Connect with us

Politics

મનસુખ વસાવાએ અને તેમની પત્નીની સંપત્તિમાં મોટો ઉછાળો,સોગંદનામાં માં રજૂ કરી વિગતો

Published

on

ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તેમજ સાંસદ મનસુખ વસાવાએ સાતમી વખત ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ સાંસદ મનસુખ વસાવાએ કરેલા સોગંદનામાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં એવું જાણવા મળ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં સાંસદ અને તેમની પત્નીની સંપત્તિમાં મોટો ઉછાળો થયો છે.

Advertisement

ભાજપના સાંસદ મનસુખ વસાવાના સોગંદનામા અનુસાર, સાંસદ અને તેમની પત્નીની જંગમ અને સ્થાવર સંપત્તિમાં છેલ્લા 5 વર્ષમાં રૂપિયા 1.18 કરોડનો વધારો થયો છે. સાંસદે 2019ની ચૂંટણીમાં તેમની કુલ સંપત્તિ 68.35 લાખ હોવાનું દર્શાવ્યું હતું. જે હવે 2024માં વધીને 1.28 કરોડના આંક પર પહોંચી ગઈ છે. એટલે કે, 2019 થી લઈને 2024 સુધીના સમયગાળા દરમિયાન સાંસદ મનસુખ વસાવાની કુલ સંપતિમાં રૂ. 78.98 લાખનો વધારો થયો છે.

Advertisement

અગાઉ 2019ના સોગંદનામા અનુસાર, મનસુખ વસાવાની જંગમ સંપતિ રૂ.30,96,044 અને સ્થાવર સંપત્તિ રૂ.20,50,000 હતી. આ સાથે જ મનસુખ વસાવાના પત્નીની જંગમ સંપતિ 16,89,913 રૂપિયા હતી. અને હવે 2024ના મનસુખ વસાવાના સોગંદનામા અનુસાર, છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં તેમની જંગમ સંપતિમાં રૂ.2.28 લાખ અને તેમની પત્નીની જંગમ સંપત્તિમાં રૂ.41.46 લાખનો વધારો થયો છે.

સોંગદનામામાં મનસુખભાઈએ પોતાની ઉંમર 66 વર્ષ અને શિક્ષણમાં પોતે B.A. MSW હોવાનું દર્શાવ્યું છે. તેમજ મનસુખ વસાવાએ હાલમાં કરેલ સોગંદનામામાં તેમની પાસે 5 તોલા જેટલું સોનું અને 100 ગ્રામ જેટલું ચાંદી હોવાનું દર્શાવ્યું છે. જયારે તેમના પત્ની સરસ્વતીબેન પાસે કુલ 35 તોલા જેટલું સોનું જયારે 500 ગ્રામ ચાંદી હોવાનું દર્શાવ્યું છે.

Advertisement

તો આ સાથે જ વાહનોમાં તેમની પાસે એક ઇનોવા કાર અને તેમની પત્ની સરસ્વતીબેન પાસે એક સ્કોર્પિયો ગાડી છે. જેમાં કાર લોનમાં તેમના માથે 2.04 લાખ અને તેમના પત્નીના માથે 9 લાખનું દેવું દર્શાવવામાં આવ્યું છે. તો આ સિવાય તેઓના માથે એક પણ રૂપિયાનું સરકારી દેવું ન હોવાનું અને કોઈ પોલીસ કે કોર્ટ કેસ ન હોવાનું પણ સોગંદનામામાં દર્શાવ્યું છે.

Advertisement
Editor's Exclusive2 days ago

ગોકળગાય ગતિએ વિકાસ અને તપાસ:ટ્રેકટર કૌભાંડમાં સંડોવાયેલા તલાટીઓને બચાવવા સરકારી બાબુઓએ તપાસમાં ઢીલ મૂકી?

Vadodara2 days ago

પૂરને ભૂતકાળ બનાવવા માટે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરાયું

Vadodara3 days ago

ટ્રાફીક શાખાની વાહનોની હરાજીમાં અપસેટ વેલ્યુ કરતા વધુ કિંમત મળી

Vadodara3 days ago

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત જિલ્લામાંથી આરોપીને દબોચતી પોલીસ

Waghodia6 days ago

વાઘોડિયા : સોનાના નામે નકલી બિસ્કીટ પધરાવી ખેડૂત જોડે ઠગાઇ

Vadodara1 week ago

પંડ્યા બ્રિજના મસમોટા પોપડા ખર્યા, વાહનચાલકોના માથે જોખમ

Vadodara1 week ago

હનુરામ ફૂડ્સની ફરાળી પેટીસમાંથી વાયરનો ટુકડો નીકળ્યો

Vadodara2 weeks ago

ટ્રેનમાં મહિલા મુસાફરોની નિંદરનો ફાયદો ઉઠાવતા બે તસ્કરો ઝબ્બે

Trending