સારવાર દરમિયાન પ્રેમિકાનું મોત પ્રેમીની હાલત ગંભીર
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એક ગામ માં રહેતા પ્રેમી-પંખીડાએ લગ્ન માટે પરિવાર સહમતી નહિ આપે જેથી તેમનું સ્વપ્ન પૂરું થશે નહિં તેમ વિચારી પ્રેમી પંખીડાએ એક સાથે જીવન ટૂંકાવા નું નક્કી કરી ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ત્રણ વર્ષના પ્રેમ-પ્રકરણનો અંત આવ્યો હતો ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવા નો પ્રયાસ કરનાર બને પ્રેમી-પંખીડાને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પ્રેમિકાનું મોત નિપજતા યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, યુવાને દીકરીને વધુ પ્રમાણમાં ઝેર પીવડાવ્યું હતું અને પોતે ઓછું પીધું છે અમારી દીકરીના મોત માટે યુવાન જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો સમગ્ર મામલે પાદરા પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
પાદરા તાલુકાના લુણા ગામમાં રહેતા 21 વર્ષિય અમીત ચૌહાણ અને 18 વર્ષની સ્નેહા પઢીયાર વચ્ચે આંખ મળી જતા પ્રણય ના ફણગા ફૂટ્યા હતા અને એક બીજા ને સાથે જીવવા મરવા ના કોલ આપ્યા હતા પ્રેમી અમિત અને સ્નેહા અવાર-નવાર મળતા હતા કલાકો સુધી એક બીજા સાથે મોબાઇલ ફોન ઉપર પણ પ્રેમાલાપ કરતા હતા બંનેએ એકબીજાને લગ્ન કરવાના કોલ આપ્યા હતા પરંતુ બને ની જ્ઞાતીની અલગ હોવાથી પરિવાર તેમના પ્રેમ લગ્ન માટે સહમત નહિ થાય તેવો બને પ્રેમી પખીડાને ડર હતો
જે તે સમયે સ્નેહા સગીર વયની હોવાથી અમિતે પોતાના પરિવારને સ્નેહા સાથે લગ્ન કરવાની વાત મૂકી ન હતી પરંતુ સ્નેહા 18 વર્ષની ઉંમર વટાવતાની સાથેજ તેને અમિતે ને લગ્ન કરી લેવા માટે જણાવ્યું હતું જેથી અમિતે હિંમત કરીને પોતાના પરિવારને પોતે સ્નેહા ને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગુ છે તેમ જાણવતા અમિત નો પરિવાર રોષે ભરાઈ ગયો હતો અને સ્નેહા જ્ઞાતીની અલગ છે જેથી તેની સાથે તારું લગ્ન શક્ય નથી અને હવે પછી સ્નેહા સાથે લગ્ન કરવાની વાત કરીશ નહિં જેથી અમિતે પોતાના પરિવાર તરફથી મળેલો જવાબ સ્નેહા ને જણાવ્યો હતો અને પરિવારે તરફ થી લગ્ન કરવાની મંજૂરી ન મળતા બને દુઃખી થઇ ગયા હતા આથી બંનેએ સાથે રહી ના શક્યે તો સાથે જીવન ટૂંકાવવા નું નક્કી કરીને ગામની સીમમાં જઇ ઝેરી દવા ગટગટાવી લીધી હતી
પ્રેમી પંખીડાઓ ઝેરી દવા પી જીવન ટૂંકાવવા નો પ્રયાશ કર્યો હોવાની જાણ પરિવારજનોને થતાં તેઓ ખેતરમાં દોડી આવ્યા હતા અને બેભાન થઇ ને ખેતર માં પડેલ અમીત અને સ્નેહા ને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા જયાં ટૂંકી સારવાર દરમિયાન પ્રેમિકા સ્નેહા નું મોત નીપજ્યું હતું જયારે પ્રેમી અમિત ની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું સમગ્ર મામલે પાદરા પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી હતી
સ્નેહાના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, અમીતે અમારી દીકરી સ્નેહાને વધારે ઝેર પીવડાવ્યું હતું અને પોતે ઓછું ઝેર પીધું હતું અને સ્નેહાના મોત માટે અમીત જવાબદાર ગણાવી તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી પાદરા પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે