Connect with us

Karjan-Shinor

વડોદરાની ઓપરેશન પરાક્રમ કાર્યવાહી: દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ટેન્કર ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ

Published

on

વડોદરા, તા. 4 નવેમ્બર 2025 – વડોદરા ગ્રામ્ય પોલીસે “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત ગુનાખોરી સામે કડક કાર્યવાહી ચાલુ રાખતાં કરજણ પોલીસ સ્ટેશનની ટીમે દિલ્હી–મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર ટેન્કર ગાડીઓમાંથી ડીઝલ ચોરી કરતી ચાર સભ્યોની ગેંગને ઝડપી પાડી છે.

પોલીસ મહાનિરીક્ષક શ્રી સુંદરપ સિંહ અને પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ, જિલ્લામાં બૂટલેગિંગ, ડ્રગ્સ ધંધા, ચોરી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અભિયાન હાથ ધરાયું છે. આના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષક શ્રી આકાશ પટેલ (ડભોઈ ડિવિઝન)ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે. ભરવાડ અને તેમની ટીમે તકનીકી તેમજ માનવીય ગુપ્તચર માહિતીના આધારે તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન સરસવણી ગામની સીમામાં એક્સપ્રેસ હાઇવે પર પેટ્રોલિંગ દરમ્યાન નંબર પ્લેટ વિના શંકાસ્પદ મારૂતિ સ્વિફ્ટ કાર જોવા મળી. પોલીસે વાહન રોકી તપાસ કરતાં અંદર ડીઝલથી ભરેલા તેમજ ખાલી કાર્બા અને પ્લાસ્ટિક પાઇપો મળી આવ્યા. પૂછપરછમાં આરોપીઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા, અને વધુ પૂછપરછ બાદ તેમણે ટેન્કર ગાડીઓમાંથી ડીઝલ ચોરીની કબૂલાત કરી.કરજણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.) કલમ ૩૦૩(૨) તથા ૫૪ મુજબ ગુનો નોંધાયો છે.

પકડાયેલા આરોપીઓ :

  • અજયસિંહ ઉર્ફે અજય વખતસિંહ સોલંકી (ઉંમર 24) રહેવાસી અમરાપુરા, ચોરાવાળુ ફળીયું, તા. સાવલી
  • શૈલેષભાઇ પ્રભાતભાઇ પરમાર (ઉંમર 34) રહેવાસી રાસાવાડી, કવાવાળુ ફળીયું, તા. સાવલી
  • વિજયભાઇ શનાભાઇ સોલંકી (ઉંમર 28) રહેવાસી કાનપોડ, ભાથીજીવાળુ ફળીયું, તા. સાવલી
  • દક્ષિણકુમાર ઉર્ફે અજયગણસિંહ સોલંકી (ઉંમર 29) રહેવાસી અમરાપુરા, બાર ફળીયું, તા. સાવલી

ગુનાની પદ્ધતિ (એમઓ) આરોપીઓ હાઇવે પર ક્યાંક અચાનક બંધ થયેલા કે પાર્ક કરેલા ટેન્કર વાહનોનું નિરીક્ષણ કરી, પોતાના સાથે લાવેલા સાધનો વડે ટેન્ક તોડી ડીઝલ અથવા પેટ્રોલ ચોરી કરતા હતા.

ગુનાખોર ઇતિહાસ :
• શૈલેષભાઇ પ્રભાતભાઇ પરમાર: 2023માં તારાપુર પોલીસ    સ્ટેશન વિસ્તારમાં ડીઝલ ચોરીમાં ઝડપાયેલા.
• દક્ષિણકુમાર ઉર્ફે અજયગણસિંહ સોલંકી: 2020માં વેજલપુર, 2022માં વરણામા, વડોદરા તાલુકા સહિતના વિસ્તારોમાં ડીઝલ ચોરીના ગુનાઓમાં પકડાયેલા.

જપ્ત કરાયેલ મુદ્દામાલએક મારૂતિ સ્વિફ્ટ કારચાર એન્ડ્રોઇડ મોબાઇલ ફોનબે ડીઝલ ભરેલા કારબાઆઠ ખાલી ડીઝલ કારબા અને બે પ્લાસ્ટિક પાઇપોડીઝલ ટેન્ક તોડવા માટે ઉપયોગમાં લેવાતા દાતરડાં, પકડ અને હથોડીઓ કામગીરી કરનાર પોલીસ અધિકારી અને સ્ટાફપો. ઇન્સ્પેક્ટર એ.કે. ભરવાડપો. સબ. ઇન્સ્પેક્ટર સવ. એચ. મીઠા અ. હે. કો. અરસવિંનિભાઇ ગોસવિંનિભાઇઆ. પો. કો. કરણસિંહ મઘપતસિંહઅ. પો. કો. હનુભાઇ લન્સવરભાઇઅ. પો. કો. સવર્જનભાઇ પરબતભાઇવડોદરા ગ્રામ્ય પોલીસે આરોપીઓ પાસે અન્ય સ્થળોએ થયેલી ડીઝલ ચોરીની પણ તલસ્પર્શી તપાસ શરૂ કરી છે.

National32 minutes ago

બિહાર ચૂંટણી પહેલા રાહુલનો હાઈડ્રોજન બોમ્બ — 25 લાખ મત ચોરીનો દાવો!

Dharmik1 hour ago

મોક્ષ પીપળા પર શ્રદ્ધાળુઓની પ્રદક્ષિણા – સિદ્ધપુરમાં કાર્તિકી પૂનમનો ઉમંગ

Vadodara3 hours ago

ઓવરસ્પીડિંગનો કહેર: મકરપુરામાં એક્ટિવાને કારની ટક્કર, CCTVમાં ઘટના કેદ

Vadodara3 hours ago

વડોદરામાં સંતુષ્ટિ બેકરી પર રોષ: સીલ્ડ પેક ચીઝ કેક ફૂગવાળો મળતા.

National4 hours ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Vadodara1 day ago

વડોદરા: દિવાળીપુરા કોર્ટમાં સિક્યુરિટીનો અભાવ — રીક્ષા ચાલકોની બેટરી ચોરીની ઘટના સામે આવી

Vadodara1 day ago

વડોદરામાં કરુણ ઘટના: ડ્રાઈવરનો હાર્ટ એટેક બાદ મોત, પરિવારનો આક્ષેપ – “કંપનીએ મારી પિતાની હત્યા કરી”

Karjan-Shinor1 day ago

વડોદરાની ઓપરેશન પરાક્રમ કાર્યવાહી: દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ટેન્કર ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Padra1 year ago

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

Padra2 years ago

પાદરા ચોક્સી બજારમાં બે બુરખાધારી મહિલાઓ ગ્રાહક બની ચોક્સીની દુકાનમાંથી દાગીના સેરવી ફરાર, એક મહિલા ઝડપાઇ

National4 hours ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Savli6 days ago

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Gujarat2 weeks ago

કાગળ પરની દારૂબંધી! અમદાવાદના પોશ વિસ્તારમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો

Vadodara2 weeks ago

માંજલપુરમાં અસામાજિક તત્વોની તોડફોડ, 15 રિક્ષા-ટેમ્પોને નુકસાન

Dabhoi2 weeks ago

વડોદરા-ડભોઇ રોડ પર પલાસવાડા ફાટક પાસે ભારે ટ્રાફિકજામ, કલાકો સુધી વાહનો અટવાયા

Vadodara3 weeks ago

વડોદરા શહેરમાં સુનિલ પાન ગેંગનો પર્દાફાશ: 96થી વધુ લુંટ અને ચોરીના ગુનાઓનો અંત, ગુજસીટોક હેઠળ કાર્યવાહી

Vadodara3 weeks ago

“વડોદરામાં પોલીસની નિષ્ફળતા સ્પષ્ટ: નાગરિકો જ હવે બુટલેગરોને પકડી પોલીસને શરાબનો જથ્થો સોંપે છે”

Vadodara3 weeks ago

પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના સ્વાગત માટે પાલિકાના સ્ટ્રીટ લાઈટ વિભાગના સ્ટાફે ઝંડા લગાવવાની જવાબદારી સ્વીકારી?

Trending