Vadodara
“કોઇ પણ આંગણવાડીને મદરેસા નહી બનવા દઇએ” – દર્ભાવતી MLA શૈલેષ સોટ્ટા
Published
7 months agoon
વડોદરા જીલ્લાના ડભોઇ તાલુકાના અંતિમ ગામ અને યાત્રાધામ તરીકે ઓળખાતા કરનાળીની આંગણવાડીમાં બાળકોને નમાઝ પઢાવ્યાની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામી છે. જેને લઇને રાજકીયમોરચે ખળભળાટ મચી જવા પામ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા દ્વારા આ અંગે શિક્ષણ મંત્રી સહિતના ઉચ્ચ પદાધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે. અને કહ્યું કે, કોઇ પણ આંગણવાડીને મદરેસા નહી બનવા દઇએ. આ અંગે ધર્મગુરૂ જ્યોતિર્નાથજીએ જણાવ્યું કે, બહુલક પ્રજા જ્યારે સનાતન ધર્મ સાથે જોડાયેલી છે, ત્યારે ઠંડા કલેજે ધર્માંતરણનો પગપેંસારો કરવા માટેના પ્રયાસો, તંત્ર કેમ ચુપ ? ડીંડોર સાહેબ શું કરે છે ? પાનશેરીયા સાહેબ શું કરે છે ? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું કરે છે ?
ડભોઇના કરનાળીની આંગણવાડીમાં બાળકોને નમાઝ પઢાવ્યાની તસ્વીરો સોશિયલ મીડિયામાં સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મામલાની ગંભીરતાને ધ્યાને લઇને ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા દ્વારા આ અંગે શિક્ષણ મંત્રી સહિતના ઉચ્ચ પદાધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે.
ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ જણાવ્યું કે, ગઇ કાલે મારા ધ્યાને આવ્યું કે, કરનાળીના આંગણવાડીમાં ઇદનો તહેવાર કેવી રીતે ઉજવાય છે, તે રીતે બાળકો પાસે નમાઝ પઢાવવામાં આવી, માથે રૂમાલ બાંધીને બાળકોને નમાઝ કેવી રીતે પઢાય છે. અને ઇદનું મહત્વ શું છે તે બાબતનું જ્ઞાન આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કરનાળી એટલે કુબેરભંડારીનું મંદિર, જ્યાં લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ ઘટના દુખદ અને ગંભીર છે. આંગણવાડીના સંચાલક દ્વારા આ વાતને ફેસબુક પર પ્રસિદ્ધી આપવામાં આવી છે. આની પર કાયદેસરના પગલાં લેવાની માંગ કરી છે. કુમળી વયના બાળકો છે, આ ઉંમરે તેમના મગજમાં જે નાંખવામાં આવે તેને સાચુ માનીને ચાલતા હોય છે. કરનાળીની આંગણવાડીમાં એક પણ બાળક મુસ્લિમ ધર્મનું નથી. અગાઉ જામનગરમાં આ પ્રકારની ઘટના સામે આવી હતી. કોઇ પણ આંગણવાડીને મદરેસા નહી બનવા દઇએ. જ્યાં પણ આવો બનાવ બનશે, તેને રોકવામાં આવશે.
ધર્મગુરુ જ્યોતિર્નાથજી જણાવે છે કે, વડોદરાના કરનાળી ગામે બાળકોને નમાઝ પઢાવી પર્વની ઉજવણી કરવાનું સામે આવ્યું છે. કરનાળી સનાતન ધર્મની પવિત્રભૂમી છે. ત્યાં આવા કૃત્ય કોની રહેમ રાહમાં થાય છે તે સૌથી મોટો પ્રશ્ન છે. હું એક જગ્યાની નથી વાત કરતો, જામનગરમાં પણ આંગણવાડીનો એક કિસ્સો છે, જેમાં તેમને ધાર્મિક વાતો શીખવાડમાં આવે છે. બહુલક પ્રજા જ્યારે સનાતન ધર્મ સાથે જોડાયેલી છે, ત્યારે ઠંડા કલેજે ધર્માંતરણનો પગપેંસારો કરવા માટેના પ્રયાસો, તંત્ર કેમ ચુપ ? ડીંડોર સાહેબ શું કરે છે ? પાનશેરીયા સાહેબ શું કરે છે ? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શું કરે છે ? વડોદરા-જામનગરના કલેક્ટર ?
વધુમાં તેમણે જણાવ્યું કે, વડોદરા – જામનગરના શિક્ષણાધિકારીઓ ઉગ્ર પગલાં લે તેવી માગણી છે. ક્યાં કોઇને પણ બક્ષવામાં ન આવે. વારંવાર આવું થાય છે. સનાતન ધર્મની પ્રણાલીઓ પર થતી આવી કુઠારઘાતોને સહન કરવામાં નહી આવે, બાળમાનસો સાથે ખેલવાનું બંધ કરજો, નહિ તો વરવા પરિણામો બધાએ ભોગવવા પડશે.
You may like
-
નિયમોનું છડેચોક ઉલ્લંઘન: રેલવે પ્લેટફોર્મ પરની શોપમાં લખેલી નોંધ માત્ર ‘સુવાક્ય’ બની
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ
-
તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
-
નકલી પોલીસ બની હનીટ્રેપમાં ફસાવી તોડ કરનાર મહિલા સહિત 5 પકડાયા