Vadodara

સાવધાન! વોટ્સએપ ગ્રુપમાં નફાની લાલચ આપી વડોદરાના વૃદ્ધ સાથે કરોડની ઠગાઈ

Published

on

  • લાખોની લાલચ પડી ભારે: વડોદરાના સિનિયર સિટીઝન સાથે રૂ. 1 કરોડની ઓનલાઇન ઠગાઈ; નફાના આંકડા બતાવી લૂંટી લીધી આજીવન મૂડી.
  • વોટ્સએપ ગ્રુપનું માયાજાળ: ‘અરેઝ ટ્રેન્ડ’ નામના ગ્રુપમાં જોઈન કરી ભેજાબાજોએ જાળ બિછાવી; VIP ગ્રુપના નામે વિશ્વાસમાં લીધા.
  • KYC ના નામે ડેટા ચોરી: લિંક મોકલી પર્સનલ વિગતો મેળવી અને પછી શરૂ થયો રૂપિયા પડાવવાનો ખેલ.
  • 1.53 કરોડનો ‘આભાસી’ નફો: ડિજિટલ એકાઉન્ટમાં નફો દેખાતો હતો, પણ ઉપાડવા જતાં વધુ રકમની માંગણી કરી ભેરવ્યા.

વડોદરા: ઓનલાઇન ઠગાઈ કરતા ભેજાબાજો હવે અવનવી તરકીબો અપનાવી ભણેલા-ગણેલા લોકોને પણ શિકાર બનાવી રહ્યા છે. વડોદરાના હરણી મોટનાથ રોડ પર રહેતા GACL ના નિવૃત્ત એડિશનલ મેનેજર રાકેશ દેસાઈ આ ઠગાઈનો ભોગ બન્યા છે. ઇન્વેસ્ટમેન્ટના નામે તેમને અંદાજે રૂ. 1 કરોડનો ચૂનો લગાડવામાં આવ્યો છે.

કેવી રીતે થઈ ઠગાઈ?

ગઈ 18 નવેમ્બરના રોજ રાકેશભાઈને ‘અરેઝ ટ્રેન્ડ’ નામના એક વોટ્સએપ ગ્રુપમાં ઉમેરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને એક VIP ગ્રુપમાં શિફ્ટ કરવામાં આવ્યા, જેની એડમિન ‘સરબરી શહા’ નામની વ્યક્તિ હતી. આ ગ્રુપમાં શેરબજાર અને ઇન્વેસ્ટમેન્ટની ટીપ્સ આપીને તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. ભેજાબાજોએ તેમને એક લિંક મોકલી KYC ના નામે તમામ વિગતો ભરાવી અને રોકાણ કરવાનું શરૂ કરાવ્યું.

🫰નફો દેખાયો પણ હાથમાં ન આવ્યો:

રાકેશભાઈ જે રીતે રકમ ટ્રાન્સફર કરતા ગયા, તેમના ડિજિટલ એકાઉન્ટમાં નફાનો આંકડો વધતો ગયો. જ્યારે તેમના રોકાણ સામે 1.53 કરોડનો નફો દેખાવા લાગ્યો, ત્યારે તેમણે રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો. જોકે, ઠગ ટોળકીએ રકમ આપવાના બદલે ટેક્સ કે પ્રોસેસિંગ ફીના નામે વધુ રકમની માંગણી કરી હતી. અંતે 1 કરોડ રૂપિયા ગુમાવ્યા બાદ તેમને અહેસાસ થયો કે તેઓ કોઈ મોટી ઠગાઈનો શિકાર બન્યા છે.

🚨[સાવચેતીનો સંદેશ]

સાયબર એક્સપર્ટ્સ અને પોલીસ સતત અપીલ કરી રહી છે કે, સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો દ્વારા આપવામાં આવતી ઇન્વેસ્ટમેન્ટ ટીપ્સ કે ‘વધારે નફા’ની લાલચમાં આવવું નહીં. કોઈ પણ એપ કે લિંક પર પોતાની બેંક વિગતો આપતા પહેલા સો વાર વિચાર કરવો.

🫵નિવૃત્ત એડિશનલ મેનેજર જેવા ઉચ્ચ હોદ્દા પર રહી ચૂકેલા વ્યક્તિ પણ જો આવી ઠગાઈમાં ફસાઈ શકે, તો સામાન્ય નાગરિકોએ કેટલી સાવચેતી રાખવી જોઈએ તે વિચારવા જેવું છે.

Trending

Exit mobile version