જો તમે વ્હોટ્સએપ, ટેલિગ્રામ કે અન્ય મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. આગામી 1 માર્ચ, 2026 થી સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સના નિયમોમાં ધરખમ ફેરફાર થવા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા સાયબર છેતરપિંડી રોકવા માટે ‘સિમ બાઈન્ડિંગ’ (SIM Binding) નો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. હવે તમારા ફોનમાં એક્ટિવ સિમ કાર્ડ હશે તો જ આ એપ્સ કામ કરશે.
દેશમાં વધતા જતા સાયબર ક્રાઈમ અને ડિજિટલ ફ્રોડને રોકવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. નવા નિયમો મુજબ, હવે કોઈપણ મેસેજિંગ એપ માત્ર મોબાઈલ નંબરથી નહીં, પરંતુ તે નંબરના ફિઝિકલ સિમ કાર્ડ સાથે લિંક હોવી જરૂરી છે. શું છે નવા નિયમો?
સિમ કાર્ડ વગર એપ બંધ: જો તમારા ફોનમાંથી સિમ કાર્ડ કાઢી લેવામાં આવશે, તો વ્હોટ્સએપ, ટેલિગ્રામ જેવી એપ્સ તાત્કાલિક કામ કરતી બંધ થઈ જશે.
6 કલાકનો લોગઆઉટ નિયમ: કોમ્પ્યુટર કે લેપટોપ પર વ્હોટ્સએપ વેબ વાપરનારા લોકોએ દર 6 કલાકે ફરીથી લોગઈન કરવું પડશે. સિસ્ટમ દર 6 કલાકે ઓટોમેટિક લોગઆઉટ થઈ જશે.
90 દિવસનું અલ્ટીમેટમ: તમામ OTT પ્લેટફોર્મ્સને આ નિયમો લાગુ કરવા માટે 90 દિવસની સૂચના આપવામાં આવી છે.
🧐કઈ એપ્સ પર પડશે અસર?
આ ‘સિમ બાઈન્ડિંગ’ નિયમ વ્હોટ્સએપ, ટેલિગ્રામ ઉપરાંત સિગ્નલ, સ્નેપચેટ, શેરચેટ, જિયોચેટ, અરાટાઈ અને જોશ જેવી એપ્સ પર પણ લાગુ થશે.
❓શા માટે લેવાયો આ નિર્ણય?
👉ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને લોકોની સુરક્ષા માટે આ નિયમોમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. જો તમે હજુ પણ જૂના નંબર કે એવા નંબર પર વ્હોટ્સએપ ચલાવો છો જેનું સિમ તમારી પાસે નથી , તો 1 માર્ચ પહેલા સાવધાન થઈ જજો.