Connect with us

Vadodara

VMC ચૂંટણી ટાણે કામની ઉતાવળમાં તંત્રની બેદરકારી! વડોદરામાં 14 પૈડાની ટ્રક જમીનમાં ગરકાવ

Published

on

પાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વડોદરા કોર્પોરેશન અધૂરા કામો પૂરા કરવા રઘવાયું બન્યું છે. પરંતુ આ ઉતાવળ હવે જનતા માટે મુસીબત બની રહી છે. રાજમહેલ રોડ પર ખોદાયેલા ખાડાનું યોગ્ય પુરાણ ન થતા 14 પૈડાની તોતિંગ ટ્રક જમીનમાં ફસાઈ ગઈ હતી, જેના કારણે આખા વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાયો છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

📍ઘટનાની વિગતો:

અકોટા વિધાનસભા હેઠળના વોર્ડ નંબર 13માં આવતા રાજમહેલ રોડ, ખાડિયા પોળ-2 પાસે આ ઘટના બની છે. અહીં છેલ્લા કેટલાક સમયથી પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. ચૂંટણી નજીક હોવાથી કામ ઝડપથી પતાવવાની લ્હાયમાં ખોદાયેલા ખાડાઓનું યોગ્ય પુરાણ કરવામાં આવ્યું નહોતું.

કેવી રીતે બની ઘટના?

આજે આ માર્ગ પરથી સિમેન્ટ ભરેલી 14 પૈડાની ભારેખમ ટ્રક પસાર થઈ રહી હતી. કાચા પુરાણવાળા રોડ પર ટ્રક આવતા જ જમીન બેસી ગઈ હતી અને ટ્રકનું પાછળનું ટાયર અંદર ગરકાવ થઈ ગયું હતું. આ અકસ્માતને કારણે નીચેથી પસાર થતી પાણીની નવી લાઈન તૂટી ગઈ હતી.

🚰વિસ્તારમાં જળ સંકટ:

લાઈન તૂટતા જ લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો અને સમગ્ર વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો હતો. સ્થાનિક રહીશોને પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, કોન્ટ્રાક્ટરના માણસોનું કહેવું છે કે તેમણે ભારે વાહનોને પસાર ન થવા સૂચના આપી હતી, છતાં ટ્રક ત્યાંથી પસાર થઈ હતી.

👉નેતાની પ્રતિક્રિયા અને તંત્ર પર પ્રહાર

ઘટનાની જાણ થતા જ સ્થાનિક કાઉન્સિલર જાગૃતિબેન કાકા દોડી આવ્યા હતા. તેમણે જાહેરમાં તંત્રની પોલ ખોલતા જણાવ્યું હતું કે:

  • ​આ ઘટના માટે સીધી રીતે એન્જિનિયરોની બેદરકારી જવાબદાર છે.
  • ​કામગીરી દરમિયાન યોગ્ય સુપરવિઝન કરવામાં આવ્યું નથી.
  • ​આ બાબતે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવશે.

🫵ચુટણી પહેલા વાહવાહી લૂંટવા માટે ઉતાવળે કરવામાં આવતા કામો કેટલા જોખમી હોઈ શકે છે તેનું આ જીવંત ઉદાહરણ છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ લાઈન ક્યારે રિપેર કરે છે અને જવાબદારો સામે શું પગલાં લેવાય છે.

Continue Reading
Vadodara5 hours ago

ગંદકી કરનારા સાવધાન! સયાજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ‘વન પેશન્ટ, વન રિલેટિવ’નો કડક અમલ

Vadodara5 hours ago

પાડોશી જ નીકળ્યો વાહનચોર! અકોટામાં પોતાના જ એપાર્ટમેન્ટમાંથી મોપેડ ચોરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો

Padra6 hours ago

માનવતાના રંગે રંગાયું વડોદરા: ‘અપંગ ના ઓજસ’ સંકુલમાં દિવ્યાંગ બાળકો સાથે હોળી-ધુળેટીની ભવ્ય ઉજવણી

Vadodara6 hours ago

નેતાજીનું ‘મૌન વ્રત’ અને તળાવની ‘દુર્ગંધ’:કરોડોના બજેટ ક્યાં ગયા? ગોત્રી તળાવમાં લીલી ચાદર પથરાઈ, તંત્ર ઘોર નિદ્રામાં!

Vadodara7 hours ago

જાંબુઆની નદી બની ‘ડેન્જર ઝોન’: મેડિકલ વેસ્ટના ગંજ ખડકાતા ગ્રામજનોમાં ભારે રોષ અને ફફડાટ

Vadodara7 hours ago

વડોદરા ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા: સુરત અને રાજસ્થાનના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો રીઢો ગુનેગાર ઝડપાયો

Vadodara8 hours ago

વડોદરા: મકરપુરામાં MGVCL ની લાલિયાવાડી!સાંઈબાબા મંદિર પાસે જર્જરિત વીજ થાંભલો બની શકે છે ‘મોતનો થાંભલો’.

Savli8 hours ago

મંજુસર ગામ પાસે રિક્ષા અને બાઈક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor1 day ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara1 day ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli1 week ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara3 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara4 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending