Connect with us

Vadodara

જુના સમાચારની અદાવતમાં વડોદરામાં પત્રકારને નિશાન બનાવાયા: જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

Published

on

વડોદરામાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા પત્રકાર પર જીવલેણ હુમલો.

  • ત્રણ અજાણ્યા શખ્સોએ પાછળથી ધસી આવી મુજમહુડા વિસ્તારમાં માર માર્યો.
  • જૂના સમાચારની અદાવતમાં હુમલો કરાયો હોવાની ફરિયાદીની શંકા.
  • જેપી રોડ પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા.

વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી એક ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રથી વડોદરામાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા ક્રાઈમ રિપોર્ટર પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો છે. પત્રકારત્વના કામની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવી રહ્યું છે.

વિગતો મુજબ, મહારાષ્ટ્રના થાણેમાં ક્રાઈમ રિપોર્ટર તરીકે કાર્યરત વિકાસ રામચંદ્ર જગતાપ ગત 6 માર્ચના રોજ વડોદરાના મુજમહુડા, ભૈરવનગર વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. ભોજન લીધા બાદ જ્યારે તેઓ હાથ ધોવા માટે ઉભા હતા, ત્યારે અચાનક ત્રણ અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો.

એક શખ્સે પત્રકારને પાછળથી પકડી રાખ્યા હતા, જ્યારે અન્ય બે શખ્સોએ તેમને માર માર્યો હતો. આ હુમલા પાછળ અગાઉ પ્રકાશિત કરવામાં આવેલા એક સમાચારની અદાવત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

🧐હુમલા પાછળનું કારણ અને શંકા

“ફરિયાદી વિકાસ જગતાપના જણાવ્યા અનુસાર, તેમણે ફેબ્રુઆરી મહિનામાં મુંબ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદ અંગે સમાચાર પ્રકાશિત કર્યા હતા. આ સમાચાર સામાજિક બહિષ્કાર પ્રતિબંધ અધિનિયમ હેઠળ નોંધાયેલા ગુના અંગેના હતા. સમાચાર પ્રસિદ્ધ થયા બાદ તેમને સતત ધમકીઓ મળી રહી હતી.

ફરિયાદમાં મહારાષ્ટ્રના જ શુભમ ઉર્ફે રાવણ અગીનાથ સિંધે દ્વારા આ હુમલો કરાવવામાં આવ્યો હોવાની શંકા સેવવામાં આવી છે. આ સાથે જ ખંડણી વસૂલવાનો પ્રયાસ કરાયો હોવાનો પણ ગંભીર આક્ષેપ પત્રકારે કર્યો છે.”

હાલમાં જેપી રોડ પોલીસે આ મામલે રાયોટિંગ અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. વડોદરા પોલીસ હવે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે હુમલાખોરોને પકડવા માટે તપાસ તેજ કરી રહી.

Continue Reading
Vadodara11 hours ago

VMC ની ‘અણઘડ’ કામગીરીનો નમૂનો; વાઘોડિયા રોડ પર લાઈન રિપેરિંગ બાદ યોગ્ય પુરાણ ન થતા ઈંટો ભરેલી ટ્રક ખાડામાં ફસાઈ

Vadodara12 hours ago

વડોદરામાં ચૂંટણીનો શંખનાદ: ભાજપની મધ્ય ઝોનની મહત્વની બેઠક, તો કોંગ્રેસે આઠ તાલુકાના પ્રભારીઓ મેદાને ઉતાર્યા

Vadodara13 hours ago

300 કરોડની લોનનું સપનું બતાવી છેતરપિંડી કરનાર  ‘કમિશનખોર’ નયના મહીડાના જામીન નામંજૂર

Vadodara13 hours ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara14 hours ago

કાયદાના સકંજામાં ફરાર કેદી: 10 દિવસની રજા માણી જેલના બદલે ઘરે ગયેલા પ્રવિણ તડવીને પોલીસે જેલ ભેગો કર્યો

Vadodara16 hours ago

અસહ્ય પીડા અને આત્મહત્યા: વડોદરામાં બીમારીથી કંટાળી પરિણીતાએ ગોરવા હાઈટ્સના 11મા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું

Vadodara17 hours ago

શર્મસાર વડોદરા: પોતાની જ બહેનની બહેનપણીને નરાધમે પીંખી નાખી, માંજલપુર પોલીસ મથકે લોકોના ટોળા ઉમટ્યા

International18 hours ago

વિશ્વ યુદ્ધની દસ્તક? ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર 10 બોમ્બ ઝીંકાયા, અમેરિકી બેઝ પર ઈરાનનો વળતો હુમલો.

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara13 hours ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara1 day ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Dabhoi2 days ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara2 days ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Dabhoi3 days ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Vadodara4 days ago

વડોદરા: ઝોન-2 ના 6 પોલીસ સ્ટેશનોના લાખોની કિંમતના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું; કોયલી ચેકપોસ્ટ પાસે કરાયો નાશ

Vadodara1 week ago

વડોદરા: સુસેન રોડ પર કોર્પોરેશનનું ‘વન ડે વન રોડ’ અભિયાન, નોટિસ વિનાની કાર્યવાહીથી વેપારીઓ લાલઘૂમ.

Vadodara1 week ago

વડોદરા: તુલસીવાડીમાં યુવક પર તલવાર-ગુપ્તીથી હુમલો, હોસ્પિટલમાં પણ હુમલાખોરનો આતંક!

Trending