આજે સવારથી જ ભાજપના વરિષ્ઠ નેતાઓ કમલમ પર પહોંચવાની શરૂઆત થઈ હતી. ભાજપના જુના જોગી પણ કમલમ ખાતે પહોંચ્યા હતા. જગદીશ વિશ્વકર્માનું નામ ફાઈનલ થતા કમલમ ખાતે વિજયની ઉજવણી શરૂ થઈ ગઈ છે.
મુખ્યમંત્રી બાદ હવે પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદથી આવીયા.
ભાજપે પ્રદેશ પ્રમુખ તરીકે OBC ચહેરાની પસંદગી કરી છે.
રાજ્ય ભાજપના નવા સુકાની ફાઈનલ થઈ ગયા છે. ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે કમલમ ખાતે પહોંચ્યા હતા. તેમણે 12.39 વાગ્યાના વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે. આમ, ભાજપે પ્રદેશ પ્રમુખ તરીકે OBC ચહેરાની પસંદગી કરી છે. હવે મુખ્યમંત્રી બાદ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના બન્યા છે. ત્યારે આ નવી જોડી ચૂંટણી પહેલા ધૂમ મચાવશે.
જ્યારે જગદીશ વિશ્વકર્મા પોતાના ટેકેદારો ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. જગદીશ વિશ્વકર્મા OBC સમાજમાંથી આવે છે. જગદીશ વિશ્વકર્મા હાલ રાજ્ય સરકારમાં રાજયકક્ષાના મંત્રી છે. તેઓ અમદાવાદ શહેર પ્રમુખ તરીકેનો સંગઠનનો બહોળો અનુભવ ધરાવે છે. તેમજ તેઓ અમિત શાહના ખૂબ વિશ્વાસુ માનવામાં આવે છે.
Advertisement
જયારે 2010 થી કેન્દ્રીય મહુડી મંડળ દ્વારા સીધા નામની જાહેરાત કરવામાં આવતી હતી. મોટાભાગે ભાજપમાં અત્યાર સુધીમાં પ્રદેશ પ્રમુખ તરીકે સીધા નામની જાહેરાત કરી છે. આ વખતે ભાજપે પહેલા ચૂંટણીનું ભૂત ઉભું કર્યું હતું, પરંતું બાદમાં જગદીશ વિશ્વકર્મા પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.
જાણોઅત્યાર સુધી કોણ કોણ પ્રદેશ પ્રમુખ રહ્યા છે
જ્યારે 2010 થી 2016 સુધી આર.સી. ફળદુ
19 ફેબુઆરી 2016 થી 10 ઓગસ્ટ 2016 સુધી વિજય રૂપાણી
10 ઓગસ્ટ 2016 થી 20 જુલાઈ 2020 સુધી જીતુ વાઘાણી
10 જુલાઈ 2020 થી અત્યાર સુધી સી.આર. પાટિલ પ્રદેશ પ્રમુખ તરીકે રહ્યા.