Connect with us

National

વૈષ્ણોદેવી યાત્રા સ્થગીત કરવામાં આવી, જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં તારાજી, 4ના મોત

Published

on

  • અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે
  • પૂરને કારણે રહેણાંક વિસ્તારોને ભારે નુકસાન થયું છે.
  • જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવામાં આવ્યા.

જમ્મુ અને કાશ્મીરના ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં સોમવારે (25મી ઓગસ્ટ) વાદળ ફાટવાથી તારાજી સર્જાઈ છે. અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે 10થી વધુ ઘર ધરાશાયી થયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં ડોડા જિલ્લામાં ચાર લોકોના મોત થયા છે. વહીવટીતંત્રના જણાવ્યાનુસાર, ઘર ધરાશાયી થવાથી બે લોકોના મોત થયા છે અને પૂરમાં બે લોકોના મોત થયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આ દુર્ઘટનાના કારણે વૈષ્ણોદેવી યાત્રા હાલ માટે રોકી દેવામાં આવી છે.

સતત ભારે વરસાદને કારણે ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં ભૂસ્ખલન, પથ્થરો પડવાના બનાવો પણ નોંધાયા છે, જેના કારણે ઘણાં રોડ બંધ કરાયા છે. ભલેસા, થાથરી અને મારમત વિસ્તારોમાં ઘણાં નાના પુલ પણ ધોવાઈ ગયા છે. પૂરને કારણે રહેણાંક વિસ્તારોને ભારે નુકસાન થયું છે. બટોટે-કિશ્તવાડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-244) બંધ થઈ ગયો છે, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. જિલ્લામાં ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ અને વહીવટીતંત્ર સતત રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલ છે.

રામબન વિસ્તારમાં ભારે ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદની સાથે જમ્મુમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને તાવી નદીમાંથી આવતું પૂર રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી રહ્યું છે. જમ્મુમાં નદી કિનારાના ઘણાં વિસ્તારો ડૂબી ગયા છે અને કોઈપણ નુકસાનથી બચવા માટે વહીવટીતંત્રે આ વિસ્તારોને ખાલી કરાવી દીધા છે.

Vadodara22 minutes ago

વડોદરા શિક્ષણ સમિતિમાં ગણવેશ કૌભાંડનો આક્ષેપ, 10,000 બાળકોના યુનિફોર્મમાં ‘ગોલમાલ’

Vadodara6 hours ago

અભાવમાં પણ પ્રભાવ: વડોદરાના મધ્યમવર્ગીય પરિવારોના સંતાનોએ સીએ ફાઈનલમાં ગાડ્યું નિશાન.

Karjan-Shinor7 hours ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Padra7 hours ago

સહકારી ક્ષેત્રના ‘ચાણક્ય’ની જીત: 5 ધારાસભ્યોનું જોર પડ્યું નબળું, દીનુ મામા ફરી મેદાન મારી ગયા.

Vadodara7 hours ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

National1 day ago

જમ્મુ-કાશ્મીર: પૂંછ સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોનની ઘૂસણખોરી; ભારતીય સેનાના જવાનોનું તાબડતોબ ફાયરિંગ

Vadodara1 day ago

વડોદરાના ગોત્રીમાં બિલ્ડરનું પાપ છાપરે ચઢીને પોકાર્યું; ‘તક્ષશિલા-2’ ના 80 પરિવારો ન્યાય માટે પોલીસને શરણે!

Vadodara1 day ago

ન્યૂઝીલેન્ડ જવાના સપના રોળાયા; ભરૂચના યુવક સાથે ₹21 લાખની છેતરપિંડી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor7 hours ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara7 hours ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli7 days ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara2 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara3 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending