Connect with us

Karjan-Shinor

વડોદરા ગ્રામ્ય LCBનો મોટો સપાટો: એક્સપ્રેસ હાઈવે પરથી ₹1.47 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

Published

on

વડોદરા: રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વડોદરા ગ્રામ્ય પોલીસે “ઓપરેશન પરાક્રમ” હેઠળ અત્યાર સુધીનો સૌથી મોટો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કરજણ પાસે વોચ ગોઠવીને પોલીસે એક બંધ બોડીના ટ્રકમાંથી ₹1.47 કરોડની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

🚨ઓપરેશનની વિગત: ચોક્કસ બાતમી અને ફિલ્મી ઢબે પીછો

રેન્જ આઈ.જી. સંદીપ સિંગ અને એસપી સુનિલ અગ્રવાલની સૂચના મુજબ LCBની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ASI ભૂપતભાઈ અને હેડ કોન્સ્ટેબલ વિનોદસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, કર્ણાટક પાસિંગની એક ટ્રક (KA 51 AL 1698) માં દારૂનો મોટો જથ્થો સુરત-ભરૂચ થઈ વડોદરા તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે સાપા ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે પર નાકાબંધી કરી ટ્રકને કોર્ડન કરી ઝડપી લેવામાં આવી હતી.

✍️મુદ્દામાલની આંકડાકીય વિગત:

​પોલીસે ટ્રકની તલાશી લેતા અંદરથી પૂંઠાના બોક્સમાં છુપાવેલી દારૂની પેટીઓ મળી આવી હતી:

  • વિદેશી દારૂની પેટીઓ: 985 પેટી (કુલ 47,280 બોટલ)
  • દારૂની કિંમત: ₹1,47,51,360/-
  • ટાટા ટ્રકની કિંમત: ₹15,00,000/-
  • કુલ જપ્ત મુદ્દામાલ: ₹1,62,56,360/-

🧐આરોપીની ધરપકડ અને ગોવા કનેક્શન

પોલીસે સ્થળ પરથી ટ્રક ડ્રાઈવર ભવરલાલ મોટારામ જાટ (રહે. બાડમેર, રાજસ્થાન) ને ઝડપી લીધો છે. પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે:

આ દારૂનો જથ્થો રાજસ્થાનના સાંચોરના રાજેન્દ્ર ઉર્ફે રાજેશકુમાર બિશ્નોઈ નામના શખ્સે ગોવાના મડગાવ પાસે ભરાવી આપ્યો હતો અને આ જથ્થો આણંદ ખાતે પહોંચાડવાનો હતો.

👮પોલીસ કાર્યવાહી:

​LCB દ્વારા પકડાયેલા ડ્રાઈવર અને દારૂ સપ્લાય કરનાર રાજેન્દ્ર બિશ્નોઈ વિરુદ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરા ગ્રામ્ય પોલીસની આ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Continue Reading
Vadodara6 hours ago

વડોદરા: આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોટી પહોંચ આપી 16 લોકોને છેતર્યા

National6 hours ago

મોંઘવારીનો મોટો ફટકો: ઈન્ડસ્ટ્રીયલ ડીઝલના ભાવમાં ₹22નો તોતિંગ વધારો, ઉદ્યોગો અને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધશે

Vadodara7 hours ago

વડોદરા: લહેરીપુરા અને MG રોડ પર ‘વન ડે – વન રોડ’નો ફિયાસ્કો, સફાઈના કલાકોમાં જ રસ્તાઓ પર દબાણોનો રાફડો

Dabhoi8 hours ago

ડભોઇ-ચાણોદ પંથકમાં કુદરતનો કહેર: મિની વાવાઝોડાએ મકાઈનો પાક જમીનદોસ્ત કર્યો, ખેડૂતો પાયમાલ

Vadodara9 hours ago

વડોદરા: સુસેન રોડ પર કોર્પોરેશનનું ‘વન ડે વન રોડ’ અભિયાન, નોટિસ વિનાની કાર્યવાહીથી વેપારીઓ લાલઘૂમ.

Vadodara10 hours ago

વડોદરામાં ગઠિયાઓનો આતંક, ‘મફત કપડાં-બિસ્કિટ’ની લાલચ આપી વૃદ્ધાની સોનાની બંગડીઓ સેરવી લીધી

Vadodara12 hours ago

વડોદરા: સનફાર્મા રોડ પર લોહિયાળ જંગ, જૂની અદાવતમાં મોબાઈલ ટેકનિશિયન પર લોખંડના પાઈપથી જીવલેણ હુમલો

Vadodara12 hours ago

વડોદરા: મનીષા ચોકડી પાસે પાર્કિંગ મુદ્દે મામલો બિચક્યો, MS યુનિવર્સિટીના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Vadodara9 hours ago

વડોદરા: સુસેન રોડ પર કોર્પોરેશનનું ‘વન ડે વન રોડ’ અભિયાન, નોટિસ વિનાની કાર્યવાહીથી વેપારીઓ લાલઘૂમ.

Vadodara1 day ago

વડોદરા: તુલસીવાડીમાં યુવક પર તલવાર-ગુપ્તીથી હુમલો, હોસ્પિટલમાં પણ હુમલાખોરનો આતંક!

Vadodara2 days ago

વડોદરા: ‘કાગળ પર સ્ટોક પૂરતો, પણ બજારમાં અછત’, ગેસ માટે વેપારીઓ અને સેવાભાવી સંસ્થાઓ મજબૂર

Vadodara4 days ago

વડોદરાના નાગરવાડામાં ટ્રિપલ અકસ્માત: નશામાં ધૂત રિક્ષા ચાલકે પિતા-પુત્રને ઉડાવ્યા.

Vadodara5 days ago

ગલીએ-ગલીએ ‘નવા ડોન’નો ઉદય: મકરપુરા અને બરોડા ડેરી પાસે મારામારીના દ્રશ્યોથી ભયનો માહોલ.

Vadodara5 days ago

વડોદરામાં ખાખી પર હુમલો: કારેલીબાગમાં ઝઘડો શાંત કરાવવા ગયેલી પોલીસ પર હિંસક હુમલો.

Vadodara7 days ago

વડોદરામાં ઘરકંકાસે લીધો પત્નીનો જીવ! બરાનપુરામાં પતિએ જ કરી પત્નીની ઘાતકી હત્યા.

Vadodara1 week ago

તેરી ભારત સરકાર કી…**** ભારત સરકાર લખેલી કારના ચાલકને અસામાજિક તત્વોએ ઢોર માર માર્યો

Trending