શહેરમાં વરસાદી માહોલ વચ્ચે રસ્તા પર ફરી ભુવો પડવાનો બનાવ સામે આવ્યો.અકોટા–મુજમહુડા રોડ પર માત્ર ત્રણ દિવસમાં બીજો મોટો ભુવો પડ્યો.
નિદ્રાધીનતંત્રની કામગીરી અને દેખરેખ પર ગંભીર સવાલો ઊભા થયા.
તાજેતરમાં જ આ રોડ પર ડ્રેનેજ અને વરસાદી કાંસની કામગીરી હાથ ધરાઈ હતી.
પહેલા બનેલા ભુવાના સ્થળની નજીક જ આ નવો ભુવો પડ્યો.
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે વડોદરામાં ફરી એકવાર રસ્તા પર ભુવા પડવાનો સિલસિલો ચાલુ રહ્યો છે.શહેરના અકોટા – મુજમહુડા રોડ પર માત્ર ત્રણ દિવસના ટૂંકા ગાળામાં બીજો મોટો ભુવો પડતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.શહેર ના લોકો માં રોષ છે કે ગાડી લઈ ને જઈએ ક્યારે અંદર સમાઈ જઈએ..તો તંત્ર ના પાપે.
હાલ વરસાદી માહોલમાં શહેરમાં ફરી એકવાર રસ્તા પર ભુવા પડવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. શહેરના અકોટા -મુજમહુડા રોડ પર માત્ર ત્રણ દિવસના ટૂંકા ગાળામાં બીજો મોટો ભુવો પડતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અકોટા – મુજમહુડા રોડ પર જ્યાં ત્રણ દિવસ પહેલાં ભુવો પડ્યો હતો. તેની નજીકમાં જ વધુ એક મોટો ભુવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત પૂરની સ્થિતિ બાદ આ રોડ પર ડ્રેનેજ અને વરસાદી કાંસની મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જ્યાજુવી ત્યાં ભૂવા પડતા છતાં વારંવાર ભુવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. રસ્તા પર વારંવાર ભુવા પડવાથી સ્થાનિક લોકો અને વાહનચાલકોની હાલાકી વધી છે. તંત્ર દ્વારા ભુવા પડવાના સ્થળે બેરીકેડ લગાવીને માત્ર કામગીરીની ઔપચારિકતા કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે. આ બેરીકેડને કારણે આસપાસના દુકાનદારો અને વેપારીઓ ત્રસ્ત થઈ ગયા છે. કારણ કે તેમના વ્યવસાય પર સીધી અસર પડી રહી છે.
જ્યારે સ્થાનિક પ્રજાની હાલાકી અને તંત્રની બેદરકારીના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરો મેદાનમાં આવ્યા હતા. તેમણે અનોખો વિરોધ નોંધાવતા ભુવાને ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. આ રીતે તેમણે મહાનગરપાલિકાની હલકી ગુણવત્તાવાળી અને બિનકાર્યક્ષમ કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ તુરંત જ ભુવાનું સમારકામ કરીને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.