Connect with us

Vadodara

તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

Published

on

વડોદરા શહેર માંથી હદપાર કરેલો અને ચોરી તેમજ ચેઇન સ્નેચિંગના ગુન્હામાં નાસતો ફરતો આરોપી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે.ક્રાઇમ બ્રાન્ચે આરોપીને વધુ તપાસ અર્થે વાડી પોલીસ મથકને હવાલે કર્યો છે.

Advertisement

ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, મહેન્દ્રસિંગ દિલીપસિંગ સિકલીગર (રહે.જલારામ નગર ઝૂંપડપટ્ટી,મહાનગર સામે ડભોઇ રોડ) શહેર માંથી હદપાર કરેલો હોવા છતાંય હાલમાં ડભોઇ રોડ પર મહાનગર સોસાયટી પાસેના વુડાના મકાનોમાં હાજર છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી તેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી મહેન્દ્રસિંગ સિકલીગરને એક વર્ષ માટે વડોદરા માંથી તડીપાર કર્યો હોવા છાંટાય કોઈ પણ પ્રકારની લેખિત મંજૂરી વિના તે શહેરમાં પ્રવેશ્યો હતો.

Advertisement

જ્યારે વર્ષ 2024માં વાડી પોલીસ મથકમાં ચેઇન સ્નેચિંગ તેમજ મકરપુરા પોલીસ મથકની હદમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ હતો. જે કબુલાતના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને વાડી પોલીસ મથકમાં હદપારી ભંગ તેમજ ચેઇન સ્નેચિંગના ગુન્હાની વધુ તપાસ માટે આરોપીને વાડી પોલીસ મથકને હવાલે કરવામાં આવ્યો છે.

Advertisement
Vadodara1 day ago

વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ કનેક્ટિવિટી વધારવા સંસદમાં રજુઆત

Vadodara1 day ago

છાણી સ્મશાનમાંથી લાકડા લઇ જવાતા વિરોધ, કોર્પોરેટર સાથે શાબ્દિક ઘર્ષણ

Vadodara2 days ago

વિશ્વામિત્રી નદીમાં મહિલાએ ભૂસકો માર્યો, સર્ચ ઓપરેશનમાં ત્રણ બોટ મુકાઇ

Vadodara2 days ago

VIDYALAYA EDU CARE ટ્યુશનમાં સગીરાની છેડતી, શિક્ષક સામે ફરિયાદ

Vadodara2 days ago

પ્રા. શાળાના જર્જરિત ઓરડામાં વિદ્યાર્થીઓ ભણતા હોવાનો સામાજિક અગ્રણીનો આક્ષેપ

Vadodara2 days ago

જીલ્લા પંચાયતમાં ભાજપની સત્તા હોવા છતાંય “અધિકારી રાજ”, 140 વિકાસના કામો અટવાયા!

Savli2 days ago

સાવલીના PI વિરૂદ્ધ મંજુસર પોલીસ મથકમાં લેખિત ફરિયાદ

Dabhoi3 days ago

કરનાળી રેવા આશ્રમ ખાતે લઘુરુદ્ર યજ્ઞ અને હનુમાન ચાલીસા હોમાત્મક યજ્ઞનું આયોજન થયું

Trending