- પૈસા માંગતા મેં કહ્યું કે, હમણઆં મારી પાસે પૈસા નથી. હું ઘરે જઇને પૈસા લઇને આવું છું. પછી તમને આપી દઇશ. આમ કહેતા તે ઉશ્કેરાઇ ગયા
વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલી પોલીસ મથક માં અચરજ પમાડે તેવો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. ઉધારીમાં દારૂ પીતા આધેડની પિતા-પુત્રએ ધૂલાઇ કરી હતી. અને ત્યાર બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ આધેડના પુત્ર તથા અન્ય ચર્ચા કરવા જતા તેમની જોડે પણ ગેરવર્તણૂંક કરવામાં આવી હતી. આખરે આ મામલે આરોપી પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
સાવલી પોલીસ મથકમાં અશોકભાઇ ભક્તિભાઇ માળી (રહે. માળી મહોલ્લો, સાવલી, વડોદરા ગ્રામ્ય) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, હું ફ્રુટની લારી ચલાવું છું. અને મારી ખેંચની દવા ચાલે છે. તથા કમરના મણકાની તકલીફ હોવાના કારણે ઓપરેશન કરાવ્યું છે. આ તકલીફના કારણે હું અવાર-નવાર દારૂ પીવું છું. દારૂ પીવા પાસે મારી પાસે પરમીટ નથી. 20, માર્ચના રોજ બપોરે હું મારા ઘરેથી સાવલી ભાદરવા ચોકડી ખાતે રહેતા વિઠ્ઠલભઆઇ હસમુખભાઇ માળીની ભાદરવા ચોકડી ખાતે આવેલી દુકાને જાઉં છું. ત્યાં તેમને દિકરો આકાશભાઇ વિઠ્ઠલભાઇ માળી હાજર હતો. જેથી મેં તેઓની પાસે દારૂ માંગતા મને એક ક્વાટર આપ્યું હતું. જે હું ત્યાં બેસીને પી ગયો હતો.
બાદમાં તે ક્વાટરના પૈસા માંગતા મેં કહ્યું કે, હમણઆં મારી પાસે પૈસા નથી. હું ઘરે જઇને પૈસા લઇને આવું છું. પછી તમને આપી દઇશ. આમ કહેતા તે ઉશ્કેરાઇ ગયા હતા. અને દુકાનમાં પડેલા દંડા વડે મને હાથ પર ઝાપટ મારી દીધી હતી. ત્યાર બાદ વિઠ્ઠલ માળી ત્યાં આવી પહોંચ્યો હતો. અને મને કહ્યું કે, કેમ પૈસા વગર દારૂ પીવો છો. ત્યાર બાદ અપશબ્દોનો મારો ચલાવ્યો હતો. બાદમાં કહ્યું કે, ફરી અમારી દુકાને આવીશ તો જાનથી મારી નાંખીશ. બાદમાં હું મારા ઘરે જતો રહ્યો હતો. ત્યાર બાદ આ અંગે પુત્ર વિવેક તથા પરિજનો ઘટના અંગે ચર્ચા કરવા ગયા હતા. જ્યાં વિવેકને આકાશે ગાલ પર નખો માર્યા હતા.
આખરે ઉપરોક્ત મામલે વિઠ્ઠલભાઇ હસમુખભાઇ માળી અને આકાશભાઇ વિઠ્ઠલભાઇ માળી (બંને રહે. સાવલી ટાઉન, સાવલી, વડોદરા ગ્રામ્ય) સામે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તે બાદ પોલીસે આ મામલે વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.