Vadodara
વાઘોડિયાના તરસવા ગામના ખેડૂતનો પાણી ભરેલા નાળામાંથી મૃતદેહ મળ્યો, ગામના વ્યક્તિએ પોલીસમાં અરજી કરી હતી
Published
4 months agoon
જિલ્લાના વાઘોડિયા તાલુકાના તરસવા ગામના પાંચ દિવસ પહેલા ગુમ થનાર ખેડૂતનો રહસ્યમય સંજોગોમાં ગામના પાસેના પાણી ભરેલા નાળામાથી રહસ્યમય રીતે મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. પોલીસે આ રહસ્યમય મોત અંગે તપાસ હાથ ધરી છે.
વાઘોડિયા પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે તરસવા ગામના મંદિરવાળા ફળિયામાં રહેતા ખેડૂત રામકિશન ભાઇલાલભાઇ પરમારનો ( ઉ.વ. 45 )તા. 18 સપ્ટેમ્બરના રોજ ગામમાં રહેતા ખેડૂત નારણભાઇ પરમાર સાથે ખેતરમાં પાણીની કોસ બનાવવા તેમજ ટ્રેક્ટરના નાણાં બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ નારણભાઇ પરમારે વાઘોડિયા પોલીસ મથકમાં રામકિશન પરમાર સામે અરજી આપી હતી.
ઝઘડા બાદ ખેડૂત રામકિશનને પોતાના વિરુદ્ધ નારણભાઇ પરમારે પોલીસ મથકમાં અરજી આપી હોવાની જાણ થતાં, ઝઘડો તે દિવસથી ઘરમાં કોઇને જાણ કર્યા વગર નિકળી ગયા હતા. આ અંગે પરિવારના કલ્પેશભાઇ ચંદુભાઇ પરમારે વાઘોડિયા પોલીસ મથકમાં રામકિશન પરમાર ગુમ થયાની જાણ કરતી અરજી આપી હતી. પોલીસે અરજીના અનુસંધાનમાં તપાસ શરૂ કરી હતી.
દરમિયાન પાંચ દિવસ બાદ રામકિશન પરમારનો મૃતદેહ ગામ પાસેના પાણી ભરેલા નાળામાથી રહસ્યમય સંજોગોમાં મળી આવતાં ચકચાર મચી ગઇ છે. વાઘોડિયા પોલીસે ડિકંપોઝ થઇ ગયેલા મૃતદેહનો કબજો લઇ પોષ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોષ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ રામકિશન પરમારે આપઘાત કર્યો છે કે પછી અન્ય કોઇ કારણસર મોત નિપજ્યું છે, તે બહાર આવ્યા બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.
તરસવા ગામમાં ભારે ચકચાર જગાવી મુકનાર આ રહસ્યમય મોત અંગે વાઘોડિયા પોલીસ મથકના અંબાલી આઉટ પોસ્ટના અનાર્મ હેડ કોન્સ્ટેબલ હિતેશકુમાર કરી રહ્યા છે. તપાસ દરમિયાન ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
You may like
-
નિયમોનું છડેચોક ઉલ્લંઘન: રેલવે પ્લેટફોર્મ પરની શોપમાં લખેલી નોંધ માત્ર ‘સુવાક્ય’ બની
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ
-
તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
-
નકલી પોલીસ બની હનીટ્રેપમાં ફસાવી તોડ કરનાર મહિલા સહિત 5 પકડાયા