- સુતા સમયે દરમિયાન તેમની પાસેની બેગમાં EBTM મશીન, મુસાફરોએ ખરીદેલી ટીકીટની રોકડ રકમ, તથા જરૂરી ડોક્યૂમેન્ટ્સ જોડે હતા
વડોદરાના પાણીગેટ સેન્ટ્રલ બસ ડેપોમાં થી સાવલી તાલુકાના ગામ સુધી બે ટ્રીપ માર્યા બાદ એસ ટી બસ ડ્રાઇવર અને કંડક્ટર રાત્રે પતરાના શેડમાં સુઇ ગયા હતા. સવારે જ્યારે આંખો ખુલી ત્યારે ડ્રાઇવર અને કંડક્ટરની બેગ લાપતા હતી. વાત ધ્યાને આવતા આસપાસમાં તુરંત શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ કંઇ હાથ લાગ્યું ન્હતું. આખરે આ મામલે અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ ડેસર પોલીસે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ડેસર પોલીસ મથકમાં ધર્મેન્દ્રસિંહ હિંમતસિંહ રણાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ વડોદરાના પાણીગેટ એસટી ડેપોમાં એક વર્ષથી કંડક્ટર તરીકે કામ કરે છે. 3, ફેબ્રુઆરીના રોજ બપોરે તેઓ નોકરી પર આવ્યા હતા. અને વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશની ઓફિસમાંથી તેમને EBTM મશીન ફાળવવામાં આવ્યું હતું. આ બસ વરસાડા નાઇટ રૂટ પર જવા માટે ભૂતડીઝાંપા બસ સ્ટેન્ડ પર આવેલી હતી. તેમણે વડોદરાથી સાવલીની બે ટ્રીપ મારી અને ત્યાર બાદ વરસાડા ગામે આવેલા હનુમાનજી મંદિરની બાજુમાં બસ પાર્ક કરીને જમી પરવારીને ડ્રાઇવર સાથે પતરાના શેડ નીચે ખુલ્લામાં પથારી કરીને સુઈ ગયા હતા.
દરમિયાન તેમની પાસેની બેગમાં EBTM મશીન, મુસાફરોએ ખરીદેલી ટીકીટની રોકડ રકમ, તથા તેમના જરૂરી ડોક્યૂમેન્ટ્સ તેમની જોડે હતા. સવારે પોણા પાંચ વાગ્યે આંખો ખુલતા તેમની પોતાની અને બસ ડ્રાઇવરની બેગ મળી આવી ન્હતી. તે અંગે આજુબાજુમાં શોધખોળ કરતા પણ કંઇ હાથ લાગ્યું ન્હતું. આ ઘટનામાં મશીન, રોડક તથા અન્ય મળીને કુલ રૂ. 19,500 ના મુદ્દામાલ ગાયબ થયો હતો. આખરે ડેસર પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરૂદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.