વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આજવા રોડ પર આવેલા સાઈલતા એપાર્ટમેન્ટને જર્જરીત જાહેર કરીને પાલિકા દ્વારા ત્રણ દિવસથી પાણીનું કનેક્શન કાપી નાખતા આજે સ્થાનિક રહીશો પાલિકા કચેરીએ દોડી આવ્યા હતા. અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆતો કરી હતી.
ચોમાસુ આવે એટલે પાલિકાની નિર્ભયતા શાખાને શહેરની જર્જરીત ઇમારતોની ચિંતા થાય છે. જુના વડોદરામાં અનેક એવી ઇમારતો આવેલી છે જે જર્જરીત થઈ ગઈ છે. ખુદ પાલિકાએ બનાવેલા કિશનવાડી અને વાઘોડિયા રોડના નૂર્મ આવાસ યોજના મકાનો જર્જરીત થયા છે તેની સામે કોઈ કાર્યવાહી કરવમાં આવતી નથી.
પાલિકાના આવા બેવડા વલણનો શિકાર આજવા રોડ પર આલેવા સાઈલતા કોમ્પલેક્ષના રહીશો થયા છે. થોડા સમય પહેલા પાલિકા દ્વારા સાઈ લતા એપાર્ટમેન્ટના રહીશોને બિલ્ડીંગ જર્જરીત હોવાની નોટિસ આપવામાં આવી હતી. આ બિલ્ડીંગને 20 વર્ષ થયાં છે ત્યાંતો તને જર્જરીત જાહેર કરી દેવામાં આવી છે. રાહીશોનો આક્ષેપ છે કે બિલ્ડીંગ હજી મજબૂત છે. છતાંય પાલિકાએ નોટિસ આપીને ત્રણ દિવસથી પાણીનું કનેક્શન કાપી દીધું છે. જેને લઈને ત્યાં રહેતા રહીશોને ઘર છોડીને જતા રહેવાનો વારો આવ્યો છે.
આજે સ્થાનિક રહીશો પાલિકાની કચેરીએ આવી પહોંચ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરને પોતાની રજૂઆતો કરી હતી.