Vadodara

વડોદરામાં સાધન-સરંજામ સાથે ઘરફોડ ચોરી કરવા નીકળ્યો હતો આરોપી, બાપોદ પોલીસે ઝડપયો

Published

on

  • ચોરીનો પર્દાફાશ: બાપોદ પોલીસે વાહન ચોરીના અન-ડિટેક્ટ ગુનાને ઉકેલી કાઢ્યો છે અને ચોરાયેલી હોન્ડા સાઈન મોટર સાઈકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.
  • મુદ્દામાલ જપ્તી: પોલીસે બાઈક ઉપરાંત ઘરફોડ ચોરીમાં વપરાતા સાધનો (ડિસ્મિસ, પાના, કાતર વગેરે) અને બેગ મળીને કુલ 31,250 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
  • આરોપીની ધરપકડ: મુખ્ય આરોપી રાહુલસિંહ રાજુસિંહ સિકલીગરની ધરપકડ કરવામાં આવી  જે મૂળ મહારાષ્ટ્રના નંદુરબારનો વતની છે.
  • કાયદેસરની કાર્યવાહી: પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે. બાપોદ પોલીસે વાહન ચોરીના એક વણઉકેલ્યા ગુનાને ડિટેક્ટ કરીને ચોરીની મોટર સાઇકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે તેનો સાથીદાર ફરાર થવામાં સફળ રહ્યો છે.

બાપોદ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, આજવા રોડ વિસ્તારમાં રહેતો એક ઇસમ ચોરીની બાઇક લઈને પસાર થવાનો છે.આ બાતમીના આધારે પોલીસે સયાજી ટાઉનશીપ રોડ પર માય સનશાઇન સ્કૂલ પાસે વોચ ગોઠવી હતી. પોલીસની ટીમે શંકાસ્પદ બાઇક સવારને અટકાવી પૂછપરછ કરતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. કડક પૂછપરછમાં તેણે ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

🧐મુદ્દામાલ અને વિગતો:

પોલીસે આરોપી પાસેથી એક હોન્ડા સાઈન મોટર સાઈકલ (કિંમત 30,000) ઉપરાંત કાંડા ઘડિયાળ, લોખંડનું નેશિયું, ડિસ્મિસ, પાના અને કટર જેવા સાધનો તેમજ એક બેગ કબજે કરી છે. કુલ 31,250 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

🚨આરોપીની વિગત:

ઝડપાયેલા આરોપીનું નામ રાહુલસિંહ રાજુસિંહ સિકલીગર છે, જે મૂળ મહારાષ્ટ્રના નંદુરબારનો વતની છે અને હાલમાં વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહે છે. આરોપીએ કબૂલાત કરી છે કે તે અને તેનો સાથીદાર હરભજનસિંહ લાખનસિંહ સિકલીગર ઘરફોડ ચોરી કરવા નીકળ્યા હતા. પોલીસને જોઈને તેનો સાથીદાર ફરાર થઈ ગયો હતો, જેની શોધખોળ હાલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Trending

Exit mobile version