Vadodara

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: શિક્ષિકા બહાર જતાં જ 17 વર્ષના સગીર ભાઈએ રૂમ બંધ કરી 10 વર્ષની બાળકીની કરી છેડતી

Published

on

  • ટ્યુશન ક્લાસમાં છેડતી: ગોરવા વિસ્તારમાં શિક્ષિકાની ગેરહાજરીમાં 10 વર્ષની સગીરા સાથે અડપલાં થયાની ઘટના સામે આવી.
  • સગીર આરોપીની કરતૂત: ટ્યુશન ચલાવતી શિક્ષિકાના 17 વર્ષીય ભાઈએ અન્ય બાળકોને ઉપર મોકલીને આ કૃત્ય આચર્યું.
  • પોક્સો હેઠળ ગુનો દાખલ: ગોરવા પોલીસે ગંભીર ગુનો નોંધી આરોપી સગીર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
  • મેડિકલ તપાસ: ન્યાયિક પ્રક્રિયા અને તપાસના ભાગરૂપે બંનેનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે.

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાંથી ટ્યુશન કલાસીસમાં અભ્યાસ કરવા આવતા બાળકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતી એક અત્યંત ચકચારી ઘટના સામે આવી છે. ખાનગી ટ્યુશન સંચાલકો અને વાલીઓ માટે લાલબત્તી સમાન આ કિસ્સામાં, ટ્યુશન ક્લાસમાં જ 10 વર્ષની માસૂમ સગીરા સાથે અડપલાં કરવામાં આવતા ભારે રોષ ફેલાયો છે.

🧐શું હતી સમગ્ર ઘટના?

પ્રાપ્ત વિગતો અનુસાર, ટ્યુશન ચલાવતી શિક્ષિકા કોઈ કામસર બહાર ગઈ હતી, તે જ સમયે તકનો લાભ લઈને તેના 17 વર્ષીય ભાઈએ ક્લાસરૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ તેણે રૂમમાં હાજર અન્ય 4 જેટલા બાળકોને બહાનું કાઢીને ઉપરના માળે મોકલી આપ્યા હતા અને એકાંતનો લાભ લઈને 10 વર્ષની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં તથા છેડતી કરી હતી.

🚨પોલીસની ત્વરિત કાર્યવાહી:

આ બનાવ અંગે બાળકી દ્વારા પરિવારને જાણ કરવામાં આવતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ગોરવા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 17 વર્ષીય સગીર આરોપી સામે પોક્સો (POCSO) એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી દીધો છે. હાલ પોલીસે કાયદેસરની પ્રક્રિયાના ભાગરૂપે ભોગ બનનાર માસૂમ બાળકી અને આરોપી સગીર બંનેનું મેડિકલ ચેકઅપ કરાવવાની તજવીજ હાથ ધરી છે અને આ મામે વધુ તપાસ ચલાવી રહી છે.

Trending

Exit mobile version