેગર)

  • રહેઠાણ: સજ્જન રેસીકોમ, ડી-માર્ટની પાછળ, ખોડિયારનગર, ન્યુ વી.આઈ.પી. રોડ, વડોદરા / મૂળ માધવનગર, આજવા રોડ, વડોદરા.
  • કાર્યવાહી: બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વિદેશી દારૂના મોટા જથ્થાની હેરાફેરી અને કટીંગના ગુનામાં સંડોવાયેલ હોવાથી પાસા વોરંટ બજાવી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
  • ગુનાહિત ઇતિહાસ: વડોદરા શહેર અને ગ્રામ્ય તેમજ અન્ય જિલ્લાઓમાં પ્રોહિબિશન, જુગાર અને ગુજસીટોક (GUJSIOC) હેઠળ કુલ 64 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

4.રમેશભાઈ ઉર્ફે અનિલભાઈ ઉર્ફે અન્ય આરોપી (ઘરફોડ ચોરી કેસ)

  • કાર્યવાહી: છાણી અને જે.પી. રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંધ મકાનોના તાળાં તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરવાના ગુનાઓમાં સંડોવાયેલ હોઈ, તેની અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

5 સુખબીર ગણેશભાઈ જયસ્વાલ (પ્રોહિબિશન કેસ)

  • રહેઠાણ: ગોકુલનગર, ગોમતીપુરા, ગાજરાવાડી, વડોદરા શહેર.
  • કાર્યવાહી: પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂના ગેરકાયદેસર ધંધા અને હેરાફેરીમાં સંડોવાયેલ હોવાથી, તેની ગુનાહિત પ્રવૃત્તિ અંકુશમાં લેવા માટે પાસા હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Trending

Exit mobile version