City

લીલોતરી કરવા શોર્ટકટ વાપર્યા બાદ જ્ઞાન લાધ્યું: શહેરભરમાં કોનોકાર્પસ વૃક્ષો કાઢી નાખવામાં આવશે

Published

on

વડ નગરી વડોદરાને લીલીછમ રાખવા પાલિકાના સત્તાધીશોએ લીધેલા શોર્ટકટનું જ્ઞાન થતા હવે પર્યાવરણને નુકશાન પહોંચાડનાર કોનોકાર્પસ વૃક્ષને દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. અને આગામી સમયમાં પાલિકા દ્વારા મોટા ભાગે ડિવાઈડર પર રોપવામાં આવેલા કોનો કોર્પસ વૃક્ષો દૂર કરવામાં આવશે.

કોનોકાર્પસ વૃક્ષો લીલોતરી તો આપે છે પણ આ વૃક્ષ ઓક્સિજનનું નિર્માણ કરવાને કારણે કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ કરે છે. આ વૃક્ષને પશુઓ પણ ખાતા નથી અને જલ્દીથી મોટા થાય છે જેથી તેનો આ ગુણ જોઈને પાલિકાએ શહેર ભરમાં કોનોકાર્પસ વૃક્ષો વાવીને શહેરને લીલુંછમ કરવાની કોશિષ કરી હતી.

Advertisement

જોકે કેટલાક પર્યાવરણવિદ દ્વારા પાલિકાના સત્તાધીશોનેઆ વૃક્ષથી થતા નુકશાન અંગે માહિતી આપ્યા બાદ મોડે મોડે પાલિકા તંત્ર જાગ્યું છે. કોનોકાર્પસ વૃક્ષના મૂળિયાં જમીનમાં ઊંડા ઉતરે છે જેના કારણે રોડને પણ નુકશાન થાય છે. સાથે સાથે ગ્રાઉન્ડ વોટર લેવલ પણ ઘટી જાય છે.

સામાન્ય રીતે વૃક્ષો વવવાથી શુદ્ધ ઓક્સિજન મળવું જોઈએ,જોકે આ વૃક્ષની પ્રજાતિ ઓક્સિજનને બદલે કાર્બન ડાયોક્સાઇડ આપે છે.જે પ્રકૃતિ માટે ખૂબ હાનિકારક છે. જેને કારણે પાલિકાએ હવે કોનોકાર્પસ વૃક્ષોને કાપી કાઢવાનો નિર્ણય લીધો છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version