વડોદરા રેલવે સ્ટેશન પરથી તા 27-1 ના રોજ અપહરણ થયેલા માસૂમ બાળકને રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં હેમખેમ છોડાવી લીધું છે. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે અપહરણકર્તાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટના: વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી એક અજાણ્યો શખ્સ બાળકની નજર ચૂકવી તેનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો.
પોલીસ એક્શન: ઘટનાની જાણ થતા જ રેલવે એલસીબી અને આરપીએફની ટીમો એક્શનમાં આવી હતી. સ્ટેશનના સીસીટીવી ફૂટેજ તપાસતા આરોપી શંકાસ્પદ હાલતમાં બાળક સાથે નજરે પડ્યો હતો.
ધરપકડ: પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો અને બાળકની સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે મુલાકાત કરાવી હતી.
👉રેલવે પોલીસની સતર્કતાને કારણે મોટી હોનારત ટળી છે. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે કે આની પાછળ કોઈ મોટી ગેંગ સક્રિય છે કે કેમ.