Connect with us

Vadodara

પોલીસ કંટ્રોલમાં જાણ કરી DJ બંધ કરાવવાની અદાવતે વરરાજા અને તેના ભાઈએ કટારથી ઘા ઝીંકીને યુવકનું ઢીમ ઢાળી દીધું

Published

on

વડોદરા શહેરના છેવાડે આવેલા કલાલી ચાણક્ય વુડામાં રહેતા 22 વર્ષીય પવન ઠાકોરને ચાર અસામાજિક તત્વોએ ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કલાલી નૂર્મના મકાનમાં લગ્ન પ્રસંગ માં ડી.જે વાગતું હતું.પ્રકાશ ચૌહાણના લગ્નમાં DJના તાલે મહેમાનો નશો કરી ગમે એમ ગાળો બોલતા હોય અને નિયત સમય કરતાં વધારે સમય સુધી DJ વગાડતા હોય કોઈ સ્થાનિકે પોલીસ કંટ્રોલ રૂમને 100 નંબર પર વર્ધિ આપી ડી.જે બંધ કરવા જણાવ્યું હતું.

Advertisement

ત્યારબાદ પોલીસ આવી ને ડી.જે બંધ કરાવી જતી રહી હતી. પોતાના લગ્નમાં DJ બંધ કરવું હોવાની અદાવત તેમજ શંકા રાખીને ત્યાં જ રહેતા 22 વર્ષીય પવન ઠાકોર સાથે વરરાજા પ્રકાશ ચૌહાણ તેમજ અજય ચૌહાણ ઝઘડો કરવા પહોંચ્યા હતા.

પવનઅને તેના બહેન ત્યાં એના ઘર પાસે બેઠા હતા એટલા માં વરરાજા પ્રકાશ ચૌહાણ અને તેના માતા પવન પાસે આવી ને “તે પોલીસ બોલાવી ડી.જે કેમ બંધ કરાવ્યું?” એવું કહી મારા મારી અને બોલાચાલી શરૂ કરી દીધી હતી ત્યારબાદ પવનને બચાવવા માટે તેની બહેન પણ વચ્ચે પડી હતી. મામલો વધારે બગડતા વરરાજા પ્રકાશ ચૌહાણ તેમજ તેમના ભાઈ અજય ચૌહાણ તેમજ તેઓના બે અન્ય મિત્રો આવી જતા પવનને ઢોરમાર મારતા હતા તે સમય દરમિયાન વરરાજા પ્રકાશે પોતાની લગ્ન ની કટારી ( ચાકુ) વડે પવન પર પેટના ભાગે તેમજ માથાના ભાગે ઉપર છાપરી ઘા કર્યા હતા.

તેઓના ભાઈ અજય તેમજ અન્ય બે ઈસમો દ્વારા પવનને પકડી રાખી વરરાજા પ્રકાશે ચાકુ ના ઘા મારી લોહી લુહાણ હાલત માં મૂકી ને ફરાર થઇ ગયા હતા.અસંખ્ય ઘા ઝીંકાયા બાદ પવન બેભાન અવસ્થામાં નીચે પડી ગયો હતો ત્યારબાદ આજુબાજુ લોકો આવી 108 ને જાણ કરતા સયાજી હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.અટલાદરા પોલીસ ને સમગ્ર ઘટના ની જાણ થતા પી.આઈ સહિત નો કાફલો ઘટનાસ્થળે દોડી આવી તાપસ હાથધરી હતી અને તમામ આરોપીઓ ને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement

Vadodara1 day ago

હોટલમાં જમવાનું નહી મળતા સંચાલકના ઘરે જઇને હુમલો કરનાર ઝડપાયા

Vadodara1 day ago

ગ્રામ પંચાયતોની મનમાની પર રોક, સરકારી સહાયથી બનેલા મકાનોનો વેરો નક્કી કરતી સરકાર

Vadodara2 days ago

સ્મશાનોનો વહીવટ ખાનગી હાથોમાં સોંપવાનો નિર્ણયમાં વળાંક, સંસ્થાઓ ‘સેવા’ આપી શકશે

Vadodara3 days ago

કુખ્યાત ચૂઇ ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક દાખલ, 6 આરોપીઓને દબોચી લેવાયા

Savli3 days ago

ગ્રામ્ય પોલીસે રૂ. 3.01 કરોડની કિંમતના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવ્યું

Vadodara4 days ago

“Zero tolerance” ની વાતો વચ્ચે જીલ્લા પંચાયતમાં તપાસ-તપાસની ખેલરમત!

Vadodara4 days ago

ગોરવા રાજદીપ સોસાયટીમાં દેવડા પરિવારને દેવું થતા પત્ની તથા ત્રણ સંતાનને ઝેરી દવા પીવડાવી

Vadodara4 days ago

રેસકોર્સના આઈનોક્સ પાછળ ખુલ્લેઆમ ગેસ રિફિલિંગનો વેપલો : વિડીયો વાયરલ

Trending