Vadodara

સત્તાના કેન્દ્રની નજીક રહેતા હારેલા ઉમેદવારને શિક્ષણ સમિતિમાં સ્થાન આપવાની ગોઠવણે જોર પકડ્યું, વોર્ડના કાર્યકરોમાં છૂપી નારાજગી!

Published

on

  • શિક્ષણ સમિતિ પર નજર: VMC માં સમિતિઓની રચના વચ્ચે શિક્ષણ સમિતિ માટે લોબિંગ અને રાજકારણ ગરમાયું.
  • હારેલા ઉમેદવારની વરણીની અટકળો: વોર્ડ નં. 15 થી ચૂંટણી હારેલા ઋષભ કામદારને સમિતિમાં સ્થાન અપાવવાની કવાયત.
  • કાર્યકરોમાં અસંતોષ: વારંવાર હોદ્દા મેળવતા ચોક્કસ ચહેરાઓને પ્રાધાન્ય અપાતા પક્ષના પાયાના કાર્યકરોમાં છૂપી નારાજગી.
  • લાયકાતની અવગણનાનો આક્ષેપ: સત્તાના કેન્દ્રની નિકટ હોવાના કારણે યોગ્ય અને લાયક ઉમેદવારો અન્યાયનો ભોગ બનવાની ચર્ચા.

વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ સમિતિઓની રચના ગતરોજ કરવામાં આવી હતી. જોકે હવે તમામ નેતાઓની નજર શિક્ષણ સમિતિની રચના પર જોવા મળી રહી છે. આગામી દિવસોમાં શિક્ષણ સમિતિની રચના કરવામાં આવશે ત્યારે સમિતિમાં સ્થાન પામવા માંગતા કેટલાક દાવેદારોએ કહેવાતા મોટા નેતાઓનો ઝભ્ભો પકડવાનો શરૂ કરી દીધું છે.

જેમાં ખાસ કરીને વોર્ડ નંબર 15 માં ચાલી રહેલી લોબીંગ ચર્ચાનું કેન્દ્ર બની છે. આ ચર્ચા પ્રમાણે ભાજપ માંથી વોર્ડ નંબર 15માં ચૂંટણી લડેલા ઉમેદવાર ઋષભ કામદારને શિક્ષણ સમિતિમાં સ્થાન મળે તે પ્રયત્નો ચાલી રહ્યા છે. ત્યારે પહેલા વોર્ડ પ્રમુખ, પછી ભાજપ માંથી ઉમેદવારી અને હવે શિક્ષણ સમિતિમાં સમાવી લેવાની પેરવીએ વોર્ડના અન્ય ભાજપના લાયકાત ધરાવતા કાર્યકરોને નારાજ કર્યા છે.

વારંવાર હોદ્દાઓ આપ્યા બાદ પણ ભાજપના હારેલા ઉમેદવારને એવોર્ડમાં શિક્ષણ સમિતિમાં સ્થાન મળે તો અન્ય કાર્યકરોએ શું પોતાની કારકિર્દીમાં ફક્ત ઝંડા જ લગાવવાના? આ જ રીતે ચૂંટણી હારેલા અને સત્તાના કેન્દ્રબિંદુની નજીક રહેતા મણીતાઓને સાચવી લેવાની નીતિના કારણે ખરેખર શિક્ષણ સમિતિમાં સ્થાન પામવા માટેના યોગ્ય ઉમેદવારો બાકાત રહી જશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

Trending

Exit mobile version