આગળ પોલીસ ના સાહેબ ઊભા છે તમે દાગીના ઉતારીને મૂકી દો તેમ કહી ગઠિયાઓએ તરકટ રચ્યું
- વેપારીના દાગીના રૂમાલમાં બંધાવવાના બહાને સોનાની ચેન અને વીંટી કાઢી લીધા હતા.
- અજાણ્યા ઇસમો તેઓની મો.સા.લઈને ત્યાથી મોતીભાઈ પટેલ સર્કલ તરફ જતા રહ્યા હતા.
વડોદરા શહેરના હરણી રોડ પર એરપોર્ટ ની સામે આવેલી સોસાયટીમાં રહેતા વેપારી વહેલી સવારના હરની તળાવ ખાતેથી ચાલીને ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન બે શખ્સો તેમની પાસે આવ્યા હતા અને અમે પોલીસવાળા છીએ તમે આવી રીતે જાહેરમાં સોનાના દાગીના પહેરીને બહાર ફરી ના શકો તમે તમારા દાગીના ઉતારીને મૂકી દો તેમ કહી વેપારીના દાગીના રૂમાલમાં બંધાવવાના બહાને સોનાની ચેન અને વીંટી કાઢી લીધા હતા. ત્યારબાદ રૂમાલની પોટલી વાળીને ખિસ્સામાં મૂકવા આપી બંને ફરાર થઈ ગયા હતા. વેપારીએ ઘરે જઈને જોતા રૂમાલમાં માત્ર મોબાઇલ હતો.
જેથી તેઓએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના હરણી રોડ પર આવેલા એરપોર્ટ ની સામે તુલસીધામ સોસાયટીમાં રહેતા ક્રિષ્ણા વાસુ સેટટીએ ફરિયાદ નોંધાવી છે કે હરણી હનુમાનજી મંદીરની સામેના રોડની બાજુમા આશીવાઁદ નામની હોટલ ચલાવું છું.
જ્યારે 16 સપ્ટેમ્બર ના રોજ હું સવારના આશરે આઠેક વાગ્યાની આસપાસ મારા ઘરથી હરણી તળાવ ખાતે ચાલવા માટે આવ્યો હતો અને ત્યા થોડુ ચાલીને તળાવની સામેની બાજુ આવેલ હરણી હનુમાનજી મંદીરે દર્શન કરી ત્યાથી ઘરે જવા માટે ચાલતો ચાલતો નિકળ્યો હતો અને મોતીભાઈ પટેલ સર્કલ પસાર કરી તેની આગળ આવેલ બ્રાઇટ સ્કુલની બાજુમા જે.એમ.પંડ્યા સંસ્કાર ધામ હોલની આગળ આવતા એક મોટરસાયકલ પર એક અજાણ્યો ઇસમ મારી પાસે આવેલ અને થોડીવારમાં એક બીજો અજાણ્યો ઇસમ મારી પાસે આવ્યો હતો ત્યારબાદ તેઓએ મને કહેલ કે, અમે પોલીસવાળા છીએ તમે આવી રીતે જાહેરમાં સોનાના દાગીના પહેરીને બહાર ફરી ના શકો. અમારા મોટા સાહેબ આગળ ચેકીંગમા ઉભા છે તમે તમારા ઘરેણા ઉતારીને મુકી દો તેમ જણાવતા મે મારા ગળામા પહેરેલ સોનાની ચેન, વીંટી તથા મારો મોબાઇલ ફોન અજાણ્યો મો.સા. ચાલકને આ રુમાલમા મુકવા આપી હતી.
ત્યારે બાઈક ચાલકે તમામ વસ્તુની પોટલી વાળીને મને આપી હતી જેથી મેં આ પોટલી મારા પેટના કિસ્સામાં ખીસ્સામા મુકી દીધી હતી અને આ બન્ને અજાણ્યા ઇસમો તેઓની મો.સા.લઈને ત્યાથી મોતીભાઈ પટેલ સર્કલ તરફ જતા રહ્યા હતા. ત્યારબાદ છું મારા ઘરે જઈને આ રુમાલની પોટલી ખોલીને જોતા આ રુમાલની પોટલીમા મારી સોનાની ચેઇન તથા વિંટી જણાઈ આવેલી નહી પોટલીમા ફક્ત મારો મોબાઇલ ફોન જ મળી આવેલો હતો. જેથી આ મો.સા. ચાલક અને તેની સાથે આવેલા ઇસમે મને વિશ્વાસમા લઈ મદદ કરવાના બહાને મારી પાસેથી સોનાની ચેન તથા સોનાની વીટી લઈને જતા રહેલ હતા. પોલીસે ગુનો નોધી ઠગોને ઝડપી પાડવાનું તજવીજ હાથ ધરી છે.