વડોદરા, તા. 4 નવેમ્બર 2025 – વડોદરા ગ્રામ્ય પોલીસે “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત ગુનાખોરી સામે કડક કાર્યવાહી ચાલુ રાખતાં કરજણ પોલીસ સ્ટેશનની ટીમે દિલ્હી–મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર ટેન્કર ગાડીઓમાંથી ડીઝલ ચોરી કરતી ચાર સભ્યોની ગેંગને ઝડપી પાડી છે.
પોલીસ મહાનિરીક્ષક શ્રી સુંદરપ સિંહ અને પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ, જિલ્લામાં બૂટલેગિંગ, ડ્રગ્સ ધંધા, ચોરી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અભિયાન હાથ ધરાયું છે. આના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષક શ્રી આકાશ પટેલ (ડભોઈ ડિવિઝન)ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે. ભરવાડ અને તેમની ટીમે તકનીકી તેમજ માનવીય ગુપ્તચર માહિતીના આધારે તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન સરસવણી ગામની સીમામાં એક્સપ્રેસ હાઇવે પર પેટ્રોલિંગ દરમ્યાન નંબર પ્લેટ વિના શંકાસ્પદ મારૂતિ સ્વિફ્ટ કાર જોવા મળી. પોલીસે વાહન રોકી તપાસ કરતાં અંદર ડીઝલથી ભરેલા તેમજ ખાલી કાર્બા અને પ્લાસ્ટિક પાઇપો મળી આવ્યા. પૂછપરછમાં આરોપીઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા, અને વધુ પૂછપરછ બાદ તેમણે ટેન્કર ગાડીઓમાંથી ડીઝલ ચોરીની કબૂલાત કરી.કરજણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.) કલમ ૩૦૩(૨) તથા ૫૪ મુજબ ગુનો નોંધાયો છે.
પકડાયેલા આરોપીઓ :
- અજયસિંહ ઉર્ફે અજય વખતસિંહ સોલંકી (ઉંમર 24) રહેવાસી અમરાપુરા, ચોરાવાળુ ફળીયું, તા. સાવલી
- શૈલેષભાઇ પ્રભાતભાઇ પરમાર (ઉંમર 34) રહેવાસી રાસાવાડી, કવાવાળુ ફળીયું, તા. સાવલી
- વિજયભાઇ શનાભાઇ સોલંકી (ઉંમર 28) રહેવાસી કાનપોડ, ભાથીજીવાળુ ફળીયું, તા. સાવલી
- દક્ષિણકુમાર ઉર્ફે અજયગણસિંહ સોલંકી (ઉંમર 29) રહેવાસી અમરાપુરા, બાર ફળીયું, તા. સાવલી
ગુનાની પદ્ધતિ (એમઓ) આરોપીઓ હાઇવે પર ક્યાંક અચાનક બંધ થયેલા કે પાર્ક કરેલા ટેન્કર વાહનોનું નિરીક્ષણ કરી, પોતાના સાથે લાવેલા સાધનો વડે ટેન્ક તોડી ડીઝલ અથવા પેટ્રોલ ચોરી કરતા હતા.
ગુનાખોર ઇતિહાસ :
• શૈલેષભાઇ પ્રભાતભાઇ પરમાર: 2023માં તારાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીઝલ ચોરીમાં ઝડપાયેલા.
• દક્ષિણકુમાર ઉર્ફે અજયગણસિંહ સોલંકી: 2020માં વેજલપુર, 2022માં વરણામા, વડોદરા તાલુકા સહિતના વિસ્તારોમાં ડીઝલ ચોરીના ગુનાઓમાં પકડાયેલા.
જપ્ત કરાયેલ મુદ્દામાલએક મારૂતિ સ્વિફ્ટ કારચાર એન્ડ્રોઇડ મોબાઇલ ફોનબે ડીઝલ ભરેલા કારબાઆઠ ખાલી ડીઝલ કારબા અને બે પ્લાસ્ટિક પાઇપોડીઝલ ટેન્ક તોડવા માટે ઉપયોગમાં લેવાતા દાતરડાં, પકડ અને હથોડીઓ કામગીરી કરનાર પોલીસ અધિકારી અને સ્ટાફપો. ઇન્સ્પેક્ટર એ.કે. ભરવાડપો. સબ. ઇન્સ્પેક્ટર સવ. એચ. મીઠા અ. હે. કો. અરસવિંનિભાઇ ગોસવિંનિભાઇઆ. પો. કો. કરણસિંહ મઘપતસિંહઅ. પો. કો. હનુભાઇ લન્સવરભાઇઅ. પો. કો. સવર્જનભાઇ પરબતભાઇવડોદરા ગ્રામ્ય પોલીસે આરોપીઓ પાસે અન્ય સ્થળોએ થયેલી ડીઝલ ચોરીની પણ તલસ્પર્શી તપાસ શરૂ કરી છે.