રાજકીય લાભ માટે સરદાર સાહેબના નામનો ઉપયોગ કરવાનો આક્ષેપ.
સત્તાપક્ષ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ આવ્યો નથી.
વડોદરામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન સરદાર સાહેબની પ્રતિમાને સાથે રાખી શહેરમાં પ્રદર્શન કરાયું હતું.
પરંતુ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રતિમાને કિશનવાડી વિસ્તારમાં રસ્તા કિનારે રઝળતી મૂકી દેવામાં આવી હોવાનું સામે આવતા રાજકીય ગરમી વધી છે. કોંગ્રેસે આ ઘટનાને લઈને ગંભીર આક્ષેપ કરતાં કહ્યું છે કે સરદાર સાહેબનું આ રીતે અપમાન રાજકીય લાભ માટે કરાયો છે.
કોંગ્રેસ તાત્કાલિક જવાબદારી નક્કી કરવાની અને પ્રતિમાનો સન્માન જળવાય તે માટે પગલાં ભરવાની માગણી કરી છે. બીજી તરફ સત્તાધારી પક્ષ તરફથી હજી સત્તાવાર પ્રતિભાવ મળ્યો નથી.