વડોદરામાં કોઇ પણ ક્રિમિનલ એક્ટિવિટિને સહન કરવામાં આવશે નહીં. આપણે દરેક પરિસ્થિતીને પહોંચી વળવા તૈયાર છીએ – નરસિમ્હા કોમાર
- ગણેશજીના વિસર્જનને લઇને પોલીસ કમિશનરે તૈયારીઓની માહિતી આપી.
- પોલીસે જરૂરી વિભાગો સાથે સંકલન સાધ્યું
- ડોમીનેશન એક્સરસાઇઝમાં 9 કંપનીઓ જોડાઇ
સંસ્કારી નગરી વડોદરામાં રંગેચંગે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આવતી કાલે શહેરના જુનીગઢી વિસ્તારના ગણેશજીનું વિસર્જન છે. આ વિસર્જન પોલીસ પ્રશાસન માટે લીટમસ ટેસ્ટ ગણાય છે. જેને લઇને અને ત્યાર બાદના વિસર્જનને લઇને તંત્રએ જરૂરી પોલીસ અને પેરા મિલિટરીનો બંદોબસ્ત ગોઠવ્યો છે. આ અંગે શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપવામાં આવી હતી.
કોઇને તકલીફ ના પડે તેવું આયોજન શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, વડોદરામાં ઉત્સાહભેર ગણોશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આવતી કાલે જુની ગઢીના ગણેશજીનું વિસર્જન થશે, તેના અનુસંધાને વડોદરા પોલીસ દ્વારા તમામ સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. દરમિયાન 15 સપ્ટેમ્બરે, ઇદ પર્વ આવી રહ્યો છે. તેને ધ્યાને રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા તમામ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1,700 થી વધુ મંજુરી પ્રાપ્ત ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. અને છેલ્લા 4 અઠવાડિયાથી ગણેશજીનું આગમન, સ્થાપના, આરતી, અને વિસર્જન માટે આયોજકો સાથે બેઠકો યોજી છે. તેમને સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી આપવામાં આવી છે. સાથે જ પાલિકા સાથે સંકલન સાધીને કાર્યવાહી કરવા અંગેની જાણકારી પણ આપી છે. સાથે સાથે વિજ કંપની, ફાયર બ્રિગેડ, ટેલિકોમ કંપની, રેવન્યું, આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને વિસર્જન શાંતિપૂર્ણ રીતે થાય તે રીતે કાર્ય કરાયું છે. કોઇને તકલીફ ના પડે તેવું આયોજન છે.
પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ મુકવામાં આવી. તેમણે વધુમાં જણાવ્યું કે, આવતી કાલે જુની ગઢી ગણેશજીનું વિસર્જન છે. જે મહત્વનું છે. અત્યાર સુધીમાં કૃત્રિમ તળાવો હતા. જેને ધ્યાને રાખીને લગભગ 10 આર્ટીફિશિયલ પોન્ડ કાર્યરત કરવામાં આવ્યું છે. આ તળાળ ચારેય ઝોનના વિસ્તારમાં છે, અને નજીકના કૃત્રિમ તળાવમાં વિસર્જન કરી શકાય તેવું આયોજન છે. વિસર્જન પોઇન્ટ પર ફેન્સીંગ, બેરીકેડીંગ, લાઇટીંગ, જેટી, તરાપા, તરવૈયા, ક્રેન, તરવૈયાઓ, ફાયર સેફ્ટી, વાયરલેસ કોમ્યુનિકેશન સાથે પોલીસ અને વિસર્જન કરનારને માર્ગદર્શન રાખવા માટે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ મુકવામાં આવી છે. એસીપી, ડીસીપી કક્ષાએથી પણ આયોજકો જોડે સતત વાતચીત ચાલુ છે. નજીકમાં કયા કૃત્રિમ તળાવમાં વિસર્જન થઇ શકશે, ક્યારે વિસર્જન યાત્રા નીકળશે, ક્યાં થશે, તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આપણે ટ્રાફીક ડાયવર્ઝન માટેનું જાહેરનામું પણ બહાર પાડ્યું છે.
વ્યુહાત્મક જગ્યાઓએ પોલીસ હાજર રહેશે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે શહેરમાં પેરા મિલિટરીની ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. એસઆરપી, રેપીડ એક્શન ફોર્સ, સ્પેશિયલ એક્શન ફોર્સ, સીઆરપીએફ અને બીએસએફની કંપનીઓને સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાનિક પોલીસના નેતૃત્વમાં પેટ્રોલીંગ શરૂ કરી છે. આ ડોમીનેશન એક્સરસાઇઝમાં 9 કંપનીઓ શહેર પોલીસની મદદમાં રહેશે.
સંવેદનશીલ વિસ્તારોને ધ્યાને રાખીને ડીપ પોઇન્ટ, ધાબા પોઈન્ટ અને ફિક્સ્ડ પોઇન્ટ રાખ્યા છે. સમગ્ર વિસર્જનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવું આયોજન કરાયું છે. ટેક્નોલોજીકલ ટુલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાલિકા, પોલીસ અને બોડીવોર્ડ, તથા ડ્રોન કેમેરા મારફતે નજર રાખવામાં આવશે. કન્ટીજન્સી પ્લાન પ્રમાણે, વજ્ર, વરૂણ અને એન્ટી રાયોટીંગ કીટ સાથે, સ્પેશિયલ સ્ટાઇકીંગ ફોર્સ અને ક્વિક રિસ્પોન્સ ટીમ સ્થળ પર હાજર રહેશે, કોઇ પણ ઇમરજન્સી સમયે રીસ્પોન્ડ કરી શકે, તે રીતે વ્યુહાત્મક જગ્યાઓએ પોલીસ હાજર રહેશે.
સોશિયલ મીડિયા પર નજર રહેશે.ઇદ અને ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ધાર્મિક આગેવાનો જોડે સંકલન ચાલુ છે. શહેરીજનો ડાયવર્ઝન પ્લાન, નિર્ધારીત સમયે વિસર્જન કરવામાં આવે. સોશિયલ મીડિયા પર નજર રહેશે, સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં મોનીટરીંગ થઇ રહ્યું છે. શહેર પોલીસ તરફથી વિસર્જન માટે વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
કોઇ પણ ક્રિમિનલ એક્ટિવિટિને સહન કરવામાં આવશે નહીં. તેમણે આખરમાં જણાવ્યું કે, ગણેશ ચતુર્થિની પૂર્વ સંધ્યાએ એક ઘટના ઘટી હતી. જેમાં શહેર પોલીસ દ્વારા તમામ આરોપીઓની અટકાયત કરી છે. તેમના વિરૂદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. એક બે નાના મોટા કિસ્સાઓમાં સ્થાનિકે પોલીસે તુરંત કાર્યવાહી કરી છે. કોઇ પણ ક્રિમિનલ એક્ટિવિટિને સહન કરવામાં આવશે નહીં. આપણે દરેક પરિસ્થિતીને પહોંચી વળવા તૈયાર છીએ.