City

શહેરમાં SMC ધામા બાદ ક્રાઇમ બ્રાન્ચને 54 હજારનો શરાબ મળી આવ્યો,શરાબ કોને સપ્લાય કર્યો તેનો કોઈ ઉલ્લેખ નહીં!

Published

on

વડોદરા શહેરમાં ગત રોજ સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ સફાળા જાગેલી વડોદરા પોલીસની ક્રાઇમ બ્રાન્ચે શહેરના ન્યુ વીઆઇપી રોડ સ્વાદ ક્વાર્ટર્સ માંથી વિદેશી શરાબનો ક્વોલિટી કેસ શોધી કાઢીને એક બુટલેગરની ધરપકડ કરી હતી.

શહેરમાં ગત રોજ નવાપુરા પોલીસ મથક વિસ્તારમાં બકરાવાડીમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડીને શહેર પોલીસ ની શાખના ધજાગરા ઉડાવ્યા હતા. સબ સલામતનો દાવો કરતી શહેર પોલીસના નાક નીચે બુટલેગરો બેફામ થયા છે તેની સાબિતી સ્ટેટ મોનીટરીંગ સેલે પુરાવી હતી. ત્યારે આ દરમિયાન વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ન્યુ વીઆઇપી રોડ પર આવેલા સ્વાદ ક્વાર્ટર્સ માંથી વિદેશી શરાબના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો.

Advertisement

શહેર ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને બાતમી મળી હતી કે,ન્યુ વીઆઇપી રોડ પર સ્વાદ ક્વાર્ટર્સ માં રહેતો દિલીપ ઉર્ફે દિપુ ગોવિંદચંદ શર્માએ પોતાના ઘરમાં શરાબનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો છે. જે બાતમીના આધારે દરોડો પાડતા દિલીપના ઘર માંથી વિવિધ બ્રાન્ડની 267 વિદેશી શરાબની બોટલ મળી આવી હતી.

ક્રાઇમ બ્રાન્ચે 54 હજાર ની કિંમતના શરાબના જથ્થા સાથે બુટલેગર દિલીપ શર્માની ધરપકડ કરી હતી. જોકે નવાઈની વાત એ છે કે સામાન્ય રીતે બુટલેગર શરાબનો જથ્થો ક્યાંથી લાવ્યો અને કોને સપ્લાય કર્યો તે આરોપીનું નામ પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવતો હોય છે જોકે દિલીપ શર્મા શરાબનો જથ્થો ક્યાંથી લાવ્યો તેની કોઈ માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી નથી.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version