Vadodara

વિદેશી વિદ્યાર્થીઓ માટે MSUમાં નવી ભાષા શીખવાની યોજના: ગુજરાતી, હિન્દી અને ત્રણ ભાષાઓ વધુ..

Published

on

MSU માં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓને હવે ત્રણ નવી ભાષાઓ શીખવાનો મોકો મળશે

  • ફ્રેન્ચ, પોર્ટુગિઝ અને સ્પેનિશ ભાષાનો સમાવેશ થાય છે.
  • જર્મન ભાષા શીખવાડવામાં આવતી હતી. હવે તેમાં ઉપરોકત ત્રણ નવી ભાષાઓનો ઉમેરો થશે.
  • જેથી તેઓ રોજિંદા જીવનમાં જરૂર પડે તો તેનો ઉપયોગ કરી શકે અને સ્થાનિક વાતાવરણમાં તેમને રહેવામાં સરળતા.

વિદેશી વિદ્યાર્થીઓ માટે MSUમાં નવી ભાષા શીખવાની યોજના: વર્તામન શૈક્ષણિક વર્ષથી જ નવા નિર્ણયનો યુનિવર્સિટીની ઓફિસ ઓફ ઈન્ટરનેશનલ અફેર્સ દ્વારા અમલ થવા જઈ રહ્યો છે. ઈન્ટરનેશનલ અફેર્સના ડાયરેકટર અને ટેકનોલોજી ફેકલ્ટીના ડીન પ્રો.ધનેશ પટેલનું કહેવું છે કે, અત્યાર સુધી વિદેશી વિદ્યાર્થીઓને હિન્દી, ગુજરાતી,  અંગ્રેજી (જો તેમને અંગ્રેજી વધારે ના આવડતું હોય તો) તથા જર્મન ભાષા શીખવાડવામાં આવતી હતી. હવે તેમાં ઉપરોકત ત્રણ નવી ભાષાઓનો ઉમેરો થશે.

હવે થી વિદેશી વિદ્યાર્થીઓને આ ભાષાઓનું પ્રાથમિક જ્ઞાન આપવામાં આવે છે. આ માટે લેવાતા વર્ગોમાં વિદ્યાર્થીઓને હિન્દી અને ગુજરાતી જેવી ભાષાઓની પાયાની જાણકારી આપવામાં આવે છે. જેથી તેઓ રોજિંદા જીવનમાં જરૂર પડે તો તેનો ઉપયોગ કરી શકે અને સ્થાનિક વાતાવરણમાં તેમને રહેવામાં સરળતા રહે.

એમના કહેવા પ્રમાણે સ્પેનિશ, પોર્ટુગિઝ અને જર્મન ભાષાના વર્ગો એટલા માટે શરૂ કરાયા છે કે, વિદ્યાર્થીઓ અન્ય દેશોની સંસ્કૃતિને પણ સમજી શકે. એમ.એસ.યુનિવર્સિટીમાં અત્યારે 528 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વર્ષે 128 નવા વિદેશી વિદ્યાર્થીઓ ભણવા માટે આવ્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ આફ્રિકાના વિવિધ દેશો તેમજ બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા પાડોશી દેશોના છે. તેમના માટે ભાષાના વર્ગો તા.13 ઓકટોબરથી શરૂ કરાયા છે.

Trending

Exit mobile version